હાફુસ (કેરી)
હાફુસ (અંગ્રેજીમાં આલ્ફોન્સો, મરાઠીમાં હાપુસ, ગુજરાતીમાં હાફુસ (આફુસ) અને કન્નડમાં અપુસ (ಆಪೂಸ್), અને જૌનપુરીમાં સ્વર્ગબૂટી) કેરીની આ એક એવી વિવિધતા છે કે મીઠાશ, સુગંધ અને સ્વાદની દ્રષ્ટિએ ઘણીવાર ઉત્તમ જાતોની કેરી સાથે સરખામણી કરવામાં આવે છે. હાફુસ કેરીને શ્રેષ્ઠ જાતો પૈકીની એક ગણવામાં આવે છે. યુરોપીયન ભાષાઓમાં, તેનું નામ આલ્ફોન્સો, અફોન્સો ડી આલ્બુકર્ક (પોર્ટુગીઝ: અફોન્સો ડી આલ્બુકર્ક)ના માનમાં રાખવામાં આવ્યું છે.
હાફુસ | |
---|---|
પરાળની વચ્ચે હાફુસ કેરી | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | વનસ્પતિ |
Genus: | મેન્જીફેરા |
Species: | મેન્જીફેરા ઇન્ડિકા |
આ કેરીને પાકી ગયા પછી લગભગ એક અઠવાડિયા સુધી રાખી શકાય છે અને આ વિશેષ ગુણ તેના નિકાસ માટે પૂરતો સમય આપી સરળ બનાવે છે. આ કેરી કિંમતની દ્રષ્ટિએ પણ ભારતની સૌથી મોંઘી કેરીઓ પૈકીની એક છે અને તે મુખ્યત્વે પશ્ચિમ ભારતમાં ઉગાડવામાં આવે છે. તેની સીઝન એપ્રિલથી મે સુધીની હોય છે અને દરેક કેરીનું વજન ૧૫૦ ગ્રામથી ૩૦૦ ગ્રામની વચ્ચે હોય છે.
ભારતમાં ઉત્પાદન
ફેરફાર કરોહાફૂસ કેરીની શ્રેષ્ઠ જાત મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં સ્થિત સિંધુદુર્ગ જિલ્લાના દેવગડ તાલુકામાં ઉગાડવામાં આવે છે, જેમાં સમુદ્ર કિનારાથી ૨૦ કિલોમીટર અંદર સ્થિત જમીન પર શ્રેષ્ઠ કેરી ઉગાડવામાં આવે છે. આ સિવાય મહારાષ્ટ્ર રાજ્યનો રત્નાગીરી જિલ્લો, ગુજરાત રાજ્યનો વલસાડ અને નવસારી (દક્ષિણ ગુજરાત) જિલ્લાઓ પણ હાફુસ કેરીના ઉત્પાદન માટે પ્રખ્યાત છે.