પ્રિય Jigararana, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૧૮:૨૪, ૧૭ ઓકટોબર ૨૦૧૪ (IST)

Matrubhasha Abhiyan From Ahmedabad ફેરફાર કરો

શ્રી ધવલભાઈ ,

નમસ્કાર ,

મારું નામ જીગર રાણા છે અને હું અમદાવાદ માં સક્રિય રીતે ગુજરાતી ભાષા ના વિકાસ માટે સતત ચિંતિત અને કાર્યરત માતૃભાષા અભિયાન નો ભાગ છું। આપનું નામ અમારા એક કાર્યવાહક રૂપલબેને પણ સૂચવેલ અને ત્યારબાદ વિકિમેડિયા નો સતત અભ્યાસ કરતા જાણ્યું છે.

માતૃભાષા અભિયાન દ્વારા મને લોકોને સાંકળી વિકિપેડિયા પર ગુજરાતી ભાષા માં લખાણ વધે અને તે માટે વધારે લોકો સક્રિય થાય તે માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવાની જવાબદારી સોપવામાં આવેલ છે. હું એક Management Consultant અને Trainer છું તેમજ અમદાવાદ માં ભારતીય વિદ્યા ભવન્સ ના કલ્ચરલ સેન્ટર નો નિયામક છું. હાલમાં મારાથી શક્ય એ રીતે વિકિમેડિયા પ્રોજેક્ટ્સમાં કેવીરીતે સક્રિય થઇ શકાય અને તેમની વિવિધ પ્રવૃતીયો માં ભાગ લઇ શકાય તે સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું

હું એ જાણી શક્યો કે કોઈ conference ભારત માં થવાની છે અને તેમાં આપ ગુજરાતી ભાષા નું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો. જો આપ અમદાવાદ કે મુંબઈ આવાના હો તો મારે આપનો સમય જોઈએ છીએ અને મળી ને આ કાર્ય આગળ વધારવું છે. આપ આપનો સંપર્ક નંબર અને email id આપશો તો આનંદ થશે.

મારો સંપર્ક નંબર છે +9197221 99270 અને email id છે mrudangmanagement@yahoo.com.

મુખ્ય ઉદેશ્ય એ છે કે સૌ સાથે મળી શુદ્ધ ભાષા , ભદ્ર લખાણ અને વધારે માં વધારે વ્યાપ થાય એવો આયોજન બદ્ધ પ્રયાસ કરીએ, શાળા અને કોલેજો માં એક પ્રોજેક્ટ સ્વરૂપે ઘણું કાર્ય કરીએ અને તે કઈ કાર્ય કરીએ એ એક ચોક્કસ લક્ષ્ય સાથે કરીએ અને એમાં આપનો પૂરો સહકાર અને સતત માર્ગદર્શન જોઈએ છે

શ્રી જીગરભાઇ,
ધવલભાઇનો સંપર્ક કરવા માટે આપે એમના ચર્ચાના પાના પર લખવું જોઇતું હતું. હું પણ અમદાવાદમાં જ રહું છું અને ખાનપુરમાં આવેલ ભવન્સ કોલેજમાં ઘણી વખત આવું છું. આપણે ક્યાંક મળવાનું ગોઠવવીએ જેથી આપને જેમાં રસ છે તે વિષય વિકિમેડિયા પ્રોજેક્ટ્સ અને સંલગ્ન વિવિધ પ્રવૃતીયોમાં કેવી રીતે આગળ વધી શકાય તે વિષે મારી પાસે જે થોડી ઘણી માહીતી છે તેનું આદાનપ્રદાન કરી શકીએ. --એ. આર. ભટ્ટ (talk) ૧૮:૨૭, ૧૮ ઓકટોબર ૨૦૧૪ (IST)
શ્રી જીગરભાઈ, આપે રસ લઈને અહિં વિકિપીડિયામાં પોતાનું ખાતું ખોલ્યું તે બદલ આપનો આભાર. હું માતૃભાષા અભિયાનની પ્રવૃત્તિઓથી પરિચિત છું અને રૂપલબેન સાથે સંપર્કમાં પણ છું. હું ભારત આવ્યો હતો, પરતુ ૧૫ દિવસ પહેલા. ફરી આવવાનું બનશે તો ચોક્કસ મળવાનું ગોઠવીશ. આ વખતે અત્યંત ટૂંકી મુલાકાત હતી એટલે ફક્ત બેંગલુરૂથી જ પરત આવી ગયો છું. હું આપને આપના ઇમેલ એડ્રેસ પર મેલ તો કરી જ રહ્યો છું, પરંતુ ભાઈ શ્રી એ. આર. ભટ્ટે જણાવ્યું તેમ તેઓ અમદાવાદમાં જ રહે છે અને તેઓ વિકિમીડિયાની પ્રવૃત્તિઓથી સારા એવા વાકેફ છે તો આપ એમને પણ રૂબરૂ મળી શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૭, ૧૯ ઓકટોબર ૨૦૧૪ (IST)

ગોષ્ઠિ ફેરફાર કરો

મા. Jigararana,
આ સમાચાર વાંચવા આપને વિનંતિ કરું છું અને તેમાં ભાગ લેવાનો આગ્રહ પણ. જૂના સભ્યો તો મળતા હોય છે પરંતુ આપના જેવા સક્રિય યોગદાન કરતા સભ્યો પણ એ ચર્ચામાં જોડાશે તો આનંદ થશે. ચર્ચા આ રવિવારે (૭ ડીસેમ્બરે) સ્કાયપ (skype) પર યોજાશે.
આભાર.
--એ. આર. ભટ્ટ (talk) ૧૮:૦૨, ૧ ડિસેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર