અધરંગ
અધરંગને અંગ્રેજીમાં (ધ ટીકલ્સ ફ્લાયકેચર)કહે છે,તેનું શાસ્ત્રીયનામ (મુસ્સીકાપૂલા ટીકેલાય) છે.
અધરંગ | |
---|---|
અધરંગ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Passeriformes |
Family: | Muscicapidae |
Genus: | 'Cyornis' |
Species: | ''C. tickelliae'' |
દ્વિનામી નામ | |
Cyornis tickelliae Blyth, 1843
|
કદ અને દેખાવ
ફેરફાર કરોકદમાં ચકલી જેવડું,લંબાઇ ૧૪ સે.મી.,તેની પીઠનો રંગ ઘેરો ભૂરો અને ચહેરાની બાજુ અને નસ્કોરા પર વધારે ચળકતો ભૂરો હોય છે.પાંખ અને પૂંછડી કાળા રંગના પણ તેમાં પણ ભૂરો રંગ જોવા મળે છે.તેનું ગળું,છાતી અને પેટાળ પર કેશરીયો રંગ જોવા મળે છે.જ્યારે પેટ અને તેની નીચે સફેદ રંગ હોય છે.માદાના રંગ જરા ઝાંખા હોય છે.આંખ કથ્થાઇ,ચાંચ કાળી,અને પગ રાખોડી કથ્થાઇ રંગના હોય છે.ચાંચ ચપટી અને ચાંચ પર બાલ જેવા પીંછા હોય છે.
વિસ્તાર
ફેરફાર કરોઆખા ભારતમાં વસે છે,અને સૌરાષ્ટ્રના ગીર માં તેનું પ્રજનન થાય છે.ઘાંટી જગ્યા અને છાંયો હોય ત્યાં વધુ જોવા મળે છે.તેમાં પણ વનમાં વહેતા પાણીના વોંકળા આસપાસ વધુ રહે છે.ભાવનગર વિસ્તારમાં શિયાળા દરમિયાન જોવા મળે છે.
અવાજ
ફેરફાર કરોભારે મીઠું સંગીત રેલાવે છે.ચિક-ચિક અવાજ કરે છે.
ખોરાક
ફેરફાર કરોજીવાત,કરોળીયા વિગેરે.
ફોટો
ફેરફાર કરો-
નર.
-
નર.
-
માદા.
-
નર.