ખોંડ આદિવાસી

ઓરિસ્સાનો આદિવાસી સમાજ
(खोंड થી અહીં વાળેલું)

ખોંડ અથવા કોંધ આદિવાસીઓ (Oriya: କନ୍ଧ) ભારત દેશના ઓરિસ્સા રાજ્યની ટેકરીઓ અને જંગલોમાં વસવાટ કરે છે. તેમને કોંડ, કાંધ અથવા કોંધ પણ કહેવામાં આવે છે. તેમની સંખ્યા અંદાજે ૮ લાખ કરતાં વધુ છે, જેમાંથી લગભગ ૫ લાખ ૫૦ હજાર દ્રવિડિયન કુળની કુઈ અને તેની દક્ષિણી બોલી કુવી બોલી બોલે છે. મોટાભાગે હવે તેઓ ડાંગરની ખેતી કરે છે, પરંતુ હજુ પણ કુટિયા ખોંડ જેવા કેટલાક સમુહો છે, જે ઝુમ ખેતી (slash and burn agriculture) પર આધાર રાખે છે.[]

ઓરિસ્સાનાખોંડ આદિવાસી જૂથની એક મહિલા

ખોંડ ઘણી સદીઓથી પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ બાજુ રહેતા ઉડિયાભાષી અને દક્ષિણ બાજુ પર રહેતા તેલુગુભાષી સમૂહોના સંપર્કમાં રહે છે. અમુક અંશે તેમણે પડોશીઓની ભાષા અને વ્યવહાર પ્રથાઓને અપનાવી છે. બ‌ઉદનાં મેદાનો ખાતે એવા ખોંડ છે, જે માત્ર ઉડિયાભાષી છે, ત્યારે આગળ પહાડીઓમાં રહેતા ખોંડ દ્વિભાષી છે, દૂરના જંગલોમાં માત્ર કુઈ બોલી બોલાય છે. જાતિ, અસ્પૃશ્યતા અને હિન્દૂ દેવીદેવતાઓ વિશેના જ્ઞાન સંબંધિત હિંદુ પ્રથાઓના પાલનમાં ધીમે ધીમે ક્રમવાર પરિવર્તન દેખાય છે. વીસમી સદીના પાછલા ભાગમાં પરસંસ્કૃતિગ્રહણ પ્રક્રિયામાં ઝડપથી વધારો થયો છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. भारत ज्ञानकोश, खंड-2, पापयुलर प्रकाशन, मुंबई, पृष्ठ संख्या-26, आई एस बी एन 81-7154-993-4
  2. G.S. Ghurye, Caste And Race In India, Popular Prakashan, 2004 reprint, pages 31-33.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો