હામપર વાવ

હામપર ગામમાં આવેલી પાંચ કૂટવાળી એક વાવ

હામપર વાવ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હામપર ગામમાં આવેલી પાંચ કૂટવાળી એક ઐતિહાસિક વાવ અને રાજ્ય સંરક્ષિત સ્મારક છે.[][]

ધ્રાંગધ્રા નગરની નજીક આવેલું હોવાથી હામપુર ગામ ઐતિહાસિક રીતે ધ્રાંગધ્રાના ઝાલા રાજપૂતોના શાસન હેઠળ હોવું જોઈએ.[] વાવ પર કોઈ શિલાલેખ કે શિલ્પકૃતિઓ ન હોવાથી, તેનો સમયગાળો તેની વાસ્તુશૈલી, બાંધકામની પદ્ધતિ અને સુશોભન શૈલી પરથી અનુમાનિત કરવામાં આવ્યો છે. પ્રવેશદ્વાર મંડપની રચના અને પુર્ણઘટ અલંકરણને ધ્યાનમાં લેતાં, હામપર વાવને ૧૬મી થી ૧૭મી સદીની માનવામાં આવે છે. આ સમયગાળો ધ્રાંગધ્રાની નાગા બાવા વાવ (લગભગ ૧૫૨૫)ના સમયગાળા સાથે સુસંગત છે.[]

સ્થાપત્ય

ફેરફાર કરો

મુખ્ય માળખું

ફેરફાર કરો

વાવની રચના ઉત્તર-દક્ષિણ દિશામાં થયેલી છે. પ્રવેશદ્વાર દક્ષિણ દિશામાં અને કૂવો ઉત્તર દિશામાં છે. પગથિયાંવાળા માર્ગની શરૂઆત ઊંચા ઓટલાથી થાય છે, જેના ત્રણ બાજુએ પગથિયાં છે અને ચોથી બાજુ વાવની પરસાળ તરફ જાય છે. આ ઓટલા ઉપર પ્રવેશદ્વાર મંડપ છે જેના પર અર્ધ-ગોળાકાર ગુંબજ છે. મંડપને બાર સ્તંભના ટેકા છે જે પૈકી આઠ અષ્ટકોણકાર નકશો બનાવે છે જેના પર મંડપનો ગુંબજ છે.[]

પરસાળ પાંચ કૂટ અને ચાર મધ્યવર્તી બંધારણથી વહેંચાયેલ છે. ચોથા કૂટ અને ત્રીજા મધ્યવર્તી બંધારણની આસપાસનો ભાગ ક્ષતિગ્રસ્ત છે. વાવ ચોમાસા દરમિયાન પ્રથમ માળ સુધી પાણીથી ભરાય છે. છેલ્લા પાંચમા ફૂટની પૂર્વ દિશામાં એક સર્પિલાકાર સીડી છે જે નીચે માળે લઈ જાય છે.[] કૂટમાં આવેલા સ્તંભો ભદ્રક પ્રકારના (ચોરસ અને ઊભા ખાંચાવાળા) છે જ્યારે પ્રવેશદ્વાર મંડપના સ્તંભો મિશ્રક પ્રકારના (ઘણા આડાં વિભાગો અને ઊભા ખાંચાવાળા) છે. સ્તંભ ઉપર જઈએ તેમ સાંકડો થતો જાય છે અને તેના મથાળે વર્તુળાકાર ભારણી છે. પ્રથમ કૂટમાં આવેલ ગોખલાઓમાં પૂર્ણઘટનું અલંકરણ છે, જેમાં એક પૂર્ણ ખીલેલું કમળ સાંકળ વડે નાના કળશ સાથે જોડેલું હોય. દાદા હરિર વાવની જેમ પ્રવેશદ્વાર મંડપના સ્તંભોને જોડતા છેક ઉપરના આડાં પથ્થરો પરના આડા પટ્ટામાં નાના ચોરસની શ્રેણીમાં ભૌમિતિક ફૂલો કોતરેલા છે.[]

જળ વ્યવસ્થા

ફેરફાર કરો

અહીં પાણી ખેંચવાની, વહન કરવાની અને સંગ્રહ કરવાની વ્યવસ્થા અકબંધ છે. કૂવાના પશ્ચિમ છેડે પાણીનો સંગ્રહ કરવા માટે નહેર જોડાયેલી છે. આ નહેરમાં જેમાંથી પાણી પડે તે મુખ પૌરાણિક હાથીના આકારમાં છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ Jain-Neubauer, Jutta (1981). The Stepwells of Gujarat: In Art-historical Perspective (અંગ્રેજીમાં). Abhinav Publications. પૃષ્ઠ ૪૭-૪૮. ISBN 978-0-391-02284-3.
  2. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2017-04-27 પર સંગ્રહિત. મેળવેલ 2024-10-27.