અક્ષય પાત્ર ફાઉન્ડેશન
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
અક્ષય પાત્ર ફાઉન્ડેશન, ભારત ની એક બિનસરકારી સંસ્થા છે જે દેશ ના ૭ રાજ્યો માં ૬૫૦૦ સ્કૂલો માં લગભગ ૧૩ લાખ છાત્રોને નિ:શુલ્ક મધ્યાહન ભોજન ઉપ્લબ્ધ કરે છે. આ સંસ્થા નું નામ ડિસેમ્બર , ૨૦૦૯ માં લિમ્કા બુક ઓફ રેકોર્ડ માં અંકિત થયું છે તથા સામાજિક ક્ષેત્રે ઉલ્લેખનીય યોગદાન માટે સીએનબીસી એ સમ્માનિત કરેલ છે.આ એક બિન નફાકીય સંસ્થા છે.જે આંધ્રપ્રદેશ, અસમ, છત્તીસગઢ, ગુજરાત, કર્ણાટક, ઓડિસા, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા અને ઉત્તરપ્રદેશમાં કાર્યરત છે. મુખ્ય કાર્યાલય: બેંગ્લોર
સંસ્થાપ્ના અને ઉદ્દેશ્ય
ફેરફાર કરોએક સમયની વાત છે. કલકત્તાના માયાપુર ગામે ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ પોતાની બારીમાંથી બહાર જોઈ રહ્યા હતા. તેમને જોયું કે બહાર અમુક બાળકો શેરીના કુતરાઓ સાથે ખોરાક માટે ઝપાઝપી કરી રહ્યા હતા. આ કરુણ દ્રશ્ય જોઈને તેમનું મન વિચલિત થઈ ગયું. તેમણે વિચાર્યું કે આજુબાજુના 10 માઈલ સુધી કોઈ પણ ભૂખ્યું ના જવું જોઈએ. આ વિચારે અક્ષયપાત્રનો પાયો નાખ્યો. તેમને નક્કી કર્યું કે કોઈ પણ વિદ્યાર્થી ભૂખને લીધે શાળાકીય શિક્ષણથી વંચિત ના રહેવો જોઈએ
સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીની શાળામાં વધુ હાજરી, સારું શારીરિક સ્વાસ્થ અને અભ્યાસમાં માનસિક રીતે પણ વિકાસમાં મદદ કરે તેવો પોષ્ટિક ખોરાક ઉપલબ્ધ કરાવવાનો હતો. સૌથી મોટી મુશ્કેલી રસોઈ માટેના વાસણોની અછત, ભોજન પેક કરવાની અને તૈયાર થયેલા ભોજનને શાળાએ પહોંચાડવા માટેના વાહનની અછતની હતી.
મોહનદાસ પાઇ અને અભય જૈન નામના બે સેવાભાવી લોકો આ સમયે મદદે આવ્યા. મોહનદાસ પાઇએ શાળાએ ભોજન પહોંચાડવા માટે વાહન ની વ્યવસ્થા કરી આપી અને અભય જૈન એ આ સદકાર્ય માટે લોકફાળો અને દાન એકઠું કર્યું.
જયારે જૂન ૨૦૦૦માં કેન્દ્ર સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના અમલમાં આવી તો અક્ષયપાત્ર સંસ્થાએ સરકાર સાથે ભાગીદારી કરીને સરકારી શાળાઓમાં ભોજન બનાવીને વિતરણ કરવાની વ્યવસ્થા શરૂ કરી. સંસ્થાએ બેંગલુરુ, કર્ણાટકની ૫ સરકારી શાળાનાં ૧૫૦૦ વિદ્યાર્થીઓને ભોજન આપવાથી આ કાર્યની શરૂઆત કરી. હાલ આ સંસ્થા 2017 ની આંકડાકીય માહિતી અનુસાર ૧૨ રાજ્યોની ૧૪,૧૭૩ શાળાના ૧૭ લાખ બાળકોને ભોજન આપવાનું કાર્ય કરી રહી છે
આમ જનતા અને સરકારની ભાગીદારીનાં (public-private partnership) રૂપે આ સંસ્થાએ એક ભગીરથ કાર્યની શરુઆત કરી. જેના મુખ્ય હેતુઓ નીચે મુજબ હતા
- શાળાના વિર્ધાથીઓની ભૂખના પ્રશ્નનું નિવારણ
- વિધાર્થીઓની હાજરીનું પ્રમાણ વધારવું
- શાળામાં નામાંકનનું પ્રમાણ વધારવું
- વિવિધ જાતીઓમાં સામાજિકતાનો વિકાસ કરવો
- કુપોષણની સમસ્યા દૂર કરવી
- સ્ત્રી સશક્તિકરણ
પુરસ્કારો
ફેરફાર કરોઅક્ષયપાત્રને અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને પ્રશસ્તિપત્રો મળેલા છે. જે નીચે મુજબ છે.
- LASSIB SOCIETY દ્વારા સામાજિક જવાબદારી અંગેનો માનદ પુરસ્કાર
- public relation council of india(prci) દ્વારા ગોલ્ડન એવોર્ડ
- ફૂડ સેફટી માટેનો CII NATIONAL AWARD વર્ષ 2013
વ્યાપ
ફેરફાર કરોઅક્ષયપાત્ર સંસ્થા દ્વારા દરરોજ ૧૨ રાજ્યોના ૩૬ જેટલાં જુદા જુદા વિસ્તારના ૧૭,૧૨,૪૬૦ જેટલા બાળકોને ભોજન પૂરું પાડવામાં આવે છે. જેના માટે ૩૪ સ્થળોએ મદયસ્થ (કેન્દ્રીયકૃત) રસોડાઓ ઉપલબ્ધ છે. જ્યારે ભૌગોલિક વિષમતાઓના કારણે ૨ રાજ્યોમાં હંગામી રસોડાઓ ઉભા કરવામાં આવ્યા છે
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- Official Website
- https://www.iskconbangalore.org/akshayapatra સંગ્રહિત ૨૦૧૯-૦૪-૧૯ ના રોજ વેબેક મશિન
- http://www.harekrishnamandir.org/
- http://paniit2009.org/program/speakers/madhu-pandit-das સંગ્રહિત ૨૦૦૯-૧૨-૧૫ ના રોજ વેબેક મશિન
- http://www.bbc.co.uk/worldservice/programmes/outlook/news/story/2007/07/070718_das_india.shtml
- http://jivahimsa.com/2009/04/24/visit-to-akshaya-patra/ સંગ્રહિત ૨૦૧૦-૦૧-૦૭ ના રોજ વેબેક મશિન