હિંગોલ નદી
હિંગોળ નદી, હિંગોલ નદી અથવા હુંગોલ નદી નૈઋત્ય પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં આવેલા ગ્વાદર જિલ્લાના મકરાણા વિભાગમાં વહેતી એક નદી છે. આ નદીના ખીણપ્રદેશને હિંગોલ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સંરક્ષીત ઘોષિત કરવામાં આવેલો છે[૧].
હિંગોળ નદી | |
---|---|
સ્થાન | |
દેશ | પાકિસ્તાન |
પ્રાંત | બલુચિસ્તાન |
ભૌગોલિક લક્ષણો | |
નદીનું મુખ | |
• અક્ષાંશ-રેખાંશ | 25°22′50″N 65°30′55″E / 25.38056°N 65.51528°E |
લંબાઇ | 350 miles (560 km) |
ભૂગોળ
ફેરફાર કરોહિંગોળ નદી 350 miles (560 km) જેટલી લંબાઈ ધરાવે છે. આ નદી બલુચિસ્તાનની સૌથી લાંબી નદી છે.[૧] નદી મકરાણા કાંઠા ક્ષેત્ર અને હુંગોલ ખીણ વચ્ચેથી ઊંચી કોતરોમાંથી પસાર થાય છે.[૧]
બલુચિસ્તાનની નદીઓ મોટે ભાગે વરસાદના સમયમાં જ વહે છે, જ્યારે આ નદી કાયમ વહેતી રહે છે.[૧]