રાલ્દા

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

રાલ્દા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા ડેડીયાપાડા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી રહે છે. રાલ્દા ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. આ ગામ ડુંગરાળ તેમ જ જંગલ વિસ્તારમાં આવેલું છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો (જંગલમાંથી પ્રાપ્ત થતી ઈમારતી લાકડા સિવાયની ખોરાક તરીકે વાપરી શકાય તેવી તેમ જ વેચાણ કરી પૈસા મેળવી શકાય તેવી વસ્તુઓ) એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.

રાલ્દા
—  ગામ  —
રાલ્દાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°30′40″N 73°38′35″E / 21.511113°N 73.64316°E / 21.511113; 73.64316
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નર્મદા
તાલુકો ડેડીયાપાડા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
વનપેદાશો મહુડાનાં ફુલ તેમજ બી, ખાખરાનાં પાન, ટીમરુના પાન, સાગનાં બી, કરંજ