અન્ના અખ્માતોવા (૧૮૮૯-૧૯૬૬) રશિયાના પ્રમુખ કવિયત્રી હતાં. રશિયન ઊર્મિકવિતાના અભિનવ સ્વરૂપનું ઘડતર કરી તેની સબળ પરિપાટી દૃઢ કરી આપનાર તરીકે તેઓ અનન્ય પ્રતિષ્ઠા પામ્યા છે. તેમના પતિ ગ્લૂમિલોફ પણ વિખ્યાત કવિ હતા, જેમની પાસેથી અખ્માતોવાએ કવિતાશિક્ષણ મેળવ્યું હતું. ઈવનિંગ, રોઝરી વગેરેની તેમના ઉત્તમ કાવ્યસંગ્રહોમાં ગણના થાય છે. જીવનનાં સુખદુઃખનું સરળ ગાન એમની કવિતાનું મહત્વનું અંગ છે. પ્રેમ, નિષ્ફળ પ્રેમ, નિરાશા, એકલતા અને પ્રેમીમાં અપાર શ્રદ્ધા વગેરે એમની કવિતાના ખાસ વિષયો છે. એમને નગરજીવનના કવિ તરીકે પણ અનન્ય ખ્યાતિ મેળવેલ છે. પીટ્સબર્ગનાં દેવળો, મકાનો, ઉદ્યાનો, નીવા નદીના કાંઠા ઉપરના પુલો, મહાલયો અને આખું પીટ્સબર્ગ એમની કવિતામાં આલેખાયું છે.[]

અન્ના અખ્માતોવા
અખ્માતોવા, ૧૯૨૨ (છબી: કુઝમા પેટ્રોવ્-વોડકિન)
અખ્માતોવા, ૧૯૨૨ (છબી: કુઝમા પેટ્રોવ્-વોડકિન)
જન્મઅન્ન એન્દ્રિવ્ના ગોરેન્કો
(1889-06-23)23 June 1889
ઓડેસા, રશિયન સામ્રાજ્ય (અત્યારે ઓડેસા, યુક્રેઈન)
મૃત્યુ5 March 1966(1966-03-05) (ઉંમર 76)
મોસ્કો, સોવિયેટ યુનિયન (અત્યારે મોસ્કો, રશિયા)
વ્યવસાયકવિ, અનુવાદક
રાષ્ટ્રીયતારશિયન
જીવનસાથીનિકોલાય ગ્લૂમિલોફ (૧૯૧૦-૧૯૧૮; છૂટાછેડા)
વ્લાદિમીર શીલેજ્કો (૧૯૧૮-૧૯૨૬; છૂટાછેડા)
સંતાનોલેવ ગ્લૂમિલોફ

ઉત્તમ લયવાહી પ્રેમકાવ્યો કાવ્યો રચીને તેમજ પોતાના પતિ ગ્લૂમિલોફ સાથે છૂટાછેડા મેળવ્યા બાદ કરુણકાવ્યો સર્જીને અખ્માતોવા ઉત્તમ ઉર્મિકવિ તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. અખ્માતોવાને ક્યારેક ગ્રીક કવિયત્રી સોફા સાથે સરખાવવામાં આવે છે, કારણકે તેમની કવિતાઓમાં સોફાની કવિતા જેવું જ કારુણ્ય ઘૂંટાયેલું જોવા મળે છે. ભાવોદ્રેક વગરની સંયમિત સ્વસ્થ કાવ્યવાણી દ્વારા પ્રણયાવસ્થાની મનઃસ્થિતિનું તેમજ પ્રણયવૈફલ્યના પરિતાપનું આલેખન તેમને સહજ રીતે પોતાની કવિતાઓમાં કરેલુ છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ રાવળ, નલિન (૨૦૦૧). ગુજરાતી વિશ્વકોષ. ખંડ ૧ (2nd આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૨૩૫.

બાહ્ય કડી

ફેરફાર કરો

ગુજરાતી વિશ્વકોશમાં અન્ના અખ્માતોવા.