તારણપંથ એ એક દિગંબર જૈન પંથ છે.

વિવરણ ફેરફાર કરો

તેની સ્થાપના મધ્ય ભારતના બુંદેલખંડ વિસ્તારમાં ઈ.સ. ૧૫૦૫ આસપાસ સંત તારણે કરી હતી. આ પંથ મૂર્તિપૂજાને માન્યતા આપતો નથી. તે આત્મજ્ઞાનની પ્રાપ્તિને પ્રાધાન્ય આપે છે. તારણ સ્વામી દ્વારા આ પંથ માટે ૧૪ ગ્રંથોની રચના કરવામાં આવી હતી. આ પંથના અનુયાયીઓ મૂર્તિપૂજા કરતા નથી. તેઓ ચૈત્યાલયોમાં રાખવામાં આવેલ શાસ્ત્રોને સન્માન આપે છે.[૧]. આ પંથમાં તારણ સ્વામી દ્વારા રચિત ગ્રંથો ઉપરાંત દિગંબર જૈન આચાર્યો દ્વારા રચિત ગ્રંથોને પણ માન્યતા છે.[૨] તારણ સ્વામીનો પ્રભાવ મધ્ય ભારતના કેટલાક વિસ્તાર પૂરતો જ રહ્યો હતો. આજે પણ મધ્ય ભારતના પ્રાંતોમાં આ પંથના અનુયાયીઓ છે.

તીર્થ ફેરફાર કરો

તારણ પંથના ચાર તીર્થો છે:

અન્ય તીર્થો ફેરફાર કરો

  • ગ્યારસપુર
  • હિમાયુ પાન્ડે
  • શિખર જી
  • ગઢૌલા

સમુદાય ફેરફાર કરો

તારણ પંથમાં ૬ સમુદાયો છે.

  • સમૈયા
  • અસાટી
  • ચરણાગરે
  • દોસકે
  • ગોલાલારે

તહેવારો ફેરફાર કરો

વસ્તી ફેરફાર કરો

તારણપંથના લોકો ભારતના ચૌદ રાજ્યોના ૮૪ જિલ્લોઓના ૪૫૦ ગામ અને શહેરોમાં વસે છે. તારણ પંથની સૌથી વધારે વસ્તી ગંજબાસૌદા અને ભોપાલમાં છે. તારણપંથની વસ્તી ૨૦,૦૦૦થી ૧૦૦,૦૦૦ છે.

ચૈત્યાલય ફેરફાર કરો

તારણપંથના મંદિરો ને ચૈત્યાલય કહેવામાં આવે છે. કુલ ચૈત્યાલયોની સંખ્યા ૧૬૮ છે જેમાં સૌથી વધારે ૫ ચૈત્યાલયો ગંજબાસૌદામાં આવેલા છે. ચૈત્યાલયોની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ત્રણ દિવસ ચાલે છે. જેમાં પ્રથમ દિવસે ધ્વજારોહણ, અસ્થાપ, બીજા દિવસે કલશારોહણ, પાલકીમહોત્સવ અને ત્રીજા દિવસ વેદી સૂતન અને તિલક મહોત્સવ થાય છે.

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. Smarika, Sarva Dharma Sammelan, 1974, Taran Taran Samaj, Jabalpur
  2. "Books I have Loved". Osho.nl. મૂળ માંથી 2012-05-17 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ ડિસેમ્બર ૨૦૧૫.