અથરનાલા સેતુ ઓરિસ્સા રાજ્યના પુરી શહેરમાં માંડુપુર નદી પર બનાવવામાં આવેલ છે. અથરનાલા સેતુનું બાંધકામ ૧૩મી સદીમાં થયું હતું. પુરી શહેરના પ્રવેશદ્વાર પર આ સેતુ ૮૫ મીટર લાંબો અને ૧૧ મીટર પહોળો છે. આ પુલને મધ્યયુગના સમયગાળાની સ્થાપત્ય કલાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણવામાં આવે છે.

અથરનાલા સેતુ, પુરી