હિમલર હેનરિક (જ. ૭ ઓક્ટોબર ૧૯૦૦ - ૨૩ મે ૧૯૪૫) જર્મન નાઝી નેતા અને પોલિસ વડા હતાં. તેમનો જન્મ ૭ ઓક્ટોબર ૧૯૦૦ના રોજ જર્મનીના મ્યૂનિક શહેરમાં થયો હતો. ૧૯૨૫માં તેઓ નાઝી પક્ષમાં જોડાયા અને ૧૯૨૯માં તેમની એસ. એસ. રક્ષક દળના વડા તરીકે નિયુક્તિ થઈ. આ દળ મુખ્યત્વે એડોલ્ફ હિટલરના અંગત રક્ષણ માટે કાર્યરત હતું, પરંતુ હિમલરે આ દળને નાઝી પક્ષના ખૂબ શક્તિશાળી શસ્ત્ર રૂપે નવો આકાર આપ્યો હતો.[]

હિમલર હેનરિક
હિમલર હેનરિક, 1942
જન્મની વિગત7 October 1900
મ્યૂનિક, કિંગ્ડમ ઑફ બાવારિયા, જર્મન સામ્રાજ્ય
મૃત્યુ23 May 1945(1945-05-23) (ઉંમર 44)
લૂનબર્ગ, જર્મની
રાજકીય પક્ષનૅશનલ સોશ્યાલિસ્ટ જર્મન વર્કર્સ પાર્ટી (NSDAP)
જીવનસાથી
માર્ગારેટ હિમલર (લ. 1928)
હસ્તાક્ષર


તેઓ ખાનગી પોલીસનું (ગેસ્ટાપોનું) સંચાલન કરતાં હતા તથા તેમણે યહૂદીઓનું પદ્ધતિસર નિકંદન કાઢવાનો પ્રારંભ કર્યો હતો. ૧૯૪૩માં તેઓ આંતરિક બાબતોના પ્રધાન બન્યા અને ૧૯૪૪માં આંતરિક દળોના કમાન્ડર-ઇન-ચીફ તરીકે નિયુક્ત થયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સાથી રાજ્યો તરફથી તેમની ધરપકડ કરવામાં આવી અને ૨૩ મે ૧૯૪૫ના રોજ લૂનબર્ગ, જર્મની ખાતે તેમણે આત્મહત્યા દ્વારા પોતાના જીવનનો અંત આણ્યો.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ચોક્સી, મહેશ (૨૦૦૯). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૫. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૨૧.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો