ભાવનગર જૂના બંદર

ભાવનગર શહેરની નજીક આવેલું એક બંદર

ભાવનગર જૂના બંદર એ ભારતના પશ્ચિમભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનાં મુખ્યમથક ભાવનગર શહેરથી ૩ કિલોમીટર દૂર આવેલા બંદરનું નામ છે. નદીઓના કાંપને કારણે સતત પુરાણ થતું રહેતું હોવાથી આ બંદર કાળક્રમે બંધ કરીને બધી આયાત નિકાસ માટે ભાવનગર નવા બંદરનો વિકાસ કરવામાં આવ્યો હતો. એપ્રીલ ૨૦૧૫માં ગુજરાત મેરીટાઇમ બોર્ડે આ બંદરની જગ્યામાં આવેલા સુકા ધક્કાનો ઉપયોગ કરીને વહાણ બાંધવામાટેનો જહાજવાડો બાંધી શકાય એમ છે કે નહી તે અંગે વિષયનિષ્ણાતો પાસેથી અભિપ્રાય મંગાવ્યા છે.[૧]

ભાવનગર જૂના બંદર
સ્થાન
દેશભારત
સ્થાનભાવનગર, ગુજરાત
વિગતો
સંચાલકગુજરાત મેરી-ટાઇમ્સ બોર્ડ
માલિકગુજરાત સરકાર

અન્ય ખાસીયતો ફેરફાર કરો

દીવાદાંડીઓ ફેરફાર કરો

બંદર પરની મુખ્ય દીવાદાંડી ફેરફાર કરો

ઇ.સ. ૧૮૬૦માં આ દિવાદાંડીની સ્થાપના કરવામાં આવી હતી.[૨] ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના દિવસે ગુજરાતના ધરતીકંપમાં આ દીવાદાંડીનું માળખું ક્ષતિગ્રસ્ત થઈ જવાથી આ દિવાદાંડી બંધ કરી દેવામાં આવી હતી. આ દીવાદાંડી ૧૨ મીટર ઉંચો મિનારો હતી.[૨] ૧૯૫૯માં આ દિવાદાંડીનું નવી લાલટેન વડે છેલ્લું આધુનિકીકરણ કરવામાં આવ્યું હતું.[૨] ૨૦૦૧ પછી મોટાભાગની આયાત-નિકાસની પ્રવૃત્તિઓ નવા બંદર પર તબદીલ થઈ ગઈ હોવાથી આ દીવાદાંડીનું સમારકામ કરવા માટેનું કોઈ કારણ રહ્યું નહી.[૨] આથી હાલમાં જગ્યા ખુલ્લી છે પણ મિનારો બંધ હાલતમાં છે.

જ્હોનસન પોઇન્ટ દીવાદાંડી ફેરફાર કરો

ભાવનગરની ખાડીના પ્રવેશદ્વારે જ વાયવ્ય (ઉત્તર-પશ્ચિમ) કિનારે આ દીવાદાંડી ૧૯૩૬માં બાંધવામાં આવી હતી.[૨] જે ૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં ગુજરાતમાં આવેલા ધરતીકંપ સુધી કાર્યરત હતી. સફેદ રંગથી રંગેલા કોંક્રીટના ૧૨ મિટર ઉચા મિનારાની કોઇ છબી ઉપલબ્ધ નથી. આ સ્થળે ખૂબ જ કાદવ-કીચડ ધરાવતી જગ્યા હોવાથી જવું ઘણું અઘરૂં છે.

રૂવાપરી દીવાદાંડી ફેરફાર કરો

૧૯૨૨માં બાંધવામાં આવેલી આ દિવાદાંડી બાંધકામની દૃષ્ટીએ તદ્દન અલગ તરી આવે છે.[૨] બર્માના સાગ પ્રકારના લાકડાના પાયાઓ ઉપર પતરાનું છાપરૂ ધરાવતી ચોરસ આકારની આ દીવાદાંડી છે. ૧૯૪૪ પછી એના દીવાને એક લોખંડના થાંભલા પર લટકાવીને વધારે ઉંચો લઈ જવામાં આવ્યો છે. ૧૯૨૦માં આવેલા વાવાઝોડામાં આ દીવાદાંડી ક્ષતિગ્રસ્ત થઈ હતી. શહેરથી ૧૧ કિલોમીટર અને જૂના બંદરથી દક્ષિણ દિશામાં નિર્જન ખાર વિસ્તારમાં આવેલી આ દીવાદાંડી સુધી ચાલીને જવું શક્ય છે પણ મિનારો બંધ હાલતમાં છે.

તરતી દિવાદાંડી ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ગુજરાત મેરીટાઇમ બોર્ડ. "Selection of Consultant to prepare Detailed Project Report for the Marine Shipbuilding Park, Old Port Bhavnagar, Gujarat (અંગ્રેજી)" (PDF). ગુજરાત મેરીટાઇમ બોર્ડ. મૂળ (PDF) માંથી ૯ ઓક્ટોબર ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૯ ઓક્ટોબર ૨૦૧૬.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ "ભાવનગર જિલ્લાની દીવાદાંડીઓ (અંગ્રેજી)". મૂળ માંથી ૯ ઓક્ટોબર ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૯ ઓક્ટોબર ૨૦૧૬.

બાહ્ય કડીઓ ફેરફાર કરો