અગ્રસેન

મહારાજ અગ્રસેન

મહારાજા અગ્રસેન ભારતીય ઉપખંડના ભારત દેશના ઉત્તર ભાગમાં વસેલી મોટેભાગે વ્યાપારનો વ્યવસાય કરતી અગ્રવાલ જ્ઞાતિના લોકોના કુળપિતા છે. એમનો જન્મ પ્રતાપનગર, (રાજસ્થાન) ખાતે સૂર્યવંશી ક્ષત્રિય રાજા વલ્લભના ઘરે થયો હતો. તેઓ રાજા ધનપાલની છઠ્ઠી પેઢીમાં થઇ ગયા તથા પોતાના પિતાના જ્યેષ્ઠ એટલે કે સૌથી મોટા સંતાન હતા. એમનો સમય ૫૦૦૦ વર્ષ કરતાં પણ વધારે પહેલાંનો (મહાભારતકાલીન) માનવામાં આવે છે. મહારાજા અગ્રસેને અગ્રોહા {હિસાર (હરિયાણા)થી દસ કિલોમીટર દૂર} ખાતે પોતાની રાજધાની બનાવી હતી. વર્તમાન સમયમાં અહીં અગ્રવાલોની કુળદેવી લક્ષ્મી માતાનું ખુબ જ સુંદર મંદિર બનાવવામાં આવેલું છે, જેને અગ્રવાલોની શક્તિપીઠ પણ કહેવામાં આવે છે. મહારાજા અગ્રસેનને સમાજવાદના અગ્રદૂત કહેવામાં આવે છે. પોતાના ક્ષેત્રમાં સાચા સમાજવાદની સ્થાપના થાય તે હેતુથી એમણે નિયમ બનાવ્યો હતો કે એમના નગરમાં બહારથી આવીને વસવાટ કરનારા દરેક વ્યક્તિની સહાયતા કરવા માટે નગરના પ્રત્યેક નિવાસી એને એક રુપિયો તથા એક ઈંટ આપશે, જેનાથી આસાનીથી એના માટે નિવાસ સ્થાનનો પ્રબંધ થઇ જાય. મહારાજા અગ્રસેનનો વિવાહ રાજા નાગરાજની પુત્રી માધવી સાથે થયો હતો તથા એમના ૧૮ પુત્રો થયા, જેમના નામ પરથી વર્તમાન સમયમાં અગ્રવાલોના ૧૮ ગોત્ર ગણવામાં આવે છે. આ ગોત્ર નિમ્નલિખિત યાદી પ્રમાણે છે: -

  • ૧. ઐરન
  • ૨. બંસલ
  • ૩. બિંદલ
  • ૪. ભંદલ
  • ૫. ધારણ
  • ૬. ગર્ગ
  • ૭. ગોયલ
  • ૮. ગોયન
  • ૯. જિંદલ
  • ૧૦. કંસલ
  • ૧૧. કુચ્છલ
  • ૧૨. મધુકુલ
  • ૧૩. મંગલ
  • ૧૪. મિત્તલ
  • ૧૫. નાગલ
  • ૧૬. સિંઘલ
  • ૧૭. તાયલ
  • ૧૮. તિંગલ
મહારાજા અગ્રસેન યુગાંક

ભારત દેશમાં વર્તમાન સમયમાં ‘અખિલ ભારતીય અગ્રવાલ સંમેલન’, ‘અખિલ ભારતીય વૈશ્ય મહાસંમેલન’ જેવી સંસ્થાઓ વ્યાપક સ્તર પર કાર્ય કરી રહી છે.

અગ્રવાલ સમાજના કેટલાક મહત્વપૂર્ણ વ્યક્તિઓ:

  • લક્ષ્મી નિવાસ મિત્તલ (પ્રખ્યાત સ્ટીલ ઉત્પાદક વ્યવસાયીક)
  • સુનીલ ભારતી મિત્તલ (ટેલિકૉમ વ્યવસાયીક)
  • પિયૂષ બૉબી જિંદલ {લુઇસયાના (સંયુક્ત રાજ્ય અમેરિકા)ના ગવર્નર}
  • નરેશ ગોયલ (જેટ એયરવેઝના માલિક)
  • સ્વ. ઓમપ્રકાશ જિંદલ (જાણીતા ઉદ્યોગપતિ તેમ જ પૂર્વ સાંસદ હરિયાણાના પૂર્વ મંત્રી)
  • બનારસીદાસ ગુપ્તા (પૂર્વ મુખ્યમંત્રી, હરિયાણા)
  • બાબૂ બાલમુકુંદ ગુપ્ત (સાહિત્યકાર)
  • કાકા હાથરસી ઉર્ફ પ્રભુ દયાલ ગર્ગ (હાસ્ય કલાકાર)

બાહ્ય કડીઓ

ફેરફાર કરો