સ્લમડોગ મિલિયોનેર

હિંદી ભાષામાં પ્રદર્શિત એક ચલચિત્ર

સ્લમડોગ મિલિયોનેર ઢાંચો:Fy ડેની બોયેલ દ્વારા દિગ્દર્શીત, સિમોન બ્યુફોય દ્વારા લિખીત અને ભારતમાં લવલીન ટંડન દ્વારા સહદિગ્દર્શીત એક બ્રિટીશ ફિલ્મ છે.[૨] તે ભારતીય લેખક અને રાજદૂત વિકાસ સ્વરૂપની નવલકથા ક્યૂ એન્ડ એ પર આધારિત છે. ભારતમાં નિર્માણ પામેલી આ ફિલ્મમાં મુંબઇની ઝૂંપડપટ્ટીઓના એક યુવાનની વાર્તા છે જે હૂ વોન્ટ્સ ટુ બી એ મિલિયોનેર ની ભારતીય આવૃત્તિમાં ભાગ લે છે (હિન્દી સંસ્કરણમાં કૌન બનેગા કરોડપતિ ) અને લોકોની અપેક્ષામાં વધારો કરે છે, એ પ્રમાણે ગેમ શોના પ્રસ્તુતકર્તા અને કાયદાનું પાલન કરાવતા અધિકારીઓમાં શંકાને ઉત્તેજન આપે છે.

Slumdog Millionaire
ચિત્ર:Slumdog millionaire ver2.jpg
UK theatrical release poster
દિગ્દર્શકDanny Boyle
લેખકSimon Beaufoy
કલાકારોDev Patel
Freida Pinto
Madhur Mittal
Anil Kapoor
Ayush Mahesh Khedekar
Tanay Chheda
Rubina Ali
Tanvi Ganesh Lonkar
Azharuddin Mohammed Ismail
Ashutosh Lobo Gajiwala
છબીકલાAnthony Dod Mantle
સંપાદનChris Dickens
સંગીતA. R. Rahman
નિર્માણ
વિતરણFox Searchlight Pictures
Warner Bros.
રજૂઆત તારીખો
12 November 2008 (US, limited)
18 December 2008 (Australia)
9 January 2009 (UK)
23 January 2009 (US, wide)
23 January 2009 (India)
અવધિ
121 min.
દેશઢાંચો:FilmUK
English
Hindi
બજેટ$15.1 million[૧]
બોક્સ ઓફિસ$377,417,293[૧]


ટેલ્લુરાઇડ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે વર્લ્ડ પ્રિમીયર તથા ત્યારબાદ ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને લંડન ફિલ્મ ફેસ્ટિવલ[૩] ખાતેના સ્ક્રિનીંગ બાદ સ્લમડોગ મિલિયોનેર પ્રારંભમાં ઉત્તર અમેરિકામાં 12મી નવેમ્બર, 2008ના રોજ મર્યાદિત ધોરણે રજૂ થઇ હતી. ત્યારબાદ તે 9મી જાન્યુઆરી, 2009ના રોજ યુનાઇટેડ કિંગ્ડમમાં અને 23મી જાન્યુઆરી, 2009ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સમાં સમગ્ર દેશમાં પ્રભાવી રીતે રજૂ થઇ હતી.[૪] મુંબઇમાં 22મી જાન્યુઆરી, 2009ના રોજ તેનું પ્રિમીયર યોજાયું હતું.[૫] યુનાઇટેડ સ્ટેટ્સમાં 31મી માર્ચ, 2009ના રોજ ડીવીડી અને બ્લૂ-રે પર તે રિલીઝ કરવામાં આવી હતી.[૬]


સ્લમડોગ મિલિયોનેર નું નામાંકન દસ એકેડેમી પુરસ્કાર 2009 માટે થયું હતું અને શ્રેષ્ઠ ચિત્રપટ, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ આધારિત વાર્તા સહિતના વર્ષ 2008માં કોઇ પણ ફિલ્મ માટે વધુ એવા આઠ પુરસ્કાર જીત્યા હતા. તેણે સાત બાફ્ટા પુરસ્કારો (શ્રેષ્ઠ ફિલ્મ સહિત), પાંચ ક્રિટીક્સ ચોઇસ પુરસ્કાર અને ચાર ગોલ્ડન ગ્લોબ્સ જીત્યા હતા. સ્લમડોગ મિલિયોનેરે ઉપયોગમાં લેવામાં આવેલી ભાષા, ભારતીયો અને હિન્દુત્વના ચિત્રણ તથા તેના બાળ કલાકારોના કલ્યાણને લઇને ઘણા વિવાદોને જન્મ આપ્યો હતો.


પ્લોટ(કથાવસ્તુ) ફેરફાર કરો

2006ના સમયમાં ફિલ્મની શરૂઆત મુબંઇના મિડીયાઝ રેસમાં થાય છે, જેમાં પોલિસ અધિકારી જુહુની ઝૂંપડપટ્ટીના પૂર્વ શેરીના બાળક જમાલ મલિક (દેવ પટેલ)ને માનસિક યાતના આપતા હોય છે. શરૂઆતના દ્રશ્યમાં, ટાઇટલ કાર્ડ રજૂ થાય છે:

જમાલ મલિક 20 મિલિયન રૂપિયા જીતવાથી ફક્ત એક પ્રશ્ન દૂર છે. આ તેમણે કેવી રીતે કર્યુ?
• A: છેતરપિંડી આચરીને • B: તેઓ નસીબદાર છે
• C: તે પ્રતિભાસંપન્ન છે • D: તે લખાયેલું છે


જમાલ પ્રેમ કુમાર (અનિલ કપૂર) દ્વારા પ્રસ્તુત કરવામાં આવતા હૂ વોન્ટ્સ ટુ બી એ મિલિયોનેર ની ભારતીય આવૃત્તિના સ્પર્ધક છે તે રૂ. 10,000,000 જીતી ચૂક્યો છે અને રૂ. 20,000,000 માટેના અંતિમ પ્રશ્ન સુધી પહોંચી ગયો છે, જે બીજા દિવસે પૂછવામાં આવનાર છે. પ્રેમ કુમાર દ્વારા છૂપી સૂચના અપાયા બાદ, પોલિસને જમાલ પર છેતરપિંડીની શંકા થાય છે, કેમકે તેની પાસે બહોળુ જ્ઞાન છે અથવા તે ખૂબ નસીબદાર છે તેવી અન્ય શક્યતાઓની સંભાવના ખૂબ ઓછી છે.


જમાલે પછી સમજાવ્યું કે બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન વિષેનો પ્રશ્ન તેના માટે ખૂબ સરળ હતો, તે મોટા ભાગના પ્રશ્નોના જવાબો આકસ્મિક રીતે જાણતો હતો, કેમકે પૂર્વ દ્રશ્યો દર્શાવતી શ્રેણીમાં તેના જીવનમાં બનેલી ઘટનાઓની પર આધારિત હતી અને તેમાં તેનું બાળપણ દર્શાવવામાં આવ્યું હતું. તેમાં બચ્ચનના હસ્તાક્ષર લેતા દ્રશ્ય (જે તેની મંજૂરી વિના તેના ભાઈ દ્વારા વેચી દેવામાં આવ્યો હતો), મુસ્લિમવિરોધી હિંસામાં તેની માતાના મૃત્યુ (બોમ્બેની ઝૂપડપટ્ટીમાં 1993ના મુસ્લિમ-વિરોધી હુમલાની યાદ અપવાતા)[૭] અને તે તથા તેનો ભાઈ લતિકા (રૂબિના અલી)ના મિત્રો બને છે તેનો સમાવેશ થાય છે. તેણે સલિમ અને પોતાને એથોસ તથા પોર્થોસ ગણાવ્યા અને લતિકાને ત્રીજી વ્યકિત તરીકે ધ થ્રી મસ્કિટીયર્સ ગણાવી, જેના નામ વિષે તેણે ક્યારે અભ્યાસ કર્યો ન હતો.


જમાલના પૂર્વદ્રશ્યોમાં, બાળકો જ્યારે કચરના ઢગલાઓ વચ્ચે રહેતા હતા ત્યારે મામન (અંકુર વિકાલ) દ્વારા અંતે શોધી કાઢવામાં આવે છે. મામન એ ગુનેગાર છે (આ વાસ્તવિકતા તેઓ મુલાકાત સમયે જાણતા ન હતા) જે શેરીના બાળકોને એકત્ર કરવા માટે અનાથાશ્રમ ચલાવવાનો ઢોંગ કરતો હતો કે જેથી તેમને નાણાની ભીખ માગવા માટે તાલિમ આપીને તૈયાર કરી શકાય. સલિમને મામનની કામગીરીનો એક ભાગ બનવા માટે તૈયાર કરવામાં આવી રહ્યો હતો અને તેને જમાલને એસિડથી આંધળો બનાવવા અને ગરમ સળીયાથી તેની આંખો કાઢી લેવા માટે તેમની પાસે લઇ આવવા જણાવવામાં આવ્યું (જેનાથી ગાતા ભીખારી તરીકે તેની આવકમાં વધારાની સંભાવનામાં વધારો કરશે). સલિમ તેના ભાઈ અને અન્ય ત્રણ બાળકોને બચાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ફક્ત તે અને જમાલ જ છટકવામાં સફળ થાય છે, અને જઇ રહેલી ટ્રેનમાં કૂદકો મારીને બેસી જાય છે. લતિકા સલિમનો હાથ પકડી લે છે, પરંતુ સલિમ હાથે કરીને તેને છોડી દે છે, અને ટ્રેનની ઝડપ વધતા તે ફરીથી ગુનેગારોના હાથમાં આવી જાય છે.


બંને ભાઈ ટ્રેનની ઉપર મુસાફરી કરી, માલનું વેચાણ, પાકિટ મારીને અને તાજ મહાલ ખાતે ભોળા પ્રવાસીઓને માર્ગદર્શક બનીને છેતરે છે. જમાલ લતિકાને શોધવા માગતો હોવાથી તે મુંબઇ પરત ફરવા માટે આગ્રહ કરે છે, જે સલિમને પસંદ નથી. અંતે તેઓ તેને શોધી લે છે, મામન દ્વારા તેને ઉછેરીને એક સાંસ્કૃતિક રીતે પ્રતિભાશાળી વેશ્યા બનાવવામાં આવે છે, જેના કૌમાર્યના વેચાણથી ઉંચી કિંમત મળશે. ભાઈઓ તેને બચાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ મામન વચ્ચે આવે છે અને સંઘર્ષને અંતે સલિમ બંદૂકથી મામનનુ ખૂન કરે છે. ત્યારબાદ સલિમ એવી વાસ્તવિકતાનો ઉપયોગ કરે છે કે તેણે પ્રતિસ્પર્ધી મુખ્ય ગુનેગાર જાવેદ (મહેશ માંજરેકર) પાસેથી કામ મેળવવા માટે મામનનું ખૂન કર્યું હતું. સલિમ તેઓ ત્રણ જ્યા રહેતા હતા ત્યા આવીને જમાલને રૂમની બહાર જવાનો આદેશ આપે છે. સલિમ લતિકાને સેક્સ માટે બોલાવતો હોવાનું સાંભળી, તેના ભાઈ પર હિસંક હુમલો કરે છે અને સલિમ તેને મારી નાખવાની ધમકી આપે છે અને તે રિવોલ્વર સામે ઉભો રહે છે. લતિકા વચ્ચે પડે છે અને જમાલને બહાર નીકળી જવા કહે છે અને તેના હદય તથા તેણીને સલામત રાખવા માટે તેણે આપેલા બલિદાનનું અપમાન કરે છે. સલિમને શોધવા માટે મામનના માણસો ફરતા હોવાથી, સલિમ અને લતિકા અજાણ્યા સ્થળે ભાગી જાય છે અને જમાલને એકલાને તેમને રોકવા માટે છોડી જાય છે.


વર્ષો બાદ, જમાલે કોલ સેન્ટર ખાતે "ચાઇ વાલા" (ચા આપનાર) તરીકે સ્થાન મેળવ્યું. તેણે જ્યારે બે મિનીટ માટે તેના સાથી કાર્યકરને કવર કરવા જણાવ્યું, ત્યારે તેણે સલિમ અને લતિકા વિષે માહિતી શોધી કાઢી અને તે સલિમનો સંપર્ક સાધવામાં સફળ નિવડ્યો, જે જાવેદની સંસ્થામાં ઉચ્ચ કક્ષાનો માણસ બની ગયો હતો. જમાલ તંગ સ્થિતીમાં ખિન્ન સલિમનો સામનો કરે છે. જમાલે તેને પૂછ્યું કે લતિકા ક્યા છે. તેનો ભાઈ હજુ તેને યાદ કરીને સંભાળ રાખે તે વાતની ચિડાયેલા સલિમે જવાબ આપ્યો કે તે "બહુ દૂર" જતી રહી છે. સલિમે જમાલને પોતાની સાથે રહેવાનું આમંત્રણ આપ્યું, અને જ્યારે જમાલ જાવેદના ઘર સુધી તેને અનુસર્યો ત્યારે તેણે લતિકાને (ફ્રેન્ડા પિન્ટો) ત્યાં જોઇ અને તેણીએ પણ તેને જોયો. શરૂઆતમાં રસોઇયા તરીકે અને પછી ડીશ ધોનારા તરીકે ડોળ કરીને તેણે ઘરમાં પ્રવેશ મેળવ્યો. જમાલ અને લતિકા વચ્ચે ફરી લાગણીના તાર બંધાઇ ગયા, પરંતુ તેમની ખુશી બહુ જલ્દી નિરાશામાં ફેલાઇ ગઇ, કેમકે જમાલને એ વાતની ખબર પડી કે લતિકા જાવેદ સાથે જોડાયેલી છે. આ વાતની ખબર પડ્યા પછી, જમાલે લતિકને છોડી દેવા સમજાવી. તેણીએ તેને ધુત્કારી દીધો અને તેણીને ભૂલી જવા તેમજ ત્યાંથી જતા રહેવા દબાણ કર્યુ, પરંતુ તેના બદલે જમાલે તેના માટેના પ્રેમનો એકરાર કર્યો અને મુંબઇના સૌથી મોટા ટ્રેઇન સ્ટેશન વીટી સ્ટેશન પર તેણી માટે "પાંચ વાગ્યા સુધી તેણી ન આવે ત્યાં સુધી દરરોજ" રાહ જોવાનું વચન આપ્યું. એક દિવસ, જમાલ ત્યાં રાહ જોતો હતો ત્યારે લતિકા નક્કી કરવામાં આવેલા સ્થળે મળવાનો પ્રયત્ન કરે છે,પરંતુ સલિમ અને જાવેદના માણસો દ્વારા તેને ફરી પકડી લેવામાં આવે છે. તેમાંથી એક માણસે તેણીના ગાલ પર ચપ્પાથી લિસોટો કર્યો ત્યારે સલિમ ગાડી ચલાવતો હતો અને ગુસ્સે થયેલો જમાલ આ બનાવ જોઇ રહેલા ટોળામાં રહી ગયો.


જાવેદે મુંબઇની બહાર બીજા એક ઘરમાં જતો રહ્યો અને જમાલનો લતિકા સાથેનો સંપર્ક ફરી તૂટી ગયો. લતિકાને શોધી કાઢવાના બીજા પ્રયાસમાં, જમાલે જાણીતા ગેમ શો હૂ વોન્ટ્સ ટુ બી એ મિલિયોનેર નો સહારો લીધો, કેમકે તે જાણતો હતો કે તેણી આ શો જોવે છે. વિરામ દરમિયાન જમાલને ખોટા જવાબ માટે સંકેત કરનારા શત્રુતાભર્યુ વલણ ધરાવતા પ્રસ્તુતકર્તા હોવા છતાં તે અંતિમ પ્રશ્ન સુધી પહોંચી ગયો. શોના પ્રથમ દિવસના અંતે, જમાલ સામે 20 મિલિયન રૂપિયા જીતવા માટે એક પ્રશ્ન હતો, પરંતુ પ્રસ્તુતકર્તાએ પોલિસ બોલાવી અને જમાલને પોલિસની કસ્ટડીમાં લઇ જવામાં આવ્યો, જ્યાં તેના પર દમન ગુજારવામાં આવ્યા, કેમકે પોલિસ જાણવા માગતી હતી કે એક સામાન્ય "સ્લમડોગ" આટલા સવાલોના જવાબ કેવી રીતે આપી શકે. શોની ટેપ જોતા જોતા, દરેક પ્રશ્ન સમયે જમાલ તેની પોતાની કથા કહેતો હતો અને જણાવતો હતો કે કેવી રીતે તેના જીવનમાં પ્રસંગો બન્યા જે સંયોગિક રીતે દરેક પ્રશ્નના જવાબ સમાન હતા. પોલિસ ઇન્સ્પેક્ટરે (ઇરફાન ખાન) જમાલની જૂબાનીને વિચિત્ર સંભવિતતા ગણાવી અને તે નાણાં માટે નથી આવ્યો તેવું સમજાતા તેને અંતિમ પ્રશ્નનો જવાબ આપવા માટે શોમાં જવાની મંજૂરી આપી.


જાવેદના ઘરમાં, લતિકા શોમાં જમાલના ચમત્કારિક દેખાવ અંગેના સમાચાર જોઇ રહી હતી. સલિમ લતિકાને તેનો ફોન અને કારની ચાવી આપે છે. તે તેણીને ભાગી જવા અને "તેણે કરેલા કાર્યો માટે માફી" આપવાની વિનંતી કરે છે. લતિકાના ભાગે છે એના થોડા સમયમાં જ, સલિમ તેનું બાથટબ ચલણી નોટોથી ભરી છે અને ટબમાં બેસી તેના મોતની રાહ જોવે છે. જમાલને પૂછવામાં આવેલો છેલ્લો પ્રશ્ન એ હતો કે ધી થ્રી મસ્કિટિયર્સ વાર્તામાં ત્રીજા મસ્કિટિયરનું નામ આપો. જમાલ જ્યારે તેની અંતિમ લાઇફલાઇન ફોન-એ-ફ્રેન્ડનો ઉપયોગ કરીને સલિમને ફોન કરે છે ત્યારે, લતિકા યોગ્ય સમયમાં ફોન ઉપાડીને વાત કરવામાં સફળ રહે છે અને તેઓ ફરી મળી જાય છે. તેણી અંતિમ પ્રશ્નનો જવાબ જાણતી નથી હોતી, પરંતુ તે જમાલને જણાવે છે કે તેણી સલામત છે અને (હિન્દીમાં નહીં) બોલવાની શરૂઆત કરે છે "ભગવાન તારી સાથે છે" પરંતુ ફોનનું જોડાણ વાક્યના મધ્યમાં કપાઇ જાય છે. યોગ્ય જવાબ ન મળતા, જમાલ સાચા ઉત્તર (એરામિસ) માટે ધારણા કરે છે, જે એક મસ્કિટિયર વિષે તેઓ ક્યારેય ભણ્યા નથી, અને તે જંગી ઇનામ જીતી જાય છે. આ સાથે, જાવેદને ખબર પડે છે કે સલિમે લતિકાને ભાગવામાં મદદ કરી છે. જાવેદ અને તેના માણસો બાથરૂમનો દરવાજો તોડી નાખે છે અને સલિમ જાવેદને ગોળી મારે છે. ત્યારબાદ જાવેદના માણસો સલિમને ગોળીઓથી વિંધી નાખે છે. સલિમના છેલ્લા શબ્દો "ભગવાન મહાન છે " હતા. તે રાત્રે પછી, જમાલ અને લતિકા રેલવે સ્ટેશન પર મળે છે અને એકબીજાને ચુંબન કરે છે. ત્યારબાદ એ છતું થાય છે કે પ્રારંભિક પ્રશ્નનો સાચો જવાબ "ડી) તે લખાયેલું છે" હતો, તેનો અર્થ જમાલની કથા તેના નસીબમાં જ છે તેમ થાય. અંતિમ દ્રશ્યો દરમિયાન, જમાલ અને લતિકા અન્ય સાથે ઉભેલા લોકો અને તેમનું પાત્ર ભજવનારા યુવાન લોકો સાથે સીએસટી સ્ટેશન પર "જય હો" ગીત પર નૃત્ય કરે છે.


ક્યૂ એન્ડ એ પુસ્તકની તુલનાએ તફાવત ફેરફાર કરો


ક્યૂ એન્ડ એ માં, વાર્તા કહેનાર પ્રથમ વ્યક્તિ અને ક્વિઝ શોના સ્પર્ધકને રામ મહોમ્મદ થોમસ નામ આપવામાં આવ્યું છે, જ્યારે સ્લમડોગ મિલિયોનેર માં મુખ્ય પાત્રને જમાલ મલિક નામ આપવામાં આવ્યું છે. રામને જન્મ સમયે દિલ્હીમાં કેથલિક ચર્ચની કપડાની ટોપલીમાં છોડી દેવામાં આવ્યો હતો અને ફાધર ટિમોથી નામના હિતકારી અંગ્રેજ ખ્રિસ્તી સાધુ દ્વારા આઠ વર્ષ સુધી ઉછેરવામાં આવ્યો હતો. ચર્ચને પરત આપ્યા પહેલા ત્રણ વર્ષ માટે તેને દત્તક લેનાર કુટુંબ પરથી તેની અટક પાડવામાં આવી હતી. સ્થાનિક ધાર્મિક નેતાઓને તેના પ્રથમ અને મધ્યમ નામનું સૂચન કર્યું હતું, જેની પાછળ તેને જન્મ આપનારા માતાપિતા હિન્દુ અથવા મુસ્લિમ હોવાની માન્યતાનો આધાર હતો.[૮] ફાધર ટિમોથી તથા કેથલિક ચર્ચ કે દિલ્હીને સ્લમડોગ મિલિયોનેર માં દર્શાવવામાં આવ્યા નથી.


જ્યારે ફાધર ટિમોથીને અન્ય સાધુ દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવ્યા, ત્યારે રામને કિશોરો માટેના ઘરમાં મોકલી આપવામાં આવ્યો, જ્યાં તે એકમાત્ર અંગ્રેજી બોલી શકે તેવો છોકરો હોવાથી, તે 150 રહેવાસીઓનો નેતા બની ગયો.[૯] એક વર્ષ બાદ, સાત વર્ષની ઉંમરનો નવો રહેવાસી સલિમ ઇલયાસી એક અનાથ તરીકે સાત વર્ષની ઉંમરે આવ્યો, કેમકે તેના મુસ્લિમ કુટુંબને હિન્દુઓના ટોળાએ મારી નાખ્યું હતું. તેઓ બંને સારા મિત્રો બની ગયા.


સ્લમડોગ મિલિયોનેર માં સલિમ મલિક એ જમાલનો મોટો ભાઈ છે અને બંને ભાઈઓ હિન્દુઓના ટોળા દ્વારા અનાથ બનાવવામાં આવ્યા હતા, ત્યાર બાદ તેઓ દિલ્હીના કિશોરો માટેના ઘરને બદલે મુંબઇ શહેરના કચરા વચ્ચે રહ્યા. ફિલ્મમાં સલિમ બદમાશની અને એક કરૂણ ભૂમિક ભજવે છે, જ્યારે સલિમ પુસ્તકમાં સારુ જીવન જીવી ફિલ્મ સ્ટાર બને છે.


ફિલ્મ અને પુસ્તક બંનેમાં, બંને બાળકોને મુંબઇ નજીકની રેસિડેન્સીયલ મ્યુઝીક સ્કૂલમાં લઇ જવામાં આવે છે, જ્યાં બધા જ બાળકો લંગડા હોય છે. તેમને અંધ કવિ સૂરદાસના ગીતો શીખવવામાં આવે છે અને તેઓ અંધ તથા ગાતા ભીખારી તરીકે કામ કરે તે માટે તેમને ગીતો શીખવ્યા બાદ આંધળા બનાવવામાં આવે તેવી શક્યતા હોય છે. મોટો ભાઈ ભાગવામાં મદદ કરે છે: ફિલ્મમાં સલિમ અને પુસ્તકમાં રામ.


પુસ્તકની સરખામણીએ ફિલ્મમાં વધુ સ્પષ્ટ હિંસા છે. સ્લમડોગ મિલિયોનેર ના સૌથી વધુ ભૌગોલિક હિંસક દ્રશ્યમાં, એક ભીખારી છોકરાને ઘસડીને બેભાન કરી તેને એસિડથી આંધળો બનાવી દેવામાં આવે છે. ક્યૂ એન્ડ એ માં આ પ્રકારનું કોઇ દ્રશ્ય નથી. જોકે તેમાં તેની શક્યતા દર્શાવવામાં આવી છે.


અગિયારથી તેર વર્ષની ઉંમરના ત્રણ વર્ષ સુધી, રામ નિવૃત્ત આધેડ વયની નીલિમા કુમારી નામની ફિલ્મ અભિનેત્રીના દિવસના સમયના હાઉસબોય તરીકે કામ કરે છે. તેનો બોયફ્રેન્ડ તેણીને મારે છે, તેના સ્તનો પર સિગારેટ લગાડી દે છે અને તેને આત્મહત્યા તરફો દોરી જાય છે અને રામની રોજગારીનો અંત આવે છે.


અભિનેત્રી માટે કામ કરતો હતો ત્યારે રામ મુંબઇની ચાલીના બીજા માળે સલિમ સાથે રહેતો હતો. ગુડિયા નામની તેનાથી મોટી છોકરી ચાલીમાં તેના દારૂડીયા પિતા શાંતારામ સાથે રહેતી હતી, જેનો ચહેરો રામે ક્યારેય જોયો ન હતો. તેઓ બંને વચ્ચેની દિવાલ દ્વારા સાંભળી શકતા હતા.[૧૦] શાંતારામ તેની છોકરીને ત્યાં સુધી શારિરીક અને જાતિય રીતે પરેશાન કરતો રહ્યો જ્યાં સુધી રામે તેને મારી નાખવા માટે બાલ્કનીમાં ધક્કો માર્યો.


ત્યારબાદ રામ સલિમને છોડી દિલ્હી પરત આવી ગયો અને તેણે ઓસ્ટ્રેલિયાના રાજદૂતને ત્યાં હાઉસબોય તરીકે અને પછી આગ્રામાં તાજ મહાલ ખાતે ટુર ગાઇડ તરીકેનું કામ શોધી લીધું, જ્યાં તે નીતા નામની વેશ્યા સાથે પ્રેમમાં પડ્યો. અહીં પણ નીલિમાની ઇજાની જેમ નીતાને તેના ગ્રાહકોને સ્તન પર સિગારેટના લિસોટા પાડ્યા હતા. બંને સ્ત્રીઓને પરેશાન કરનારી વ્યક્તિ એક જ હતી.


સ્લમડોગ મિલિયોનેર માં, જમાલ ઝૂંપડપટ્ટીના સમયની તેની મિત્ર લતિકાને પ્રેમ કરતો હતો, જેને પરાણે મુંબઇમાં વેશ્યાવૃત્તિમાં ધકેલવામાં આવી હતી.

પાંચ વર્ષના લાંબા ગાળા બાદ, મુંબઇની ગલીઓમાં રામનો સલિમ સાથે આકસ્મિક ભેટો થાય છે. તેની ગેરહાજરીમાં શું બન્યુ તે અંગે સલિમ જણાવે છે. મુંબઇમાં અપંગ ભીખારી બનાવવા માટે દિલ્હીથી મુંબઇ મ્યુઝિક સ્કૂલમાં લઇ જનારા બાબુ પિલ્લાઇ ઉર્ફે મામન સાથે તેનો ફરી ભેટો થયો. તેઓ એકબીજાને ઓળખી ગયા હતા, મામને તેનો પીછો કર્યો અને સલિમ બસમાં ચડીને ફરીથી ભાગી ગયો, જે બસને પાછળથી તેમાં રહેલા બધા મુસ્લિમોને મારી નાખવા માટે હિન્દુઓના ટોળા દ્વારા રોકવામાં આવી હતી. સલિમને એક વ્યક્તિએ હેન્ડગનમાંથી ફાયરિંગ કર્યા વિના બચાવી લીધો અને તેણે સલિમને હાઉસબોય તરીકે રાખ્યો. આ બંદૂક સાથેની વ્યક્તિ કોન્ટ્રેક્ટ કિલર સાબિત થઇ. તેનો મેઇલ ખોલી તેમજ તેના એસાઇન્મેન્ટમાં ફેરફાર કરીને, સલિમ ફિલ્મ પ્રોડ્યુસરનો જીવ બચાવવામાં સફળ રહ્યો અને તેના સ્થાને તેણે મામને મરાવી નાખ્યો. આભારવશ પ્રોડ્યુસરે સલિમને અભિનયના પાઠ શીખાવાડ્યા અને તેને ફિલ્મના ઉદ્યોગમાં પ્રવેશ કરાવ્યો.


સ્લમડોગ મિલિયોનેર માં, જમાલના માટો ભાઈ સલિમ, જેનો નાનો મિત્ર નહીં તેવો એક બંદૂક સાથે બતાવવામાં આવ્યો છે. બંને એકબીજાને મળ્યા ત્યારે સલિમે મામનને બંદૂકથી ગોળી મારી દીધી. સલિમ ત્યાર બાદ લતિકાને મદદ માટે કામ કરે છે અને તેનું હદય પરિવર્તન ન થાય ત્યાં સુધી પોતાની પાસે રાખે છે અને પોતાની કાર અને મોબાઇલ ફોન આપીને તેણીને ભાગવામાં મદદ કરે છે. સલિમ ત્યારબાદ ભડવાને ગોળી મારે છે અને તેના શંકાસ્પદ સાથીઓ તેને મારી નાખે છે.


મુંબઇમાં બારટેન્ડર તરીકે, રામ તેના મૃત્યુ પામેલા આશ્રયદાતાની રિવોલ્વર ચોરી લે છે અને પ્રથમ વખત હથિયાર હાથમાં લે છે.


રામ જ્યારે ગેમ શોનો સ્પર્ધક બને છે, ત્યારે એક સંયોગ મુજબ મોટા ભાગના સવાલોના જવાબ તેના જીવનના અનુભવો પર આધારિત હોય છે. જ્યારે તે બારમા પ્રશ્નનો જવાબ આપીને એક બિલિયન રૂપિયા જીતી જાય છે ત્યારે તેને એવું જણાવવામાં આવે છે કે તે પ્રશ્ન ગણતરીમાં નહીં લેવાય અને વાસ્તવિક પ્રશ્ન #12 વ્યાપારી જાહેરાત બાદ પૂછવામાં આવશે.


વિરામ દરમિયાન, રામ અને પ્રસ્તુતકર્તા, પ્રેમ કુમાર બંને બાથરૂમમાં એકલા હોય છે. મૃત્યુ પામેલા બારના આશ્રયદાતા પાસેથી લીધેલી બંદૂક કાઢીને રામ ક્વિઝ શોમાં ભાગ લેવા પાછળના હેતુથી જાહેરાત કરે છે, તે તેના જીવનની બે સ્ત્રીઓ નીલિમા કુમારી અને આગ્રાની વેશ્યા નિતાને પરેશાન કરનારા પ્રેમની નજીક પહોંચવા માગતો હતો. તે હિંમત ગુમાવી દે છે અને તે ટ્રિગર દબાવવાને બદલે તે નવા પ્રશ્ન #12 નો જવાબ કહે તો પ્રેમને તેનું જીવન બક્ષી દેવાનો પ્રસ્તાવ મુકે છે.[૧૧]


આટલી મોટી રકમ ફરીથી જીત્યા બાદ, [૧૨]રામને પોલિસ પકડી લે છે અને તેના પર છેતરપિંડીની કબૂલાત કરવા માટે દમન ગુજારે છે. આ દ્રશ્ય પુસ્તકની શરૂઆતમાં આવે છે. સ્મિતા તરીકેની ઓળખ આપનારી મહિલા વકીલે તેને દમનમાંથી મુક્ત કરાવ્યો અને તેણીએ સંબંધિત પ્રશ્નોના ક્રમ પ્રમાણે તેની કથની વર્ણવી. પાછળથી તે પોતે ચાલીની ગુડિયા હોવાનું જણાવે છે, જેના પિતાને રામે બાલ્કનીમાંથી ધક્કો માર્યો ત્યારે તેમનો પગ તૂટી ગયો હતો અને તેને પગલે તેઓ ગુડિયા પર બળાત્કાર ગુજારતા ન હતા.


ગુડિયાએ તેને જીતેલી રકમ મેળવી આપી, રામે નિતા સાથે લગ્ન કર્યા, સલિમ ફિલ્મ સ્ટાર બની ગયો અને અપંગ બાળકોને જેલવાસમાંથી મુક્ત કરાવવામાં આવ્યા.


સ્લમડોગ મિલિયોનેર માં, જમાલે ક્યારે બંદૂક ઉપાડી નહોતી કે તેણે કોઇના પર ગોળી છોડવા માટે ધમકી પણ આપી ન હતી. સલિમે ગોળી છોડી હતી. તેમાં કોઇ વકીલ કે ગુડિયા નથી. જમાલની પોલિસ દ્વારા પૂછપરછ છેલ્લા પ્રશ્નની પછી નહીં પહેલા કરવામાં આવે છે. પોલિસ તેને ક્વિઝ શો પૂર્ણ કરવા માટે છોડી દે છે. પ્રસ્તુતકર્તા, પ્રેમ કુમારનો જમાલ કે તેની સ્ત્રીઓ સાથે કોઇ ઇતિહાસ નથી કે ખરાબ પાત્ર પણ નથી, જોકે તે જમાલને પ્રશ્નનો ખોટો જવાબ આપીને યુક્તિ અજમાવવાનો પ્રયત્ન કરે છે. શોમાં ભાગ લેવા પાછળનો જમાલનો ઉદ્દેશ લતિકાનું ધ્યાન આકર્ષવાનો હતો, જેની સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો (તેણી તેના ભાઈ સલિમની નજરકેદ હેઠળ હોવા છતાં). પુસ્તકમાં દર્શાવ્યા પ્રમાણે, તેને નાણાં અને છોકરી બંને મળે છે.


ક્યૂ એન્ડ એ માં, ક્વિઝ શોને હૂ વીલ વિન એ બિલિયન? નામ

અથવા W3B  આપવામાં આવ્યું છે, જેમાં ઇનામની રકમ તરીકે સૌથી વધુ એક બિલિયન રૂપિયાની ઓફર કરવામાં આવે છે.[૧૩]
સ્લમડોગ મિલિયોનેર માં, શોનું નામ હૂ વોન્ટ્સ ટુ બી એ મિલિયોનેર?  છે અને ઇનામની સૌથી વધુ રકમ 20 મિલિયન રૂપિયા છે.


નિર્માણ ફેરફાર કરો

 
કેનેડામાં આવેલા ટોરેન્ટોના રાઇર્સન થિયેટર ખાતે સ્લમડોગ મિલિયોનેરનું સ્ક્રિનીંગ

લેખક સિમોન બ્યુફોયે બોએક પ્રાઇઝ વિજેતા અને કોમનવેલ્થ રાઇટર્સ પ્રાઇઝ માટે નામાંકિત થયેલી, વિકાસ સ્વરૂપ દ્વારા લિખિત નવલકથા ક્યૂ એન્ડ એ ને આધારે સ્લમડોગ મિલિયોનેર લખી હતી.[૧૪] કથાને ન્યાય આપવા માટે, બ્યુફોયે ભારતમાં ત્રણ સંશોધક પ્રવાસો કર્યા હતા અને શેરીના બાળકોની મુલાકાત લીધી હતી તથા તેમના દ્રષ્ટિકોણથી તેઓ પ્રભાવિત થયા હતા. વાર્તા માટેના પોતાના લક્ષ્ય અંગે લેખકે જણાવ્યું: "હું મોટા પ્રમાણમાં મનોરંજન, હાસ્ય, વાત અને સમુદાય માટેની સમજને ફેલાવવા માગું છુ, જે ઝૂંપડપટ્ટીમાં જોવા મળે છે. તમે તેમાંથી શું લેશો તેનો આધાર તમારા પર છે."


2006ના ઉનાળા સુધીમાં, બ્રિટીશની પ્રોડક્શન કંપની કેલેડોર ફિલ્મ્સ અને ફિલ્મ4 પ્રોડક્શન્સે દિગ્દર્શક ડેની બોયેલને સ્લમડોગ મિલિયોનેર ની વાર્તા વાચવા માટે બોલાવ્યા. કેલેડોર દ્વારા પ્રસ્તુત થયેલી હૂ વોન્ટ્સ ટુ બી એ મિલિયોનેર? વિષેની ફિલ્મમાં તેઓ રસ ધરાવતા ન હોવાથી પ્રારંભમાં તેઓ અવઢવમાં હતા.[૧૫] આમ છતાં, બોયેલને જ્યારે ખબર પડી કે તેની પસંદગીની બ્રિટીશ ફિલ્મ્સમાંથી એક ધી ફૂલ મોન્ટી (1997)ના લેખક બ્યુફોયે ફિલ્મ લખી છે ત્યારે તેમણે ફરીથી ફિલ્મની વાર્તા વાંચી.[૧૬] બ્યુફોયે સ્વરૂપના પુસ્તકની બહુવિધ વાર્તાને એક વાર્તામાં સાંકળી લીધી તેનાથી બોયેલ પ્રભાવિત થયા અને દિગ્દર્શકે આ પ્રોજેક્ટમાં ભાગ લેવાનું નક્કી કરી લીધું. આ ફિલ્મ માટે 15 મિલિયન યુએસ ડોલરનો અંદાજ મુકવામાં આવ્યો, આથી કેલેડોરે ખર્ચ વહેંચી લેવા માટે યુ.એસ.ના વિતરકોને જણાવ્યું. ફોક્સ સર્ચલાઇટ પિક્ચર્સે પ્રથમ ઓફર કરી જે બે મિલિયન ડોલરની આસપાસ હોવાનું મનાય છે, પરંતુ વોર્નર ઇન્ડીપેન્ડન્ટ પિક્ચર્સે ફિલ્મના હક્કો જીતવા માટે પાંચ મિલિયન ડોલરની ઓફર કરી.[૧૫]


ગેલ સ્ટિવન્સ વૈશ્વિક પસંદગી માટે આગળ આવ્યા. સ્ટિવન્સે તેની સમગ્ર કારકીર્દિ દરમિયાન બોયેલ સાથે કામ કર્યું હતું અને તેઓ નવી પ્રતિભાઓ શોધવા માટે જાણીતા હતા. મેરેડિથ ટકરને યુએસમાં પસંદગી માટે નિમવામાં આવ્યા. ફિલ્મના નિર્માતાઓ સપ્ટેમ્બર 2007માં થોડા સભ્યો સાથે મુંબઇ આવ્યા અને કરજતમાં પ્રોડક્શન માટે સ્થાનિક લોકોની પસંદગીની શરૂઆત કરી. ભારતમાં અસલમાં નિમવામાં આવેલા પાંચ કાસ્ટિંગ ડિરેક્ટરોમાંના એક, લવલીન ટંડને જણાવ્યું, "મેં ડેની અને સ્લમડોગ ના લેખક સિમોન બ્યુફોયને એવું સૂચન કર્યું કે ફિલ્મમાં જીવંતતા લાવવા માટે તેનો કેટલોક ભાગ હિન્દીમાં રાખવો જરૂરી છે [...] તેમણે મને હિન્દીમાં સંવાદો લખવા જણાવ્યું, અને હું પ્રારંભિક પણે તે કરવા માટે સહમત થઇ. અને અમે નિર્માણની શરૂઆત કરવાની તારીખની ખૂબ નજીક પહોંચ્યા ત્યારે, ડેનીએ મને સહ-દિગ્દર્શક બનવા માટે જણાવ્યું."[૧૭] ત્યાર પછી બોયેલે ફિલ્મના ત્રીજા ભાગના અંગ્રેજી સંવાદોનું હિન્દીમાં ભાષાંતર કરવાનો નિર્ણય કર્યો. દિગ્દર્શકે વોર્નર ઇન્ડીપેન્ડન્ટના અધ્યક્ષનો સંપર્ક કરી જણાવ્યું કે તે 10 ટકા સંવાદો હિન્દીમાં રાખવા ઇચ્છે છે અને તેણીએ આ ફેરફાર પર મંજૂરીની મહોર મારી.[સંદર્ભ આપો] ફિલ્મીંગ માટેના સ્થળોમાં મુંબઇની મોટી ઝૂંપડપટ્ટી અને જુહુના શાંતિટાઉનમાં શૂટીંગનો સમાવેશ થાય છે, કે જેથી ફિલ્મ-નિર્માતાઓ લોકો સાથે મિત્રતાસભર વર્તન કરીને લોકો પર અંકુશ રાખી શકાય.[૧૫] 5મી નવેમ્બર, 2007ના રોજ ફિલ્મ નિર્માણની શરૂઆત થઇ હતી.[૧૮]



સ્વરૂપની મૂળ નવલકથા ક્યૂ એન્ડ એ ઉપરાંત ફિલ્મે ભારતીય સિનેમામાંથી પ્રેરણા લીધી હતી. [૧૯][૨૦] ટંડને સ્લમડોગ મિલિયોનેર ને હિન્દી વ્યાપારી સિનેમાને અંજલી સમાન ગણાવી હતી, અને જણાવ્યું " સિમોન બ્યુફોયે સલિમ-જાવેદના પ્રકારના સિનેમાનો ખૂબ ઝીણવટથી અભ્યાસ કર્યો હતો."[૧૯] બોયેલે મુંબઇમાં ઘણા બોલિવુડ ફિલ્મ સેટનો પ્રભાવ હોવાનો સ્વીકાર કર્યો હતો.[i]સત્ય (1998)(સ્લમડોગ મિલિયોનેર માં કોન્સ્ટેબલ શ્રીનિવાસનું પાત્ર ભજવનાર સૌરભ શુક્લા દ્વારા સહલિખીત) અને કંપની (2002) (ડી-કંપની પર આધારિત), બંનેમાં મુંબઇ અંડરવર્લ્ડના સંમોહિત કરી દે તેવા પાત્રોની રજૂઆત કરે છે અને વાસ્તવિક રીતે "નિર્દયી અને શહેરી અહિંસા" દર્શાવે છે. બોયેલે એવું પણ જણાવ્યું હતું કે સ્લમડોગ મિલિયોનેર ના શરૂઆતમાં દર્શાવવામાં આવેલા એકબીજાની પાછળ દોડતા દ્રશ્ય બ્લેક ફ્રાઇડે (2004)માં ભીડ ધરાવતી ધારાવીની ઝૂંપડપટ્ટીમાંથી પોલિસ પાછળ પડી હોય છે તે દ્રશ્ય પર આધારિત હતું (1993ના બોમ્બે બોમ્બકાંડ પર આધારિત સમાન નામ ધરાવતા એસ. હુસૈન ઝૈદીના પુસ્તક પર આધારિત).[૨૦][૨૧][૨૨][૨૩] બોયેલ જેને "ભારતીય સિનેમાની સંપૂર્ણ ચાવી" ગણાવતા હતા તેવી દીવાર (1975) એ બોમ્બેના ગેન્ગસ્ટર હાજી મસ્તાનના જીવન પર આધારિત ક્રાઇમ ફિલ્મ છે અને બોલિવુડ સ્ટાર અમિતાભ બચ્ચને આ પાત્ર ભજવ્યું હતું, જેના હસ્તાક્ષર સ્લમડોગ મિલિયોનેર ની શરૂઆતમાં જમાલ માગે છે.[૨૦]અનિલ કપૂરે એવું નોંધ્યું હતું કે ફિલ્મના કેટલાક દ્રશ્યો "દીવાર જેવા લાગતા હતા, બે ભાઈઓની વાર્તા કે જેમાં મોટો ભાઈ હંમેશા પૈસા પાછળ દોડતો હોય છે, જ્યારે નાનો ભાઈ પ્રામાણિક અને પૈસામાં રસ ધરાવતો હોતો નથી."[૨૪] પછીની ઘણી મુલાકાતોમાં અન્ય ભારતીય ફિલ્મોનો પ્રભાવ હોવાનું બોયેલે સ્વીકાર્યું હતું.[ii][૨૫] 1950ના દાયકાથી 1980ના દાયકા સુધીમાં ઉત્તમ બોલિવુડ ફિલ્મોમાં ગરીબીથી અમીરી, લાચારી દર્શાવતા વિષય પર ખૂબ ફિલ્મો બનતી હતી, જ્યારે "ભારત પણ ભૂખમરા અને ગરીબીથી ઉપર આવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું."[૨૬] ક્લાસિક બોલિવુડના અન્ય અલંકારોમાં ફેન્ટસી સિક્વન્સ અને મોન્ટાજ સિક્વન્સનો સમાવેશ થાય છે જેમાં "ભાઈ ટ્રેનમાંથી કૂદકો મારે છે અને અચાનક તે સાત વર્ષ મોટો બની જાય છે".[૨૫]


બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાન, કૌન બનેગા કરોડપતિ (હૂ વોન્ટ્સ ટુ બી એ મિલિયોનેર ના ભારતીય સંસ્કરણ)ની અંતિમ શ્રેણીના પ્રસ્તુતકર્તા કે જે સ્લમડોગ મિલિયોનેર ફિલ્મની શરૂઆત થાય ત્યારે દર્શાવવામાં આવે છે, તેમને શરૂઆતમાં ફિલ્મમાં શોમાં પ્રસ્તુતકર્તા બનવાની ઓફર કરવામાં આવી હતી, પણ તેમણે નકારી દીધી હતી. આ ભૂમિકા અન્ય બોલિવુડ સ્ટાર અનિલ કપૂરે અદા કરી હતી.[૨૭][૨૮][૨૯]સ્લમડોગ મિલિયોનેર ના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર અને કેલેડોર ફિલ્મ્સના ચેરમેન, પૌલ સ્મિથ અગાઉ હૂ વોન્ટ્સ ટુ બી એ મિલિયોનેર? ના આંતરરાષ્ટ્રીય હકો ધરાવતા હતા.[૩૦]


કલાકારો ફેરફાર કરો

  • મુખ્ય પાત્ર જમાલ મલિક તરીકે દેવ પટેલ , જે બોમ્બે/મુંબઇની ગરીબીમાં જન્મ્યો અને ઉછર્યો.[૩૧] બોયેલે હજારો યુવાન પુરૂષ અભિનેતાઓને મળ્યા અને તેમણે જાણ્યું કે બોલિવુડના અભિનેતાઓ સામાન્ય રીતે "મજબૂત, દેખાવડા હિરો જેવા હોય છે." બોયેલની પુત્રીએ બ્રિટીશ ટેલીવિઝન પર આવતા નાટક સ્કિન્સ માં કલાકારોમાંના એક દેવ પટેલ તરફ આંગળી ચીંધી.[૧૫][૧૮]
  • ફ્રેડા પિન્ટો લતિકા , જમાલના પ્રેમ તરીકે. પિન્ટો એક ભારતીય મોડેલ હતી અને તેણે અગાઉ ક્યારે ફિલ્મોમાં કામ કર્યુ ન હતું.[૧૫] તેણી એક પ્રકારનો સ્કાર્ફ પહેરે છે તે અંગે ડિઝાઇનર સટ્ટીરેટ એન લાર્લર્બ જણાવે છે, "હું તેના બાળપણની પીળા વસ્ત્રોની છાપ પછીની વાર્તામાં પણ રાખવા માગતી હતી."[૩૨]
  • મધુર મિત્તલ સલિમ મલિક , જમાલના મોટા ભાઈ તરીકે.
  • અનિલ કપૂર , પ્રેમ કુમાર તરીકે, ગેમ શોના પ્રસ્તુતકર્તા. બોયેલ પ્રારંભમાં એવું ઇચ્છતા હતા કે ભારતીય અભિનેતા શાહરૂખ ખાન આ ભૂમિકા અદા કરે,[૩૪] પરંતુ તે શક્ય બન્યું ન હતું. ખાને હૂ વોન્ટ્સ ટુ બી એ મિલિયોનેર? ના ભારતીય સંસ્કરણ કૌન બનેગા કરોડપતિ ની અંતિમ શ્રેણીમાં કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કપૂરે અમિતાભ બચ્ચન સાથે શોમાં ભાગ લીધો હતો અને રૂ. 5,000,000 જીત્યા હતા.
  • ઇરફાન ખાન પોલિસ ઇન્સ્પેક્ટર તરીકે
  • સૌરભ શુક્લા હેડ કોન્સ્ટેબલ શ્રીનિવાસ તરીકે
  • મહેશ માંજરેકર જાવેદ તરીકે
  • અંકુર વિકાલ મામન તરીકે
  • રાજેન્દ્રનાથ ઝૂત્શી મિલિયોનેર શો પ્રોડ્યૂસર તરીકે
  • સંચિતા ચૌધરી જમાલની માતા તરીકે
  • શાહ રૂખ મુન્શી ઝૂંપડપટ્ટીના બાળક તરીકે. શાહ રૂખ વાસ્તવિકતામાં મુંબઇની ઝૂંપડપટ્ટીનો એક બાળક છે.[૨૬]
  • મોહઝીમ શકિમ શેખ કુરેશી ઝૂંપડપટ્ટીના અપંગ બાળક તરીકે. મોહઝીમ શકિમ એ વાસ્તવિકતામાં મુંબઇની ઝૂંપડપટ્ટીનો એક બાળક છે.[૩૩]
  • ડેવિડ ગીલિયમ , તાજ મહાલ ખાતે અમેરિકન પ્રવાસી તરીકે
  • જેનેટ દે વિગ્ને , તાજ મહાલ ખાતે જર્મન પ્રવાસી તરીકે.
  • દેવેશ રાવલ , ભગવાન રામના વસ્ત્રોમાં સજ્જ છોકરા તરીકે, વાદળી રંગ.


રજૂઆત અને બોક્સ ઓફિસ પર દેખાવ ફેરફાર કરો

ઓગસ્ટ 2007માં, વોર્નર ઇન્ડીપેન્ડન્ટ પિક્ચર્સે સ્લમડોગ મિલિયોનેર ને થિયેટરોમાં પ્રસ્તુત કરવા માટેના ઉત્તર અમેરિકાના હક્કો અને પાથે મેળવ્યા હતા.[૧૮] આમ છતાં, મે 2008માં, વોર્નર ઇન્ડીપેન્ડન્ટ પિક્ચર્સ બંધ થઇ ગયું હતું અને તેના બધા જ પ્રોજેક્ટ્સ તેના મુખ્ય સ્ટુડિયો વોર્નર બ્રધર્સે હસ્તક લીધા હતા. વોર્નર બ્રધર્સને સ્લમડોગ મિલિયોનેર ના વ્યાપારી ભવિષ્ય અંગે શંકા હતી અને તેમણે યુ.એસ.માં થિયેટરોમાં રજૂઆતને બદલે સીધી ડીવીડી રજૂ કરવાનું સૂચન કર્યું હતું.[૩૫] ઓગસ્ટ 2008માં, વર્ષના અંતની ફિલ્મોના ભારને હલકો કરવા માટે વિવિધ પ્રોડક્શન્સ માટે ખરીદદારોની શોધ કરવાનું સ્ટુડિયોએ શરૂ કર્યું.[૩૬] મહિનાના મધ્ય ભાગમાં, વોર્નર બ્રધર્સે ફિલ્મના વિતરણ માટે ફોક્સ સર્ચલાઇટ પિક્ચર્સ સાથે કરાર કર્યો, જેમાં ફોક્સ સર્ચલાઇટે ફિલ્મમાં વોર્નર બ્રધર્સનો 50 ટકા હિસ્સો ખરીદ્યો અને યુએસમાં વિતરણનું કાર્ય સંભાળ્યું.[૩૭]


81માં એકેડેમી એવોર્ડ્સમાં ફિલ્મને મળેલી સફળતા બાદ, ફિલ્મ વિશ્વના બોક્સ ઓફિસમાં ટોચ પર આવી ગઇ (ઉત્તર અમેરિકા સિવાય), એકેડેમી એવોર્ડ પછીના સપ્તાહમાં 34 બજારોમાંથી 16 મિલિયન ડોલરનો વકરો થયો.[૩૮] વૈશ્વિક સ્તરે, ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 377 મિલિયન ડોલરની કમાણી કરી છે.[૧]


ઉત્તર અમેરિકા ફેરફાર કરો

 
2008 ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે કલાકારો દેવ પટેલ અને ફ્રેડા પિન્ટો


30મી ઓગસ્ટ, 2008ના રોજ સ્લમડોગ મિલિયોનેર પ્રથમ વખત ટેલ્લુરાઇડ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે દર્શાવવામાં આવી, જ્યા તેને પ્રેક્ષકોએ હકારાત્મક રીતે તેનો સ્વીકાર કર્યો અને રોમાંચ ઉભો કર્યો.[૩૯] 7મી સપ્ટેમ્બર, 2008ના રોજ ફિલ્મ ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે પણ દર્શાવવામાં આવી, જ્યા તેણે પીપલ્સ ચોઇસ એવોર્ડ જીતીને,[૪૦] "ફેસ્ટિવલની સૌથી વધુ જાણીતી લોકપ્રિય" સફળતા બની.[૪૧]સ્લમડોગ મિલિયોનેર 12મી નવેમ્બર, 2008ના રોજ મર્યાદિત રીતે ઉત્તર અમેરિકામાં રજૂ થઇ, અને ત્યાર બાદ 23મી જાન્યુઆરી, 2009ના સમગ્ર યુનાઇટડે સ્ટેટ્સમાં રજૂ થઇ.[૪૨]


બુધવારના રોજ રજૂ થયા બાદ, ફિલ્મે પ્રથમ સપ્તાહમાં જ 10 થિયેટરોમાં 360,018 ડોલરની કમાણી કરી, જે થિયેટરદીઠ 36,002 ડોલરની મજબૂત સરેરાશ દર્શાવે છે.[૪૩][૪૪] તેના બીજા સપ્તાહમાં, થિયેટરની સંખ્યા 32 થઇ અને તેણે પ્રતિ થિયેટર 29,619 ડોલરની સરેરાશ સાથે 947,795 ડોલરની કમાણી કરી, જે ફક્ત 18 ટકાનો ઘટાડો દર્શાવે છે.[૪૩] જે 10 અસલ થિયેટરોમાં તે રજૂ થઇ હતી, તેમાં વ્યૂઅરશીપમાં 16 ટકાનો વધારો થયો હતો અને તે શબ્દોથી થયેલા મજબૂત પ્રસારને આભારી હતો.[૪૫] 25મી ડિસેમ્બર, 2008ના રોજ, ફિલ્મ 614 થિયેટર્સ સુધી વિસ્તરી હતી અને લાંબા નાતાલના વેકેશનમાં 5,647,007 ડોલરની કમાણી કરી હતી.[૪૨]81માં એકેડેમી એવોર્ડ ખાતે મળેલી સફળતા બાદ, ફિલ્મની કમાણીમાં 43 ટકાનો વધારો થયો હતો,[૪૬] જે ટાઇટેનિક બાદ કોઇ પણ ફિલ્મ માટે વધારે હતી.[૪૭] 27મી ફેબ્રુઆરીથી 1લી માર્ચ સુધીના સપ્તાહમાં, ફિલ્મ સૌથી વધુ 2,943 થિયેટરોમાં રજૂ થઇ હતી.[૪૮] ફિલ્મે ઉત્તર અમેરિકન બોક્સ ઓફિસ પર 140 મિલિયન ડોલરથી વધુની કમાણી કરી.[૧]


31મી માર્ચ, 2009ના રોજ ફિલ્મ ડીવીડી અને બ્લૂ-રે પર રજૂ કરવામાં આવી હતી. અગાઉ એવી જાહેરાત કરવામાં આવી હતી કે 20મી સેન્ચુરી ફોક્સ હોમ એન્ટરટેઇન્મેન્ટ પ્રત્યેક અલગ રજૂઆત માટે નવા માર્કેટીંગ કાર્યક્રમની રજૂઆત કરશે: રેન્ટલ માર્કેટ માટે સામાન્ય નાની આવૃત્તિ અને રિટેલ બજાર માટે પરંપરાગત પૂર્ણ આવૃ્ત્તિ, જેમાં કોમેન્ટરી અને "મેકીંગ ઓફ" જેવી વધારાની લાક્ષણિકતાઓ પણ હોય. રજૂઆત સમયે પ્રોડક્શનમાં મિશ્રણ થઇ ગયુ; કેટલીક પૂર્ણ આવૃત્તિઓ રેન્ટલ બજારોમાં મોકલવામાં આવી અને કેટલીક રિટેલ આવૃત્તિઓની બોક્સની બહાર લખ્યું હોવા છતાં તેમાં એવું કંઇ જોવા ન મળ્યું. ફોક્સ અને એમેઝોન દ્વારા જાહેર માફી માગવામાં આવી. [૪૯]


યુરોપ ફેરફાર કરો

આ ફિલ્મ 9મી જાન્યુઆરી, 2009ના રોજ યુનાઇટેડ કિંગ્ડમમાં રજૂ થઇ અને યુકે બોક્સ ઓફિસ પર બીજા ક્રમ સાથે શરૂ થઇ.[૫૦] ફિલ્મ તેના બીજા સપ્તાહના અંતે પ્રથમ ક્રમ પર પહોંચી અને ફિલ્મની કમાણીમાં 47 ટકાનો વધારો થતા તેણે યુકે બોક્સ ઓફિસ પર વિક્રમ સર્જ્યો. યુકેમાં ફિલ્મોના ઇતિહાસમાં આ વધારો સૌથી વધારે હતો, "આ વિક્રમ અગાઉ 13 ટકા સાથે બિલી ઇલિયટ ' ધરાવતી હતી." સ્લમડોગ મિલિયોનેર ચાર ગોલ્ડન ગ્લોબ અને અગિયાર બાફ્ટા એવોર્ડ જીતી ત્યાર બાદ બીજા સપ્તાહમાં વિક્રમજનક ટિકીટોનું વેચાણ થયું. યુકેના રજૂઆતના પ્રથમ અગિયાર દિવસમાં ફિલ્મે 6.1 મિલિયન પાઉન્ડની કમાણી કરી હતી.[૫૧] પછીના સપ્તાહમાં કમાણીમાં વધુ સાત ટકાનો વધારો થયો, તે સાથે યુકેમાં પ્રથમ સત્તર દિવસોમાં ફિલ્મની કમાણી વધીને 10.24 મિલિયન પાઉન્ડ [૫૨][૫૩]અને ત્રીજા સપ્તાહમાં 14.2 મિલિયન પાઉન્ડ થઇ.[૫૪]


20મી ફેબ્રુઆરી, 2009ના રોજ, યુકે બોક્સ ઓફિસ પર ફિલ્મની કમાણી 22,973,110 પાઉન્ડ થતા[૫૫] તે "છેલ્લા 12 મહિનાની યુકેથી આઠમા ક્રમની સૌથી વધુ સફળ ફિલ્મ બની."[૫૬] 1 માર્ચ, 2009ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, 81માં એકેડેમી એવોર્ડમાં તેને આઠ ઓસ્કાર્સ મેળવવામાં મળેલી સફળતા પછી, ફિલ્મ 2 માર્ચ, 2009 સુધીમાં 26 મિલિયન ડોલરની કમાણી કરીને યુકે બોક્સ ઓફિસ[૫૭] પર પ્રથમ ક્રમે પરત ફરી.[૫૮] 17મી મે, 2009ના રોજ, યુકેમાં કુલ કમાણી 31.6 મિલિયન પાઉન્ડથી વધારે હતી.[૫૯] આ ફિલ્મ 1 જૂન, 2009ના રોજ ડીવીડી અને બ્લૂ-રે પર રજૂ કરવામાં આવી હતી.


ફિલ્મને એકેડેમી એવોર્ડમાં મળેલી સફળતા બાદ પછીના સપ્તાહોમાં યુરોપમાં દરેક સ્થળોએ તેની કમાણીમાં મોટો વધારો નોંધાયો. તેનો એક દેશમાં નોંધાયેલો સૌથી મોટો ઉછાળો ઇટાલીમાં નોંધાયો હતો, જે પાછળના સપ્તાહથી 556 ટકા વધ્યો હતો. ફ્રાન્સ અને સ્પેનમાં પણ અનુક્રમે 61 ટકા અને 73 ટકાનો વધારો થયો હતો. સમાન સપ્તાહ દરમિયાન, ફિલ્મ અન્ય યુરોપિયન દેશોમાં સફળતાપૂર્વક રજૂ થઇ: ક્રોએશિયામાં તેણે 10 સ્ક્રીન્સમાંથી 170,419 ડોલરની કમાણી કરી, જે છેલ્લા ચાર મહિનાનું તેનું સૌથી મોટું ઓપનીંગ હતું; અને પોલેન્ડમાં 715,677 ડોલર સાથે બીજા ક્રમે રહ્યું. આ ફિલ્મ સ્વીડનમાં 6 માર્ચ, 2009 અને જર્મનીમાં 19 માર્ચ, 2009ના રોજ રજૂ થઇ હતી.[૩૮]


ભારત ફેરફાર કરો

ભારતમાં, સ્લમડોગ મિલિયોનેર નું પ્રિમીયર 22મી જાન્યુઆરી, 2009ના રોજ મુંબઇ ખાતે યોજાયું અને તેમાં સોથી વધારે લોકોએ ભાગ લીધો હતો, જેમાં ભારતીય ફિલ્મ ઉદ્યોગના અગ્રણી લોકોનો સમાવેશ થાય છે. ફિલ્મની મૂળ આવૃત્તિ ઉપરાંત ભારતમાં હિન્દીમાં ડબીંગ થયેલી આવૃત્તિ સ્લમડોગ કરોડપતિ (स्लमडॉग करोड़पति)ની પણ રજૂઆત કરવામાં આવી હતી.[૬૦] ફિલ્મને અસલમાં સ્લમડોગ મિલિયોનેર: કૌન બનેગા કરોડપતિ નામ અપાયું હતું, પરંતુ વૈધાનિક કારણોને લીધે તેને ટૂંકુ કરવામાં આવ્યું હતું. ડબીંગનું કામકાજ સંભાળનાર, લવલીન ટંડને જણાવ્યું, "અનિલ કપૂર, ઇરફાન ખાન અને અંકુર વિકાલ સહિતના બધા મૂળ અંગ્રેજી ફિલ્મમાં રહેલા કલાકારોએ ડબીંગ કર્યું હતું. મુખ્ય પુરૂષ કલાકાર, દેવ પટેલના અવાજ માટે અમને ચેમ્બુરમાંથી પ્રદિપ મોટવાણી નામનો યુવક મળી ગયો. મારે અતિશયોક્તિભર્યુ ડબીંગ કરવું ન હતું. મારે યુવાન અક્ષીણ અવાજની જરૂર હતી."[૬૧]


ફોક્સ સર્ચલાઇટે 23મી જાન્યુઆરી, 2009ના રોજ સમગ્ર ભારતમાં રજૂઆત માટે 351 પ્રિન્ટ્સ ફાળવી હતી.[૬૨] ફોક્સ સર્ચલાઇટના કહેવા પ્રમાણે, તેણે ભારતીય બોક્સ ઓફિસ પર પ્રથમ સપ્તાહમાં રૂ. 2,35,45,665 અથવા[૬૩] 2.2 મિલિયન ડોલરની કમાણી કરી હતી. પ્રથમ સપ્તાહ દરમિયાન ભારતની મુખ્ય બોલિવુડ ફિલ્મોની રજૂઆત જેટલી સફળતા ન મળી હોવા છતાં, તે કોઇ પણ ફોક્સ ફિલ્મ માટે સૌથી વધુ સપ્તાહના અંતની કમાણી અને દેશમાં પાશ્ચાત્ય રજૂઆત માટે સૌથી વધુ ત્રીજા ક્રમની કમાણી ધરાવતી હતી, જે ફક્ત સ્પાઇડર મેન અને કેસિનો રોયાલ થી જ પાછળ હતી.[૬૨] ભારતીય બોક્સ ઓફિસ ખાતે તેના બીજા સપ્તાહમાં ફિલ્મની કમાણી વધીને રૂં. 3,04,70,752 થઇ હતી.[૬૩]


કેટલાક વિશ્લેષકોએ ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મના દેખાવ અંગે અભિપ્રાય વ્યક્ત કર્યા. ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહ્ટાએ જણાવ્યુ, " આ ફિલ્મમાં નામમાં જ સમસ્યા છે. મોટા ભાગના ભારતીયો માટે સ્લમડોગ શબ્દ અજાણ્યો છે." આ ઉપરાંત, ટ્રેડ એનાલિસ્ટ અમોદ મેહરે જણાવ્યું કે અનિલ કપૂર સિવાય ફિલ્મમાં કોઇ જાણીતો કલાકાર ન હતો, આથી "ફિલ્મ... ભારતીય સેન્ટીમેન્ટ માટે યોગ્ય જણાતી નથી." એક સિનેમાના માલિકે ટિપ્પણી કરી, "ઝૂંપડપટ્ટીના છોકરો સચોટ અંગ્રેજી બોલે તે બંધ બેસતુ નથી પરંતુ જ્યારે તેઓ હિન્દીમાં બોલે છે ત્યારે તે સત્યની વધુ નજીક લાગે છે." ફિલ્મની ડબ થયેલી હિન્દી આવૃત્તિ, સ્લમડોગ કરોડપતિ એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી અને તે આવૃત્તિની વધારાની નકલો પણ રજૂ કરવામાં આવી.[૬૪] ફિલ્મને 81માં એકેડેમી એવોર્ડમાં મળેલી સફળતા બાદ પછીના સપ્તાહોમાં ભારતમાં ફિલ્મની કમાણીમાં 470 ટકાનો વધારો થયો અને તે સપ્તાહમાં કુલ 6.3 મિલિયન ડોલરની કમાણી થઇ.[૩૮] 15મી માર્ચ, 2009 સુધીમાં, સ્લમડોગ કરોડપતિ એ ભારતીય બોક્સ ઓફિસ પર રૂ. 15,86,13,802ની કમાણી કરી હતી.[૬૫]


એશિયા-પેસિફીક ફેરફાર કરો

ફિલ્મને એકેડેમી એવોર્ડમાં મળેલી સફળતા બાદ એશિયા-પેસિફીક ક્ષેત્રમાં તેની કમાણીમાં જંગી વધારો થયો હતો. ઓસ્ટ્રેલિયામાં, કમાણીમાં 53 ટકાનો વધારો થતા તે ફિલ્મ બીજા ક્રમે પહોંચી ગઇ હતી.[૩૮] હોંગ કોંગમાં, ફિલ્મની રજૂઆત બાદના પ્રથમ સપ્તાહમાં એક મિલિયન ડોલરની કમાણી હતી, જે તે વર્ષની બીજા ક્રમનું સૌથી મોટુ ઓપનીંગ હતું.[૩૮] આ ફિલ્મ 18મી એપ્રિલ, 2009ના રોજ જાપાનમાં, 19મી માર્ચ, 2009ના રોજ દક્ષિણ કોરિયામાં, 26મી માર્ચ, 2009ના રોજ ચીનમાં, 10મી એપ્રિલ, 2009ના રોજ વિયેટનામમાં[૩૮] અને 11મી એપ્રિલ, 2009ના રોજ ફિલીપાઇન્સમાં રજૂ થઇ હતી.


મોટે ભાગ, ફિલ્મે પૂર્વ એશિયામાં જંગી સફળતા મેળવી હતી. પીપલ્સ રિપબ્લીક ઓફ ચાઇનામાં, ફિલ્મે શરૂઆતના સપ્તાહ (27-29 માર્ચ)માં 2.2 મિલિયન ડોલરની કમાણી કરી હતી. જાપાનમાં, ફિલ્મે 12 મિલિયન ડોલરની કમાણી હતી, જે કોઇ પણ એશિયન દેશ કરતા વધારે હતી.[૬૬]


ક્રિટીકલ રીસેપ્શન(સ્વીકાર) ફેરફાર કરો

એકેડેમી એવોર્ડના વિક્રમો
1. શ્રેષ્ઠ ચિત્રપટ
2. શ્રેષ્ઠ દિગ્દર્શક , ડેની બોયેલ
3. શ્રેષ્ઠ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે , સિમોન બ્યુફોય
4. શ્રેષ્ઠ સિનેમટોગ્રફિ , એન્થની ડોડ મેન્ટલ
5. શ્રેષ્ઠ ઓરિજીનલ સ્કોર , એ. આર. રહેમાન
6. શ્રેષ્ઠ અસલ ગીત - "જય હો" , એ. આર. રહેમાન અને ગુલઝાર
7. શ્રેષ્ઠ ફિલ્મ એડિટીંગ , ક્રિસ ડીકન્સ
8. શ્રેષ્ઠ સાઉન્ટ મિક્સીંગ , રસુલ પૂકુટ્ટી, રિચર્ડ પાઇક, અને ઇયાન ટેપ
બાફ્ટા એવોર્ડના વિક્રમો
1. શ્રેષ્ઠ ફિલ્મ , ક્રિસ્ટીયન કોલ્સન
2. શ્રેષ્ઠ દિગ્દર્શક , ડેની બોયેલ
3. શ્રેષ્ઠ એડેપ્ટેડ સ્કીનપ્લે , સિમોન બ્યુફોય
4. શ્રેષ્ઠ સિનેમટીગ્રફિ , એન્થની ડોડ મેન્ટલ
5. શ્રેષ્ઠ ફિલ્મ સંગીત , એ. આર. રહેમાન
6. શ્રેષ્ઠ એડિટીંગ , ક્રિસ ડીકન્સ
7. શ્રેષ્ઠ સાઉન્ડ , ગ્લેન ફ્રીમેન્ટલ, રસુલ પૂકુટ્ટી, રિચર્ડ પાઇક, ટોમ સેયર્સ, ઇયાન ટેપ
ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સના વિક્રમ
1. શ્રેષ્ઠ ચિત્રપટ – નાટક
2. શ્રેષ્ઠ દિગ્દર્શક , ડેની બોયેલ
3. શ્રેષ્ઠ વાર્તા , સિમોન બ્યુફોય
4. શ્રેષ્ઠ ઓરિજીનલ સ્કોર , એ. આર. રહેમાન


પુરસ્કારો અને સન્માનો ફેરફાર કરો


સ્લમડોગ મિલિયોનેર સૌથી વધુ સ્વીકૃત, વિવિધ સમાચારપત્રોમાં ટોચના 10 સમાચારોમાં સ્થાન પામી હતી.[૬૭] 22મી ફેબ્રુઆરી, 2009ના રોજ, શ્રેષ્ઠ ચિત્રપટ અને શ્રેષ્ઠ દિગ્દર્શક સહિત જેના માટે નામાંકન થયું હતું તેવા દસ એકેડેમી એવોર્ડમાંથી આઠ જીત્યા હતા. આ ફક્ત આઠમી ફિલ્મ છે કે જેણે આઠ એકેડેમી એવોર્ડ[૬૮] જીત્યા હોય અને સિંગલ એક્ટીંગ નોમિનેશન સિવાય અગિયારમું શ્રેષ્ઠ ચિત્રપટ માટેનો ઓસ્કાર જીતી હોય.[૬૯]


આ ફિલ્મે અગિયાર બાફ્ટા એવોર્ડ્સમાંથી સાત જીત્યા કે જેના માટે તે નામાંકિત થઇ હતી, જેમાં શ્રેષ્ઠ ફિલ્મનો સમાવેશ થાય છે; બધા જ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ જેના માટે તે નામાંકિત થઇ હતી, જેમાં શ્રેષ્ઠ નાટક ફિલ્મનો સમાવેશ થાય છે; અને છમાંથી પાંચ ક્રિટીક્સ ચોઇસ એવોર્ડ્સ જીત્યા હતા કે જેના માટે તે નામાંકિત થઇ હતી.


આ ફિલ્મની શ્રેણીને બ્રોડકાસ્ટ ડિઝાઇન એવોર્ડની કક્ષામાં પ્રેસિજીયસ 2009 રશીસ સોહો શોર્ટ્સ ફેસ્ટિવલમાં નામાંકન આપીને સન્માન કરવામાં આવ્યું, જેની સામે આર્ડમેનના ટાઇટલ સાથેની મેચ ઓફ ધી ડે યુરો 2008 અને એજન્ડા કલેક્ટિવ દ્વારા બે પ્રોજેક્ટ્સ સામે સ્પર્ધામાં હતી.


ભારત બહારની પ્રતિક્રિયાઓ ફેરફાર કરો

 
81માં એકેડેમી એવોર્ડમાં યુએસ ખાતે સ્લમડોગ મિલિયોનેરની ટીમ

સ્લમડોગ મિલિયોનેર ને વિશ્વના પશ્ચિમના દેશો તરફથી ટીકાત્મક સ્વીકાર મળ્યો હતો.[[]] 16 એપ્રિલ, 2009 સુધીમાં, રોટ્ટેન ટોમેટોસે ફિલ્મને 94 ટકા રેટિંગ સાથે 193 ફ્રેશ અને 13 રોટ્ટેન સમીક્ષા આપી હતી. તેનો સરેરાશ સ્કોર 8.2/10 છે.[૭૦] મુખ્ય ટીકાકારોમાંથી સમીક્ષા કરીને 100માંથી સામાન્ય રેટિંગ આપતી મેટાક્રિટીક ખાતે, ફિલ્મને 36 સમીક્ષાઓને આધારે 86 રેટીંગ મળ્યા હતા.[૭૧] મુવી સિટી ન્યૂઝ એવુ દર્શાવે છે કે ફિલ્મ 286 જેટલા ક્રિટીક યાદીમાંથી 123 વિવિધ ટોપ ટેન યાદીમાં આ ફિલ્મને સ્થાન મળ્યું હતું, જે 2008માં કોઇ પણ ફિલ્મ કરતા ત્રીજા ક્રમની સૌથી વધુ યાદીમાં સ્થાન પામેલી ફિલ્મ હતી.[૭૨]


શિકાગો સન ટાઇમ્સ ના રોજર એબર્ટે ચારમાંથી ચાર સ્ટાર આપ્યા હતા, અને જણાવ્યું હતું કે "આ શ્વાસ થંભાવી દે તેવી રોમાંચક વાર્તા, આનંદ આપે તેવી ફિલ્મ છે."[૭૩]વોલ સ્ટ્રીટ જર્નલ ના ટીકાકાર જો મોર્ગન્સ્ટને સ્લમડોગ મિલિયોનેર ને "વિશ્વની પ્રથમ વૈશ્વિક શ્રેષ્ઠ કૃતિ તરીક ગણાવી હતી."[૭૪]ધી વોશિંગ્ટન પોસ્ટ ના એન હોર્નાડેએ એવી દલીલ કરી હતી, નવા જમાનાની રંકથી રાજા તરફ જતી ફિલ્મે ચાલુ વર્ષની શરૂઆતમાં ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓડિયન્સ એવોર્ડ જીત્યો અને તે કેમ તેવું પૂછવાની જરૂર નથી. ટીવી શો "હૂ વોન્ટ્સ ટુ બી એ મિલિયોનેર"ના દેશની પોતાની આવૃત્તિમાં ભારત ખૂબ જ ઝડપથી વૈશ્વિક કક્ષાએ ફેલાતા કે જેમાં ટાઇમલેસ મેલોડ્રામા અને જીવનના બધા જ દુખો સાથે જીવતા મહેનતકશ અનાથોને જોતા "સ્લમડોગ મિલિયોનેરે" એકવીસમી સદી માટે ચાર્લ્સ ડિકન્સનું કામ કર્યું છે."[૭૫]લોસ એન્જલસ ટાઇમ્સ ના કેનેથ ટુરાને વર્ણવ્યું, "ફિલ્મ હોલિવુડ પ્રકારની રોમેન્ટીક મેલોડ્રામા છે જે અલ્ટ્રા-મોર્ડન માર્ગે સ્ટુડિયોના બધા જ લોકોને સંતોષ આપી શકે છે" અને "સ્ટાર-ક્રોસ્ડ રોમાન્સને કારણે અસલ વોર્નર બ્રધર્સ ભેટી પડતા અને કદાચ એવું વર્તન કરતા કે કોઇએ તે કરવાનો વિચાર પણ ન કર્યો હોય."[૭૬]ન્યૂ યોર્કર ના એન્થની લેને જણાવ્યું, "અહીં કઇં બંધબેસતુ નથી. બોયેલ અને ફોટોગ્રાફીના દિગ્દર્શક એન્થની ડોડ મેન્ટલની આગેવાની હેઠળની ટીમ સ્પષ્ટપણે એવું માનતી હતી કે તેની ઉંચી બિલ્ડીંગો અને પંદર મિલિયનથી પણ વધુ વસ્તી ધરાવતા મુંબઇ શહેરને તેમણે ડિકન્સના લંડન તરીકે લીધું હતું [...] ઉપરાંત તેમણે પસંદ કરેલી વાર્તા ફક્ત માત્ર કલ્પના હતી, તેમાં કોઇ સ્પષ્ટ વિગતો નહીં પરંતુ લાગણીસભર આવેગો છે. ફિલ્મના અંતમાં રેલરોડ સ્ટેશન ખાતે બોયેલ કેવી રીતે પોતાના કલાકારોને એક આઇટમ ગીત માટે એકત્ર કરી શકે? વાસ્તવિકતાનો દાવો કરતી આ ફિલ્મને તમે ઠપકો આપી શકો અથવા તમે ચાલી રહેલા પ્રવાહ સાથે રહીને તેને યોગ્ય પસંદ કહી શકો. "મેન્ક્સ ઇન્ડીપેન્ડન્ટના [૭૭]કોલ્મ એન્ડ્રૂએ પણ એવું કહેતા ફિલ્મના ખૂબ વખાણ કર્યા, સફળ મિશ્રણ અને સારી વાર્તા સાથે ઉચ્ચતમ અભિનય તથા હૂ વોન્ટ્સ ટુ બી એ મિલિયોનેર પ્રસંગોને દર્શાવવા માટે આદર્શ સાધન સાબિત થયું".[૭૮] ઘણા અન્ય સમીક્ષકોએ સ્લમડોગ મિલિયોનેર ને બોલિવુડ પ્રકારની "મસાલા" ફિલ્મ ગણાવી [૭૯]કેમકે ફિલ્મમાં "કૌટુંબિક સંબંધોમાંથી અસ્વસ્થ મસાલા[૮૦]ની રજૂઆત કરવામાં આવી છે અને એકબીજાને શોધતા મુખ્ય રોમેન્ટિક પાત્રો પરાકાષ્ઠાએ પહોંચે છે."[૮૧]


અન્ય ટીકાકારોએ મિશ્રીત અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. ઉદાહરણ તરીકે, ગાર્ડિયન ના પિટર બ્રેડશોએ આ ફિલ્મને એવું કહેતા પાંચમાંથી ત્રણ સ્ટાર આપ્યા હતા, "સારી વાર્તા અને ભારતના શેરીના બાળકો દ્વારા કરવામાં આવેલા સારા અભિનય છતાં આ વાર્તા આનંદની માગ ન કરતી અને પ્રતિબિંબીત ન થાય તેવી ફિલ્મ છે, જેમાં ભારતનું વર્ણન પ્રવાસીની નજરે નહીં પરંતુ બાહ્ય વ્યક્તિ તરીકે કરવામાં આવ્યું છે; તે ફક્ત મનોરંજન માટે છે, તેને ગંભીર રીતે લઇ શકાય નહીં." તેણે એવો પણ નિર્દેશ કર્યો કે આ ફિલ્મના સહ-પ્રસ્તુતકર્તા કેલેડોર છે, જે અસલ હૂ વોન્ટ્સ ટુ બી એ મિલિયોનેર? ના હકો ધરાવે છે. અને એવો દાવો પણ કર્યો " તે આ કાર્યક્રમ માટે ખૂબ લાંબા પ્રોડક્ટ પ્લેસમેન્ટ જેવું લાગે છે."[૮૨] ઘણા ટીકાકારોએ તેમ પણ જણાવ્યું હતું. સાન ફ્રાન્સિસ્કો ક્રોનિકલ ના મિક લાસેલે જણાવ્યુ, "સ્લમડોગ મિલિયોનેર ની વાર્તામાં જ સમસ્યા છે. આ ફિલ્મ સ્ટાર્ટ-એન્ડ-સ્ટોપના માર્ગે બધુ બહાર પાડે છે, જે સસ્પેન્સના તત્વને મારી નાખે છે, ફક્ત ફ્લેશબેક પર જ આધાર રાખે છે જે ફિલ્મની ઝડપને શોષી લે છે.... સંપૂર્ણ ફિલ્મમાં યુક્તિભરી વાર્તાનો વ્યૂહ છે જે સ્લમડોગ મિલિયોનેર છેલ્લી 30 મિનીટ બાદ લોકોને જકડી રાખે છે. પરંતુ ત્યારે ખૂબ મોડુ થઇ ગયું હોય છે."[૮૩]

ઇન્ડીવાયરના એરિક હેન્સ તેને પ્રતિસ્પર્ધી ફિલ્મ ફોરેસ્ટ ગમ્પ  સામે બોમ્બાસ્ટીક અને રોમેન્ટીક ટ્રેમ્પ્સની વાર્તા પર ડિકન્સ બાદની કહાની તથા નૈતિકતા અને કલ્પનાઓની દ્રષ્ટિએ મૂર્ખામીભરી નવલકથા ગણાવે છે.[૮૪]


ભારત અને ભારતીય ડાયસ્પોરા તરફથી પ્રતિભાવો ફેરફાર કરો


સ્લમડોગ મિલિયોનેર ભારત અને ભારતીય ડાયસ્પોરાના વિવિધ લોકો વચ્ચે એક ચર્ચાનો વિષય બની ગયો છે. કેટલાક ટીકાકારોએ આ ફિલ્મને હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. એ જ સમયે, અન્ય લોકોએ જમાલ દ્વારા બ્રિટીશ અંગ્રેજીના ઉપયોગ અથવા આ પ્રકારની ફિલ્મો માટે ભારતીય ફિલ્મનિર્માતાઓને સમાન પ્રકારને ન મળેવી સ્વીકૃતિનો પણ વિરોધ કર્યો હતો. આમિર ખાન અને પ્રિયદર્શન જેવા અગ્રણી ફિલ્મનિર્માતાઓએ આ ફિલ્મની ટીકા કરી હતી. લેખક અને સમીક્ષક સલમાન રશ્દીએ એવી દલીલ કરી કે "તેમાં વિચિત્ર રીતે મિથ્યાભિમાન દર્શાવવામાં આવ્યું છે." [૮૫]


વિવાદો ફેરફાર કરો


સ્લમડોગ મિલિયોનેરે તેના બાળ કલાકારોના કલ્યાણ તેમજ ભારતીયો તથા હિન્દુવાદના વર્ણન જેવા થોડા મુદ્દાઓ અંગે વિવાદ ઉભા કર્યા હતા.


સામાજિક અસર ફેરફાર કરો

ફિલ્મની લોકપ્રિયતાને કારણે, "જય હો" અને "સ્લમડોગ" જેવા શબ્દો આંતરરાષ્ટ્રીય શબ્દકોશમાં સ્થાન પામ્યા. [૮૬]


સાઉન્ડ ટ્રેક ફેરફાર કરો


સ્લમડોગ મિલિયોનેર ના સાઉન્ડટ્રેકનું નિર્માણ એ. આર. રહેમાન કર્યું હતું, જેમણે બે મહિના સુધી સ્કોરનું આયોજન કર્યું હતું અને બે સપ્તાહમાં તેને પૂર્ણ કર્યું હતું.[૮૭] ડેની બોયેલે જણાવ્યું હતું કે તેણે રહેમાનની પસંદગી "ફક્ત ભારતીય ક્લાસિકલ મ્યુઝિકને કારણે જ નહીં, અમેરિકાથી આવતા આરએન્ડબી અને હિપ પોપ, યુરોપના હાઉસ મ્યુઝિક અને તેણે દર્શાવેલા અલભ્ય મિશ્રણને કારણે કરવામાં આવી હતી."[૨૫] રહેમાને 2009નો શ્રેષ્ઠ ઓરિજીનલ સ્કોર માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યો અને એકેડેમી એવોર્ડના બેમાંથી ત્રણમાં નામાંકન મેળવ્યું, જેમાં શ્રેષ્ઠ ઓરિજીનલ સ્કોર અને એક તેના જય હો માટે શ્રેષ્ઠ ઓરિજીનલ ગીતનો સમાવેશ થાય છે. ગીત "ઓ... સાયા"ને એમ.આઇ.એ. સાથે નામાંકન મળ્યું, અને જય હો ગીતે ઓસ્કાર જીત્યો, જે એ. આર. રહેમાને લેખક ગુલઝાર સાથે બનાવ્યું હતું.

આ સાઉન્ડટ્રેક રેડિયો સરગમ પર એમ.આઇ.એના રેકોર્ડ લેબલ N.E.E.T. પર રજૂ થયો હતો, ફિલ્મ સમીક્ષક ગોહર ઇકબાલ પુને સાઉન્ડટ્રેકને રહેમાનનું મેગ્નમ ઓપસ ગણાવ્યું જે સમગ્ર વિશ્વનું ધ્યાન તેની ક્ષમતા પર ખેંચે છે.[૮૮]


નોંધ ફેરફાર કરો



સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "Slumdog Millionaire (2008)". Box Office Mojo. મેળવેલ 12 October 2009.
  2. Tasha Robinson (26 November 2008). "Danny Boyle interview". The A.V. Club. મૂળ માંથી 2 ડિસેમ્બર 2008 પર સંગ્રહિત. મેળવેલ 24 May 2009.
  3. "Slumdog Millionaire | The Times BFI 52nd London Film Festival". BFI. મૂળ માંથી 23 ફેબ્રુઆરી 2009 પર સંગ્રહિત. મેળવેલ 9 March 2009.
  4. રજૂઆતની તારીખો, ઇન્ટરનેટ મુવિ ડેટાબેઝ
  5. Shilpa Jamkhandikar (22 January 2009). ""Slumdog" premieres in India amid Oscar fanfare". Reuters. મેળવેલ 24 May 2009.
  6. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 21 એપ્રિલ 2009 પર સંગ્રહિત. મેળવેલ 17 ડિસેમ્બર 2009.
  7. સ્લમડોગ મિલિયોનેર સાથે સંબંધ ધરાવતો ઓસ્કાર નાઇટ, હિંસક ભારત પર એક નજર એશિયા ન્યૂઝ
  8. વિકાસ સ્વરૂપ, ક્યૂ એન્ડ એ , 2005, સ્ક્રિબનર, પાનુ. 39
  9. ક્યૂ એન્ડ એ , પાનુ 76
  10. ક્યૂ એન્ડ એ , પાનુ 72
  11. ક્યૂ એન્ડ એ , પાનુ 306
  12. ક્યૂ એન્ડ એ , પાનુ 312
  13. ક્યૂ એન્ડ એ , પાનુ 5
  14. "Slumdog Millionaire Interviews". Pyro Radio. મૂળ માંથી 15 જુલાઈ 2011 પર સંગ્રહિત. મેળવેલ 17 January 2009. Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  15. ૧૫.૦ ૧૫.૧ ૧૫.૨ ૧૫.૩ ૧૫.૪ Roston, Tom (4 November 2008). "'Slumdog Millionaire' shoot was rags to riches". The Hollywood Reporter. મૂળ માંથી 17 ડિસેમ્બર 2008 પર સંગ્રહિત. મેળવેલ 12 November 2008. Check date values in: |access-date= and |date= (મદદ)
  16. Evry, Max (16 July 2007). "Exclusive: Danny Boyle on Sunshine!". ComingSoon.net. Coming Soon Media, L.P. મૂળ માંથી 2008-02-10 પર સંગ્રહિત. મેળવેલ 15 January 2008. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); Check date values in: |access-date= and |date= (મદદ)
  17. "I sometimes feel like I'm the off-screen 'millionaire': Loveleen". Hindustan Times. 1 January 2009. મેળવેલ 24 May 2009.[હંમેશ માટે મૃત કડી][હંમેશ માટે મૃત કડી][હંમેશ માટે મૃત કડી][હંમેશ માટે મૃત કડી][હંમેશ માટે મૃત કડી]
  18. ૧૮.૦ ૧૮.૧ ૧૮.૨ Dawtrey, Adam (30 August 2007). "Danny Boyle to direct 'Slumdog'". Variety. મેળવેલ 15 January 2008.
  19. ૧૯.૦ ૧૯.૧ "'Slumdog Millionaire' has an Indian co-director". The Hindu. 11 January 2009. મૂળ માંથી 25 માર્ચ 2009 પર સંગ્રહિત. મેળવેલ 23 January 2009.
  20. ૨૦.૦ ૨૦.૧ ૨૦.૨ Amitava Kumar (23 December 2008). "Slumdog Millionaire's Bollywood Ancestors". Vanity Fair. મૂળ માંથી 29 મે 2012 પર સંગ્રહિત. મેળવેલ 4 January 2008.
  21. "All you need to know about Slumdog Millionaire". The Independent. 21 January 2009. મૂળ માંથી 22 જાન્યુઆરી 2009 પર સંગ્રહિત. મેળવેલ 21 January 2009.
  22. Lisa Tsering (29 January 2009). "'Slumdog' Director Boyle Has 'Fingers Crossed' for Oscars". IndiaWest. મૂળ માંથી 2 માર્ચ 2009 પર સંગ્રહિત. મેળવેલ 30 January 2009.
  23. Anthony Kaufman (29 January 2009). "DGA nominees borrow from the masters: Directors cite specific influences for their films". Variety. મૂળ સંગ્રહિત માંથી 28 ડિસેમ્બર 2012 પર સંગ્રહિત. મેળવેલ 30 January 2009.
  24. Runna Ashish Bhutda, Ashwini Deshmukh, Kunal M Shah, Vickey Lalwani, Parag Maniar, Subhash K Jha (13 January 2009). "The Slumdog Millionaire File". Mumbai Mirror. મૂળ માંથી 8 મે 2009 પર સંગ્રહિત. મેળવેલ 30 January 2009.CS1 maint: multiple names: authors list (link)
  25. ૨૫.૦ ૨૫.૧ ૨૫.૨ Alkarim Jivani (February 2009). "Mumbai rising". Sight & Sound. મૂળ માંથી 1 ફેબ્રુઆરી 2009 પર સંગ્રહિત. મેળવેલ 1 February 2009.
  26. ૨૬.૦ ૨૬.૧ Mark Magnier (25 January 2009). "Slumdog draws crowds, but not all like what they see". The Age. મેળવેલ 24 May 2009.
  27. "I don't regret turning down Slumdog: SRK". Times of India. 20 January 2009. મેળવેલ 21 January 2009.
  28. "Shah Rukh Khan Set As Presenter at Golden Globes Awards (Press Release)". 9 January 2009. મૂળ માંથી 18 જાન્યુઆરી 2009 પર સંગ્રહિત. મેળવેલ 21 January 2009.
  29. Kaveree Bamzai (9 January 2009). "Million-dollar baby". India Today. મેળવેલ 20 January 2009.
  30. Eoghan Williams (21 October 2007). "Quiz show king didn't want to be a millionaire". Sunday Independent.
  31. Anthony Lane (1 December 2008). "Slumdog Millionaire: The Film File: The New Yorker". The New Yorker. મૂળ માંથી 17 ડિસેમ્બર 2008 પર સંગ્રહિત. મેળવેલ 24 May 2009.
  32. લિન્ડસે સોલે જણાવ્યું હતું તેમ, "ફાઇન્ડર્સ કિપર્સ", એન્ટરટેઇન્મેન્ટ વિકલી 1029 (9 જાન્યુઆરી, 2009), પાનુ 10.
  33. ૩૩.૦ ૩૩.૧ ૩૩.૨ "Two Mumbai slum kids set for fairytale journey to Oscars". Sify. 19 February, 2009. મેળવેલ 19 February 2009. Check date values in: |date= (મદદ)
  34. Sandipan Dalal (24 August 2007). "Freeze kiya jaaye? SRK". The Times of India. મેળવેલ 24 May 2009. Check date values in: |date= (મદદ)
  35. Walker, Tim (21 January 2009). "All you need to know about Slumdog Millionaire". The Independent. મૂળ માંથી 22 જાન્યુઆરી 2009 પર સંગ્રહિત. મેળવેલ 21 January 2009.
  36. Goldstein, Patrick (12 August 2008). "Warners' films: Movie overboard!". Los Angeles Times. મેળવેલ 12 November 2008. Check date values in: |access-date= and |date= (મદદ)
  37. Flaherty, Mike (20 August 2008). "Fox, WB to share 'Slumdog' distribution". Variety. મેળવેલ 12 November 2008. Check date values in: |access-date= and |date= (મદદ)
  38. ૩૮.૦ ૩૮.૧ ૩૮.૨ ૩૮.૩ ૩૮.૪ ૩૮.૫ Conor Bresnan (5 March 2009). "Around the World Roundup: 'Slumdog' Surges". Box Office Mojo. મેળવેલ 16 March 2009.
  39. Kearney, Christine (1 September 2008). "Boyle film leads buzz at Telluride Film festival". Reuters. મેળવેલ 12 November 2008. Check date values in: |access-date= and |date= (મદદ)
  40. Phillips, Michael (8 September 2008). "'Slumdog' artful, if extreme". Chicago Tribune. મૂળ માંથી 16 સપ્ટેમ્બર 2008 પર સંગ્રહિત. મેળવેલ 12 November 2008. Check date values in: |access-date= and |date= (મદદ)
  41. Knegt, Peter (13 September 2008). "Slumdog Millionaire Takes People's Choice, Hunger, Lost Song Among Other Winners". indieWire. મૂળ માંથી 5 ડિસેમ્બર 2008 પર સંગ્રહિત. મેળવેલ 13 November 2008. Check date values in: |access-date= and |date= (મદદ)
  42. ૪૨.૦ ૪૨.૧ "Slumdog Millionaire (2008) – Daily Box Office". Box Office Mojo. મેળવેલ 26 January 2009.
  43. ૪૩.૦ ૪૩.૧ "Slumdog Millionaire (2008) - Weekend Box Office Results". Box Office Mojo. મેળવેલ 31 March 2009.
  44. Germain, David (16 November 2008). November 2008-1945988660_x.htm "Bond finds 'Solace' in $70.4M box office debut" Check |url= value (મદદ). USA Today. Associated Press. મેળવેલ 31 March 2009.[મૃત કડી]
  45. Knegt, Peter (24 November 2008). "indieWIRE: iW BOT - "Slumdog" Poised To Become Season's Success Story". indieWIRE. મૂળ માંથી 28 ડિસેમ્બર 2008 પર સંગ્રહિત. મેળવેલ 26 November 2008. Check date values in: |access-date= and |date= (મદદ)
  46. February 2009&region=us "USA Box Office Returns for the weekend starting 27 February 2009" Check |url= value (મદદ). Internet Movie Database. મેળવેલ 5 March 2009.
  47. Ben Child (2 March 2009). "Oscars give Slumdog Millionaire box-office boost as child stars readjust". The Guardian. મેળવેલ 5 March 2009.
  48. "Slumdog Millionaire (2008)". Box Office Mojo. મેળવેલ 20 March 2009.
  49. http://www.variety.com/article/VR1118001992.html?categoryid=1009&cs=1 'સ્લમડોગ' સાથે ફોક્સ ડીવીડીને સમસ્યા રિટેલ અને રેન્ટલ આવૃત્તિઓનું મિશ્રણ થઇ ગયુ
  50. "UK Box Office: 9 - 11 January 2009". UK Film Council. મૂળ માંથી 8 જૂન 2009 પર સંગ્રહિત. મેળવેલ 24 May 2009.
  51. "Slumdog Mauls Box Office Record". Sky News. 20 January 2009. મેળવેલ 23 January 2009.
  52. "Slumdog runs and runs atop UK box office". The Guardian. 27 January 2009. મેળવેલ 28 January 2009.
  53. Matt Smith (26 January 2009). "Slumdog Is Top Dog In UK Cinemas". Sky News. મેળવેલ 27 January 2009.
  54. "Slumdog still leads UK box office". BBC News. 3 February 2009. મેળવેલ 3 February 2009.
  55. "United Kingdom Box Office Returns for the weekend starting 20 February 2009". Internet Movie Database. મેળવેલ 2 March 2009.
  56. "UK box office: Half-term shot in the arm for Bolt". The Guardian. મેળવેલ 2 March 2009.
  57. "UK Box Office: 27 February - 1 March 2009". UK Film Council. મૂળ માંથી 23 મે 2009 પર સંગ્રહિત. મેળવેલ 24 May 2009.
  58. "Slumdog tops box office again". Teletext. 2 March 2009. મેળવેલ 2 March 2009.
  59. "UK Box Office: 15 - 17 May 2009". UK Film Council. મૂળ માંથી 23 મે 2009 પર સંગ્રહિત. મેળવેલ 24 May 2009.
  60. Jeremy Page (24 January 2009). "A thousand words: Slumdog Millionaire opens in India". The Times. મેળવેલ 24 May 2009. Check date values in: |access-date= and |date= (મદદ)
  61. Jha, Subhash K. (9 January 2009). "'Slumdog Millionaire' in Hindi will be 'Crorepati". Indo-Asian News Service. મેળવેલ 23 January 2009. Check date values in: |access-date= and |date= (મદદ)
  62. ૬૨.૦ ૬૨.૧ Madhur Singh (26 January 2009). "Slumdog Millionaire, an Oscar Favorite, Is No Hit in India". Time. મૂળ માંથી 21 મે 2013 પર સંગ્રહિત. મેળવેલ 27 January 2009.
  63. ૬૩.૦ ૬૩.૧ "Box Office India". Bollywood Hungama. મૂળ માંથી 2 ડિસેમ્બર 2011 પર સંગ્રહિત. મેળવેલ 9 February 2009.
  64. Shilpa Jamkhandikar (30 January 2009). "Piracy, controversy mar Slumdog's India run". Reuters. મૂળ માંથી 2 ફેબ્રુઆરી 2009 પર સંગ્રહિત. મેળવેલ 30 January 2009.
  65. "Results for Week Updated 3/15/2009". IBOS - The Complete Channel on Indian Film Industry Box Office. મેળવેલ 20 March 2009.[હંમેશ માટે મૃત કડી]
  66. Pamela McClintock (24 April 2009). "'Slumdog' ends tour with Asian feat: China, Japan embrace Oscar-winning pic". Variety. મેળવેલ 18 May 2009. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  67. "Metacritic: 2008 Film Critic Top Ten Lists". Metacritic. મૂળ માંથી 24 ફેબ્રુઆરી 2010 પર સંગ્રહિત. મેળવેલ 11 January 2009.
  68. Anita Singh (23 February 2009). "Oscar winners: Slumdog Millionaire and Kate Winslet lead British film sweep". The Daily Telegraph. મેળવેલ 24 May 2009.
  69. Joyce Eng (20 February 2009). "Oscars: Who Will Win and Who Will Surprise?". TV Guide. મેળવેલ 24 May 2009.
  70. "Slumdog Millionaire Movie Reviews". Rotten Tomatoes. IGN Entertainment, Inc. મેળવેલ 25 November 2008. Check date values in: |access-date= (મદદ)
  71. "Slumdog Millionaire (2008): Reviews". Metacritic. CNET Networks, Inc. મૂળ માંથી 2010-07-30 પર સંગ્રહિત. મેળવેલ 25 November 2008. Check date values in: |access-date= (મદદ)
  72. David Poland (2008). "The 2008 Movie City News Top Ten Awards". મૂળ માંથી 21 જાન્યુઆરી 2009 પર સંગ્રહિત. મેળવેલ 25 January 2009.
  73. Ebert, Roger (11 November 2008). "Slumdog Millionaire". Chicago Sun Times. મૂળ માંથી 15 જાન્યુઆરી 2009 પર સંગ્રહિત. મેળવેલ 13 January 2009. Check date values in: |access-date= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  74. Morgenstern, Joe (14 November 2008). "'Slumdog' Finds Rare Riches in Poor Boy's Tale". Wall Street Journal. મેળવેલ 16 January 2009. Check date values in: |access-date= and |date= (મદદ)
  75. Hornaday, Ann (12 November 2008). "From 'Slumdog' to Riches In a Crowd-Pleasing Fable". The Washington Post. મેળવેલ 13 January 2009. Check date values in: |access-date= and |date= (મદદ)
  76. Turan, Kenneth (12 November 2008). "'Slumdog Millionaire'". Los Angeles Times. મૂળ માંથી 17 ડિસેમ્બર 2008 પર સંગ્રહિત. મેળવેલ 12 November 2008. Check date values in: |access-date= and |date= (મદદ)
  77. Lane, Anthony (2008). "The Current Cinema: Hard Times". The New Yorker. 84 (38): 130–131. મેળવેલ 16 April 2009. Unknown parameter |day= ignored (મદદ); Unknown parameter |month= ignored (મદદ); CS1 maint: discouraged parameter (link)
  78. કોલ્મ એન્ડ્રૂ દ્વારા સમીક્ષા સંગ્રહિત ૨૦૧૨-૦૮-૦૩ ના રોજ archive.today, આઇઓએમ ટૂડે
  79. Sudhish Kamath (17 January 2009). "The great Indian dream: Why "Slumdog Millionaire", a film made in India, draws crowds in New York". The Hindu. મૂળ માંથી 26 જાન્યુઆરી 2009 પર સંગ્રહિત. મેળવેલ 22 January 2009.
  80. Scott Foundas (12 November 2008). "Fall Film: Slumdog Millionaire: Game Show Masala". LA Weekly. મૂળ માંથી 30 જાન્યુઆરી 2009 પર સંગ્રહિત. મેળવેલ 22 January 2009.
  81. Greg Quill (21 January 2009). "Slumdog wins hearts here". Toronto Star. મેળવેલ 22 January 2009.
  82. Peter Bradshaw (9 January 2009). "Slumdog Millionaire". The Guardian. મેળવેલ 9 January 2009.
  83. LaSalle, Mick (12 November 2008). "'Slumdog Millionaire' ultimately pays off". San Francisco Chronicle. મેળવેલ 13 January 2009. Check date values in: |access-date= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  84. Hynes, Eric (11 November 2008). "Trivial Pursuit: Danny Boyle's "Slumdog Millionaire"". IndieWIRE. મેળવેલ 12 November 2008. Check date values in: |access-date= and |date= (મદદ)
  85. Rushdie, Salman (28 February 2009). "A Fine Pickle". The Guardian. મેળવેલ 01 March 2009. Check date values in: |access-date= and |date= (મદદ)
  86. LIVE, IBN (06 June 2009). "'Jai ho', 'Slumdog' in fight to be millionth English word". IBN Live. મૂળ માંથી 9 જૂન 2009 પર સંગ્રહિત. મેળવેલ 06 June 2009. Check date values in: |access-date= and |date= (મદદ)
  87. Hill, Logan (12 November 2008). "Composer A.R. Rahman on the Sounds of 'Slumdog Millionaire' and Being M.I.A.'s Idol". New York. મેળવેલ 14 November 2008. Check date values in: |access-date= and |date= (મદદ)
  88. Goher Iqbal Punn (25 January 2009). "Review: Slumdog Millionaire". Radio Sargam. મેળવેલ 24 May 2009.


બાહ્ય લિન્ક્સ ફેરફાર કરો

Awards and achievements
પુરોગામી Academy Award for Best Picture
2008
અનુગામી
ઢાંચો:TBD
પુરોગામી BAFTA Award for Best Film
2009
Golden Globe Award for Best Motion Picture – Drama
2009


ઢાંચો:Danny Boyle ઢાંચો:AcademyAwardBestPicture 2001-2020 ઢાંચો:GoldenGlobeBestMotionPictureDrama 2001-2020 [[શ્રેણી:એકેડેમી એવોર્ડમાં શ્રેષ્ઠ સિનેમટોગ્રફિ માટે એવોર્ડ જીત્યા તેવા સિનેમટોગ્રફિ સાથે ફિલ્મોની યાદી]]