અન્ના સેરગેયેવના કુર્નિકોવા (Russian: audio speaker iconАнна Сергеевна Ку́рникова; જન્મઃ 7 જૂન 1981) એક રશિયન વ્યવસાયિક ટેનિસ ખેલાડી અને મૉડલ છે. તેણે મેળવેલા સિલિબ્રિટી તરીકેના સ્થાનને કારણે તે વિશ્વભરમાં સૌથી સારી રીતે જાણીતા ટેનિસ ખેલાડીઓમાંની એક છે. પ્રસિદ્ધિની ટોચ પર, કુર્નિકોવાની તસવીરો શોધતા ચાહકોએ તેના નામને ઈન્ટરનેટ ગૂગલ(Google) સર્ચ એન્જિન પર સૌથી વધુ શોધાતાં નામોમાંનું એક બનાવ્યું છે.[][][]

અન્ના કુર્નિકોવા
[[File: Kournikova playing doubles at Medibank International Sydney in 2002.|frameless|alt=]]
દેશ Russia
રહેઠાણMiami Beach, Florida, United States
ઊંચાઈ1.72 m (5 ft 7+12 in)
વજન56 kg (123 lb)
Turned proOctober 1995
PlaysRight; Two-handed backhand
કારકિર્દીની પુરસ્કાર રકમUS$3,584,662
Singles
કારકિર્દીનો રેકર્ડ209–129
કારકિર્દીના ટાઈટલ્સ0 WTA, 2 ITF[]
સર્વોચ્ચ રેન્કિંગNo. 8 (20 November 2000)
Grand Slam Singles results
ઓસ્ટ્રેલિયન ઓપનQF (2001)
ફ્રેંચ ઓપન4R (1998, 1999)
વિમ્બલ્ડનSF (1997)
યુએસ ઓપન4R (1996, 2002)
Other tournaments
ChampionshipsSF (2000)
Olympic Games1R (1996)
Doubles
Career record200–71
Career titles16 WTA[]
Highest rankingNo. 1 (22 November 1999)
Grand Slam Doubles results
Australian OpenW (1999, 2002)
French OpenF (1999)
WimbledonSF (2000, 2002)
US OpenQF (1996, 2002)
Other Doubles tournaments
WTA ChampionshipsW (1999, 2000)
Last updated on: 29 October 2008.

સિંગલ્સમાં પણ સફળ હોવા છતાં, 2000માં તેણે વિશ્વમાં 8મો ક્રમાંક મેળવ્યો હતો, પણ ડબલ્સ એ કુર્નિકોવાની વિશિષ્ટતા રહી હતી, જેમાં અમુક સમય માટે તે વિશ્વની પહેલા ક્રમાંકની ખેલાડી રહી હતી. ઓસ્ટ્રેલિયામાં 1999 અને 2000માં તેણે, પોતાની ભાગીદાર માર્ટિના હિંગીસ સાથે ગ્રાન્ડ સ્લામ ખિતાબ જીત્યા હતા. પીઠની અને કરોડરજ્જુની ગંભીર સમસ્યાઓને કારણે, છેલ્લા કેટલાક વર્ષોથી કુર્નિકોવાની વ્યાવસાયિક ટેનિસ કારકિર્દી ટૂંકાઈ છે, અને સંભવતઃ કદાચ અંત પણ પામી છે. હાલમાં તે મિઆમી બિચ, ફલોરિડા ખાતે વસે છે, અને પ્રસંગોપાત્ત પ્રદર્શનોમાં અને સેન્ટ લુઈસ એસિસ ઓફ વર્લ્ડ ટીમ ટેનિસ માટે ડબલ્સ રમે છે.

પૂર્વજીવન

ફેરફાર કરો

અન્નાનો જન્મ સોવિયેત યુનિયનના મોસ્કોમાં 7 જૂન 1981ના થયો હતો. તેના પિતા, સેરગેઈ કુર્નિકોવા એ વખતે 20 વર્ષના હતા.[] સેરગેઈ, એક ભૂતપૂર્વ ગ્રેકો-રોમન રેસલિંગ ચેમ્પિયન (કુસ્તીબાજ) હતા, તેમણેડૉકટરેટની (Ph.D) પદવી મેળવી હતી અને મોસ્કોમાં ફિઝિકલ કલ્ચર ઍન્ડ સ્પોર્ટ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. 2001ની સ્થિતિ મુજબ, તેઓ હજી પણ ત્યાં માર્શલ આર્ટ્સના પ્રશિક્ષક તરીકે આંશિક સેવાઓ આપે છે.[] તેમની માતા, એલા, જયારે અન્ના જન્મી ત્યારે 18 વર્ષની, મજબૂત બાંધો ધરાવતી સોનેરી વાળવાળી યુવતી હતી, અને 400-મીટર માટેની દોડવીર રહી ચૂકી હતી.[] સેરગેઈએ કહે છેઃ "અમે યુવાન હતાં અને અમને સ્વચ્છ, શારીરિક રમતો-શ્રમવાળું જીવન પસંદ હતું, એટલે શરૂઆતથી જ એન્ના રમત માટેના એક સારા વાતાવરણમાં હતી."[] રશિયન ભાષામાં તેમના પારિવારિક નામને "ઓ(o)" વિના લખવામાં આપે છે, એટલે તેનું સીધું ભાષાંતર "કુર્નિકોવા" (Kurnikova) થાય, અને કેટલીક વાર તેને એમ લખવામાં પણ આવે છે. પણ તેનો ઉચ્ચાર "કોર્નિકોવા" (Kournikova) થાય છે, એટલે પરિવારે એ રીતે તેની અંગ્રેજી જોડણી રાખવી પસંદ કરી છે.[]

5 વર્ષની ઉંમરે, 1986માં અન્નાએ તેનું પહેલું ટેનિસ રૅકેટ નવા વર્ષની ભેટના રૂપમાં મેળવ્યું હતું.[] અન્ના કહે છેઃ "પાંચ વર્ષની ઉંમરથી હું અઠવાડિયામાં બે વખત રમતી. એ બાળકોનો કાર્યક્રમ હતો. અને તે માત્ર મજા ખાતર હતો; હું વ્યાવસાયિક ખેલાડી તરીકે કોઈ દિવસ રમીશ એવું મારાં માતાપિતા જાણતાં નહોતાં, મારી પાસે અઢળક ઊર્જા હતી એટલે તેઓ તો માત્ર હું કંઈક કરું તેવું ઇચ્છતાં હતાં. સાત વર્ષની ઉંમરે જયારે મેં સારું રમવા માંડ્યું, ત્યારે છેક મને વ્યાવસાયિક એકેડમીમાં મૂકવામાં આવી. હું શાળાએ જતી, અને પછી મારાં માતાપિતા મને કલબમાં લઈ જતા, અને ત્યાં બાળકો સાથે માત્ર મજા કરવામાં હું મારો બાકીનો દિવસ વીતાવી દેતી."[] 1986માં, અન્ના લારિસ્સા પ્રેઓબ્રાઝહેનસ્કાયા દ્વારા પ્રશિક્ષિત, પ્રતિષ્ઠિત સ્પારટેક ટેનિસ કલબની સદસ્ય બની.[] 1989માં, આઠ વર્ષની ઉંમરે, અન્નાએ જુનિયર ટુર્નામેન્ટોમાં ભાગ લેવો શરૂ કર્યો અને બીજા જ વર્ષે, તેણે વિશ્વભરમાં ફેલાયેલા ટેનિસ સ્કાઉટોનું ધ્યાન ખેંચવું શરૂ કર્યું. દસ વર્ષની ઉંમરે અન્નાએ એક વ્યવસ્થાપન સૌદા પર હસ્તાક્ષર કર્યા અને નિક બોલેટ્ટીએરીની જાણીતી ટેનિસ એકેડમીમાં તાલીમ લેવા માટે બ્રાડેન્ટોન, ફલોરિડા ગઈ.[]

ટેનિસ કારકિર્દી

ફેરફાર કરો

1989–1997: પ્રારંભિક વર્ષો અને પહેલી સફળતા

ફેરફાર કરો

યુનાઈટેડ સ્ટેટ્સમાં તેનું આગમન થયા પછી, અન્ના ટેનિસ દશ્યપટલ પર છવાઈ ગઈ, અને પરિણામે એ આજે છે તે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ટેનિસ ખેલાડી બની.[] 14 વર્ષની ઉંમરે, તે યુરોપિન ચેમ્પિયનશિપો અને ઈટાલિયન ઓપન જુનિયર ટુર્નામેન્ટ જીતવા માટે નીકળી પડી હતી. અન્નાએ પ્રતિષ્ઠિત જુનિયર ઓરેન્જ બોલમાં પણ હરીફને હરાવીને જીત મેળવી હતી, અને એ સાથે ટુર્નામેન્ટ ખાતે 18 અને તેથી નીચેનાના વિભાગને જીતનારી સૌથી નાની ઉંમરની ખેલાડી બની હતી. એ વર્ષના અંત સુધીમાં, અન્નાએ આઈટીએફ (ITF) જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ U-18 અને જુનિયર યુરોપિયન ચેમ્પિયન U-18નો તાજ મેળવી લીધો હતો.[]1994માં, અન્ના કુર્નિકોવાને મોસ્કોમાં આઈટીએફ (ITF) ટુર્નામેન્ટમાં વાઈલ્ડ કાર્ડ મળ્યું, પણ ત્રીજી નિવડેલી ખેલાડી સાબાઈન અપેલમાન્સ સામે હારી ગઈ.[] 14 વર્ષની ઉંમરે ફેડ કપ ફોર રશિયાથી તેણે વ્યવસાયિક ટેનિસમાં ઝુકાવ્યું અને તેમાં રમનારી અને તેને જીતનારી સૌથી નાની ખેલાડી બની.[] 1995માં, તે વ્યવસાયી બની ચૂકી હતી, અને તેણે મિશિગનના મિડલૅન્ડમાં અને ઈલિનોઈસના રોકફોર્ડમાં, બે આઈટીએફ (ITF) શીર્ષકો જીત્યાં. એ જ વર્ષે કુર્નિકોવા ક્રેમલિન કપ ખાતે પોતાની પહેલી ડબ્લ્યુટીએ (WTA) ટૂર ડબલ્સના ફાયનલમાં પહોંચી. બંને સિંગલ્સ અને ડબલ્સમાં 1995ની વિમ્બલ્ડન ગર્લ્સ ચેમ્પિયન એલેકસાન્દ્રા ઓલસ્ઝા સાથે ભાગીદારીમાં રમી અને 6–0, 6–1 સાથે મેરેડિથ મૅકગ્રાથ અને લારિસા નેઈલૅન્ડ સામે હારી.

15 વર્ષની ઉંમરે, તે પહેલીવાર ગ્રાન્ડ સ્લામમાં પહોંચી, જયાં 1996ના યુ.એસ. ઓપનના ચોથા દાવ સુધી પહોંચી ગઈ અને ત્યારની ટોચનો ક્રમાંક ધરાવતી ખેલાડી, સ્ટેફી ગ્રાફ જ તેને આગળ વધતાં રોકી શકી, અને અંતે વિજેતા બની. આ ટુર્નામેન્ટ પછી, તેનું ક્રમાંકન 144 પરથી કૂદીને પહેલીવાર ટોચના 100માં 69ના ક્રમના ખેલાડી તરીકે થયું. કુર્નિકોવા અટલાન્ટા, જીઓર્જિઆમાં આયોજાયેલા, 1996ના ઓલિમ્પિક રમતોમાં સહભાગી બનેલા રશિયન પ્રતિનિધિમંડળની સદસ્ય હતી. 1996માં, તેને વર્ષની ડબ્લ્યુટીએ (WTA) નવાંગતુક ઘોષિત કરવામાં આવી,[] અને તે સિઝનના અંતે તે નં. 57નું ક્રમાંકન ધરાવતી હતી. વિશ્વના 67મા ક્રમના ખેલાડી તરીકે, કુર્નિકોવાએ 1997ના ઓસ્ટ્રેલિયન ઓપનમાં પ્રવેશ કર્યો હતો.[] જો કે, વિશ્વની 12મા ક્રમની ખેલાડી અમાન્દા કોઅત્ઝર સામે તે 6–2, 6–2થી પહેલા જ રાઉન્ટમાં હારી ગઈ હતી. રશિયન સાથી ખેલાડી એલેના લિખોવ્ત્સેના સાથે ભાગીદારીમાં તેણે મહિલાઓના ડબલ્સમાં પણ હિસ્સો લીધો હતો, પણ આઠમા નીવડેલા ખેલાડીઓ ચાન્દા રુબિન અને બ્રેન્દા સ્ચુલ્ત્ઝ-મૅકકાર્થી સામે 6–2, 6–3થી હારી હતી.[] પૅસિફિક લાઈફ ઓપનમાં પહેલા રાઉન્ડમાં પેટ્રીસિઆ હાય-બોઉલાઈસને 1–6, 6–1, 6–4થી પછાડીને કુર્નિકોવા બીજા રાઉન્ડમાં પહોંચી હતી, જેમાં વિશ્વની ત્રીજા ક્રમાંકની ખેલાડી એન્કે હુબેર સામે તે 3–6, 6–2, 6–2થી હારી હતી. ડબલ્સમાં, કવાર્ટર ફાયનલમાં મૅરી જો ફર્નાન્ડીઝ અને ચાન્દા રુબિન સામે 2–6, 6–4, 7–5/થી હારતાં પહેલાં, બીજા રાઉન્ડમાં કુર્નિકોવા અને લિખોવત્સેવાએ બીજા ક્રમની નીવડેલી ખેલાડીઓ લારિસા નેઈલૅન્ડ અને હેલના સુકોવાને 7–5, 4–6, 6–3થી પછાડ્યા.[] મિઆમી ઓપન ખાતે કુર્નિકોવાએ બીજા રાઉન્ડમાં વિશ્વની 12મા ક્રમાંકની ખેલાડી અમાન્દા કોએત્ઝરને 6–1, 3–6, 6–3થી અને ત્રીજા રાઉન્ડમાં 29મા ક્રમની ખેલાડી કેટરિના સ્ટુડેનિકોવાને 1–6, 6–4, 6–0થી હરાવી, અને પછી ચોથા રાઉન્ડમાં 3જું ક્રમાંકન ધરાવતી જાના નોવોત્ના સામે 6–3, 6–4થી હારી. મિઆમી ડબલ્સના પહેલા રાઉન્ડમાં, તે અને લિખોવત્સેવા, ડોમિનિક મોનામી અને બાર્બરા રિટ્ટનર સામે 6–4, 6–3થી હાર્યા.[] ઈટાલિયન ઓપનના પહેલા રાઉન્ડમાં શિ-ટિંગ વાંગને 6–3, 6–4થી માત આપ્યા પછી, બીજા રાઉન્ડમાં કુર્નિકોવા અમાન્દા કોએત્ઝેર સામે 6–2, 4–6, 6–1થી હારી. જો કે, તેની અને લિખોવત્સેવાની ભાગીદારી સેમિફાયનલ સુધી પહોંચી ગઈ હતી, જેમાં તેણે બીજા રાઉન્ડમાં પહેલા ક્રમની નીવડેલી ખેલાડીઓ નેઈલૅન્ડ અને સુકોવાને 6(4)–7, 6–2, 7–5થી હરાવ્યાં હતાં, અને ત્રીજા રાઉન્ડમાં બાર્બરા સ્ચેએટ અને પૅટ્ટી સ્ચિન્દેરને 7–6(2), 6–4થી હરાવ્યાં હતાં, અને અંતે છઠ્ઠા ક્રમની નીવડેલી મૅરી જો અને ફર્નાન્ડિઝ અને પેટ્રિસિઆ તારાબિની સામે 7–6(5), 6–3થી હાર માની હતી.[]

કુર્નિકોવાએ જર્મન ઓપનના ત્રીજા રાઉન્ડમાં ભૂતપૂર્વ વિશ્વ ક્રમાંક 1 અને હાલનો વિશ્વ ક્રમાંક 5 ધરાવતી આરન્ટકસા સાન્ચેઝ વિકારિઓને 3–6, 6–0, 6–3થી હરાવ્યા પછી, કવાર્ટર ફાયનલમાં મૅરી જો ફર્નાન્ડીઝ દ્વારા 6–1, 6–4થી માત પામી હતી.[] ડબલ્સના બીજા રાઉન્ડમાં છઠ્ઠી નીવડેલા ખેલાડીઓ એલેકઝાન્ડ્રા ફુસાઈ અને નાથાલી તાઉઝિએટને 6–4, 7–6(2)થી પછાડાટ આપ્યા પછી, તે લિખોવત્સેવાની ભાગીદારીમાં ડબલ્સના કવાર્ટર ફાયનલ સુધી પણ પહોંચી ગઈ હતી, પણ છેવટે પ્રથમ નીવડેલાં ખેલાડીઓ ગિગી ફર્નાન્ડીઝ અને નતાશા ઝેવેરેવા સામે તેણે 6–2, 7–5થી નમતું જોખવું પડ્યું હતું. 1997ની ફ્રેન્ચ ઓપનમાં, તેણે પહેલા રાઉન્ડમાં રાડકા ઝરુબાકોવાને 6–3, 6–2થી અને બીજા રાઉન્ડમાં સાન્દ્રા સેકચિનીને 6–2, 6–2થી હરાવ્યાં હતાં અને પછી ત્રીજા રાઉન્ડમાં વિશ્વની પહેલા ક્રમાંકની ખેલાડી માર્ટિના હિંગીસ સામે 6–1, 6–3થી હારી હતી. તે લિખોવત્સેવા સાથે ડબલ્સના ત્રીજા રાઉન્ડ સુધી પહોંચી હતી અને આંતરિક ટીમ અને આઠમા નીવડેલાં ખેલાડીઓ ફુસાઈ અને તાઉઝિઅત સામે હારી હતી. 1997ની વિમ્બલડન ચેમ્પિયનશિપોમાં, અન્ના કુર્નિકોવા ઓપન મૅચોના યુગમાં સેમિફાયનલ્સ સુધી પહોંચનારી માત્ર બીજી મહિલા બની, અને તેના વિમ્બલ્ડન પ્રવેશ પછી, આ તેની પહેલી WTA ટૂર સેમિફાયનલો પણ હતી, તેના પહેલાં વિમ્બલ્ડન સેમિફાયનલમાં પહોંચનાર પહેલી મહિલા 1972માં ચેરિસ ઈવર્ટ હતી.[] તેણે પહેલા રાઉન્ડમાં ચાન્દા રુબિનને 6–1, 6–1થી, બીજા રાઉન્ડમાં બાર્બરા રિટ્ટનેરને 4–6, 7–6(7)થી, ત્રીજા રાઉન્ડમાં સાતમી નીવડેલી ખેલાડી અન્કે હુબેરને 3–6, 6–4, 6–4થી, ચોથા રાઉન્ડમાં હેલેના સુકોવાને 2–6, 6–2, 6–3થી અને કવાર્ટર ફાયનલોમાં ચોથા ક્રમાંકની અને ફ્રેન્ચ ઓપન વિજેતા ઈવા માજોલીને 7–6(1), 6–4થી માત આપી અને પછી અંતે, વિજેતા માર્ટિન હિંગીસ સામે 6–3, 6–2ના સ્કોરથી હારી.

એ પછી લોસ એન્જલસ ઓપનના પહેલા રાઉન્ડમાં કુર્નિકોવા એન્કે હુબેર સામે 6–0, 6–1થી હારી, અને ડબલ્સમાં એઈ સુગિયામા સાથે સેમિફાયનલમાં પહોંચી. 1997ની યુ.એસ. ઓપનમાં તે બીજા રાઉન્ડમાં અગિયારમી નીવડેલી ખેલાડી ઈરિના સ્પિર્લીઆ સામે 6–1, 3–6, 6–3થી હારી. લિખોવત્સેવા સાથેની ભાગીદારીમાંમ તે મહિલા ડબલ્સના ત્રીજા રાઉન્ડ સુધી પહોંચી, પણ દ્વિતીય નીવડેલા ખેલાડીઓ હિંગીસ અણે સાન્ચેઝ વિકારિઓ સામે 6–4, 6–4થી હારી.[] 1997માં ફિલ્ડેરસ્ટાડ્ટ ખાતે પોર્સ્ચે ટેનિસ ગ્રાન્ડ પ્રિકસ ખાતે તે પોતાનો છેલ્લો WTA ટૂર કાર્યક્રમ રમી, અને ત્યાં સિંગલ્સના બીજા રાઉન્ડમાં અમાન્દા કોએત્ઝર સામે 3–6 6–3 6–4થી હારી અને ડબલ્સના પહેલા રાઉન્ડમાં લિન્ડસે ડાવેનપોર્ટ અને જાના નોવોત્ના સામે લિખોવત્સેવા સાથે 6–2, 6–4થી હારી. 19મેના તેને ટોચની 50 ખેલાડીઓમાં સ્થાન મળ્યું, અને સિઝનના અંતે તેને સિંગલ્સમાં 32મા ક્રમાંકની અને ડબલ્સમાં 41મા ક્રમાંકની ખેલાડી જાહેર કરવામાં આવી.[]

1998–2000: સફળતા અને સ્ટારપદ

ફેરફાર કરો
 
અન્ના કુર્નિકોવા, ફેમિલી સર્કલ કપ ટેનિસ ટુર્નામેન્ટ માટે દક્ષિણ કારોલિનાના ડેનિઅલ દ્વીપ પર ચારલેસ્ટોન ખાતે, મૅચ માટે પોતાના બૅકહેન્ડનો મહાવરો કરી રહી છે, જયાં સુરક્ષા પૂરી પાડવા માટે ચારલેસ્ટોન ઍર ફોર્સ બેઝ (AFB)ના સેંકડો અધિકારીઓ સ્વેચ્છિક સેવાઓ આપી હતી.

1998માં કુર્નિકોવા પહેલી વખત WTAના ટોચના 20 ક્રમાંકનોમાં ઝળકી, ત્યારે તેને 16મા ક્રમાંકની ખેલાડી જાહેર કરવામાં આવી હતી. તેણે માર્ટિના હિંગીસ, લિન્ડસે ડેવેનપોર્ટ, સ્ટેફી ગ્રાફ અને મોનિકા સેલ્સ પર તેણે પ્રભાવશાળી જિતો હાંસલ કરી હતી. કુર્નિકોવાએ પોતાની 1998ની સિઝન હાનનોવરથી શરૂ કરી, જયાં તે સેમિફાયનલમાં નીવડેલી પ્રથમ ખેલાડી જાના નોવોત્ના સામે 6–3, 6–3થી હારી. ડબલ્સમાં તેણે લારિસા નેઈલૅન્ડ સાથે જોડી બનાવી, અને કવાર્ટર ફાયનલમાં એલિના લિખોવત્સેવા અને કૅરોલાઈન વિસ સામે 3–6, 6–2, 7–5થી હારી.[] પછી સિડની ખાતે મેડિબૅન્ક ઈન્ટરનેશનલના સિંગલ્સ અને ડબલ્સ એમ બંનેના બીજા રાઉન્ડ સુધી પહોંચી, સિંગલ્સના બીજા રાઉન્ડમાં તે લિન્ડસે ડેવેનપોર્ટ સામે 6–2, 6(4)–7, 6–3થી હારી. 1998ની ઓસ્ટ્રેલિયન ઓપનમાં, કુર્નિકોવા વિશ્વની પહેલા ક્રમાંકની ખેલાડી માર્ટિના હિંગીસ સામે ત્રીજા રાઉન્ડમાં 6–4, 4–6, 6–4થી હારી. તેણે મહિલાઓની ડબલ્સ માટે લારિસા નેઈલૅન્ડ સાથે જોડી બનાવી, પણ તે બંને અંતે બીજા રાઉન્ડમાં વિજેતા હિંગીસ અને મિર્જાના લુસિસ સામે 7–5, 6–2થી હાર્યાં હતાં.[] ભલે તે પેરિસ ઓપનના સિંગલ્સના બીજા જ રાઉન્ડમાં એન્કે હુબેર સામે હારી ગઈ, પણ તે લારિસા નેઈલૅન્ડ સાથે ભાગીદારીમાં તે સેકન્ડ ડબલ્સ WTA ટૂરના ફાયનલ સુધી પહોંચી ગઈ. તેઓ સાબાઈન એપલમૅન્સ અને મિરિઆમ ઓરિમાન્સ સામે 1–6, 6–3, 7–6(3)થી હાર્યાં. કુર્નિકોવા અને નેઈલૅન્ડની જોડી લિન્ઝ ઓપન ખાતે તેમના સળંગ બીજા ફાયનલમાં પહોંચી, જયાં તે ઍલેકઝાન્ડ્રા ફુસાઈ અને નાથાલિ તાઉઝિઅત સામે 6–3, 3–6, 6–4થી હાર્યાં. સિંગલ્સમાં, કુર્નિકોવા ત્રીજા રાઉન્ડ સુધી પહોંચી. પૅસિફિક ઓપનમાં, તે ત્રીજા રાઉન્ડ સુધી પહોંચી અને તેમાં 1994ની વિમ્બલ્ડન વિજેતા કોનચિતા માર્ટિનેઝ સામે 6–3, 6–4થી હારી, પણ તે નેઈલૅન્ડ સાથે ડબલ્સના કવાર્ટરફાયનલ્સ સુધી પહોંચી. નેઈલૅન્ડ સાથે ડબલ્સના કવાર્ટર ફાયનલમાં પહોંચ્યા હોવા છતાં, કુર્નિકોવાએ વધુ મોટી સફળતા મિઆમી ઓપન ખાતેની સિંગલ્સમાં મેળવી, જયાં તે પોતાની પહેલી WTA ટૂર સિંગલ્સ ફાયનલ સુધી પહોંચી. પહેલા રાઉન્ડમાં મિર્જાના લુસિસને 6–4, 6–2થી, બીજા રાઉન્ડમાં ભૂતપૂર્વ વિશ્વ ક્રમાંક 1 ધરાવતી મોનિકા સેલ્સને 7–5, 6–4થી, ત્રીજા રાઉન્ડમાં કોનચિતા માર્ટિનેઝને 6–3, 6–0થી, કવાર્ટરફાયનલમાં લિન્ડસે ડેવેનપોર્ટને 6–4, 2–6, 6–2થી, અને સેમિફાયનલમાં ભૂતપૂર્વ નં. 1 ખેલાડી અરાન્ટકસા સાન્ચેઝ વિકારિઓને 3–6, 6–1, 6–3થી હરાવ્યા પછી, છેવટે ફાયનલમાં તે વિનસ વિલિઅમ્સ સામે 2–6, 6–4, 6–1થી હારી હતી.[]

કુર્નિકોવા અમેલિયા આયલૅન્ડ અને ઈટાલિયન ઓપનમાં, એમ સળંગ બે કવાર્ટરફાયનલ સુધી પહોંચી હતી, અને ક્રમશઃ લિન્ડસે ડેવેનપોર્ટ સામે 7–5, 6–3થી અને માર્ટિન હિંગીસ સામે 6–2, 6–4થી હારી હતી. જર્મન ઓપનમાં, તે સિંગલ્સ અને લારિસા નેઈલૅન્ડ સાથે ડબલ્સ એમ બંનેના સેમિફાયનલ સુધી પહોંચી હતી, અને ક્રમશઃ 6–0, 6–1થી કોનચિતા માર્ટિનેઝ સામે અને 6–1, 6–4થી એલેકઝાન્ડ્રા ફુસાઈ અને નાથાલી તાઉઝિઅટ સામે હારી હતી. 1998ની ફ્રેન્ચ ઓપનની ટુર્નામેન્ટમાં કુર્નિકોવાએ અત્યાર સુધીનો પોતાનો શ્રેષ્ઠ દેખાવ પ્રદર્શિત કર્યો, અને ચોથા રાઉન્ડમાં જાના નોવોત્ના સામે 6(2)–7, 6–3, 6–3થી હારી. તે પોતાના પહેલા ગ્રાન્ડ સ્લામ ડબલ્સના સેમિફાયનલમાં પણ પહોંચી, અને તેમાં નેઈલૅન્ડની સાથે લિન્ડસે ડેવેનપોર્ટ અને નતાશા ઝેવેરેવા સામે 6–3, 6–2થી હારી. સ્ટેફી ગ્રાફ સામેની પોતાની ઈસ્ટબોર્ન ઓપનની કવાર્ટરફાયનલ મૅચમાં, કુર્નિકોવાના અંગૂઠાને ઇજા પહોંચી, જેના કારણે છેવટે તેને 1998ની વિમ્બલ્ડન ચેમ્પિયનશિપોમાંથી બહાર રહેવાની ફરજ પડી.[] અલબત્ત, તે 6(4)–7, 6–3, 6–4થી એ મૅચ જીતી ગઈ હતી, પણ પછી અરાન્ટકસા સાન્ચેઝ વિકારિઓ સામેની સેમિફાયનલ તેને પડતી મૂકવી પડી હતી.[] ત્યારબાદ કુર્નિકોવા દુ મૌરિઅર ઓપન માટે પાછી ફરી, અને ત્રીજા રાઉન્ડમાં કોનચિતા માર્ટિનેઝ સામે 6–0, 6–3થી હારતાં પહેલાં, તેણે એલેકઝાન્ડ્રા ફુસાઈ અને રુકઝાન્ડ્રા ડ્રાગોમિરને હરાવ્યાં હતાં. ન્યૂ હેવનમાં આયોજિત પાયલટ પેન ટેનિસના બીજા રાઉન્ડમાં તે અમાન્દા કોએત્ઝર સામે 1–6, 6–4, 7–5થી હારી. 1998ની યુ.એસ. ઓપનમાં, કુર્નિકોવા ચોથા રાઉન્ડ સુધી પહોંચી અને તેમાં આરાન્ટકસા સાન્ચેઝ વિકારિઓથી પરાસ્ત થઈ. તે પછી ટોયોટા પ્રિન્સેસ કપ, પોર્સ્ચે ટેનિસ ગ્રાન્ડ પ્રિકસ, ઝુરિચ ઓપન અને ક્રેમલિન કપ દરમ્યાન તેણે શ્રેણીબદ્ધ નબળાં પરિણામો આપ્યાં, પરંતુ સમગ્ર વર્ષ દરમ્યાન તેણે એકંદરે સારાં પરિણામ આપ્યાં હોવાથી તે 1998 WTA ટૂર ચેમ્પિયનશિપો માટે પોતાને યોગ્ય ઠેરવી શકી. જો કે તે પહેલા રાઉન્ડમાં મોનિકા સેલ્સ સામે 6–4, 6–3થી પરાજય પામી. અલબત્ત, સેલ્સ સાથેની જોડીમાં તેણે ટોકયોમાં, ફાયનલમાં મૅરી જો ફર્નાન્ડીઝ અને આરાન્ટકસા સાન્ચેઝ વિકારિઓને 6–4, 6–4થી હારાવીને પોતાનો પહેલો ડબલ્સનો ખિતાબ મેળવ્યો. સિઝનના અંતે, ડબલ્સમાં તે નં. 10મા ખેલાડીનું ક્રમાંકન પામી.[]

કુર્નિકોવાએ પોતાની 1999ની સિઝનનું ઉદ્ઘાટન અદીદાસ ઓપનથી કર્યું, જેમાં તે બીજા રાઉન્ડમાં ડૉમિનિક વાન રૂસ્ટ સામે હારી.[] તે પછી તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમી, જેમાં તે ચોથા રાઉન્ડમાં મૅરી પિઅર્સ સામે 6–0, 6–4થી હારી. જો કે, માર્ટિના હિંગીસની ભાગીદારીમાં કુર્નિકોવાએ પોતાનો પહેલો, ડબલ્સનો ગ્રાન્ડ સ્લામ ખિતાબ જીત્યો. બંનેએ મળીને ફાયનલમાં લિન્ડસે ડેવેનપોર્ટ અને નતાશા ઝવેરેવાને માત આપી હતી. એ પછી ટોરેય પાન પૅસિફિક ઓપનના કવાર્ટર ફાયનલમાં મોનિકા સેલ્સ સામે કુર્નિકોવાનો 7–5, 6–3થી પરાજય થયો. ઓકલાહોમા સિટીમાં તે સેમિફાયનલમાં 6–4, 6–2થી અમાન્દા કોએત્ઝરથી, એવર્ટ કપના પહેલા રાઉન્ડમાં સ્લિવિઆ ફારિના ઈલિઆથી, અને લિપ્ટન ચેમ્પિયનશિપોમાં બાર્બરા સ્ચેટ્ટથી પરાસ્ત થઈ. ટાયર I ફેમિલી સર્કલ કપમાં, પોતાની દ્વિતીય WTA ટૂરના ફાયનલ સુધી પહોંચી, પણ તેમાં માર્ટિના હિંગીસ સામે 6–4, 6–3થી હારી.[] તે પછી બાસ્ચ ઍન્ડ લૉમ્બ ચેમ્પિયનશિપોના સેમિફાયનલ સુધી પહોંચવામાં તેણે જેનિફર કાપ્રિઅટી, લિન્ડસે ડેવેનપોર્ટ અને પૅટ્ટી સ્ચેનિડેરને હરાવ્યાં અને પછી રુક્ષાન્દ્રા ડ્રાગોમિર સામે 6–3, 7–5થી પરાજય પામી. ઈટાલિયન ઓપન અને જર્મન ઓપનમાં રાઉન્ડ રોબિન પરિણામો પછી, 1999ની ફ્રેન્ચ ઓપનમાં કુર્નિકોવા ચોથા રાઉન્ડ સુધી પહોંચી, અને છેલ્લે વિજેતા સ્ટેફી ગ્રાફ સામે 6–3, 7–6થી પરાસ્ત થઈ.[] એ પછી ઈસ્ટબોર્નમાં સેમિફાયનલમાં નાથાલી તાઉઝિઅટથી 6–4, 4–6, 8–૬ સાથે હારી. 1999ની વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ ખાતે, કુર્નિકોવા ચોથા રાઉન્ડમાં વિનસ વિલિયમ્સ સામે 3–6, 6–3, 6–2થી પરાસ્ત થઈ. 1999ની વિમ્બલ્ડન મિકસ્ડ ડબલ્સમાં, જોનાસ બજોર્કમૅન સાથે તે ફાયનલ સુધી પહોંચી ગઈ, પરંતુ તે બંને લિઅન્ડર પેસ અને લિસા રૅયમન્ડ સામે 6–4, 3–6, 6–3થી હાર્યાં. 1999ની WTA ટૂર ચેમ્પિયનશિપોમાં કુર્નિકોવાએ પ્રવેશ મેળવ્યો, પણ તેના પ્રથમ રાઉન્ડમાં મૅરી પ્રિઅર્સ સામે 6(3)–7, 7–6(5), 6–0થી પરાસ્ત થઈ, અને તે સિઝનના અંતે વિશ્વની 12મા ક્રમાંકની ખેલાડી બની રહી.[] 1999ના સમયગાળા દરમ્યાન, તે એ દિવસોના પ્રમુખ સર્ચ એન્જિન, યાહૂ!(Yahoo!) પર વિશ્વની સૌથી વધુ શોધાતી ખેલાડી પણ બની રહી હતી.[૧૦] એ સિઝનમાં કુર્નિકોવા ડબલ્સમાં વધુ સફળ થઈ હતી. ઓસ્ટ્રેલિયા ઓપનમાં વિજય નોંધાવ્યા પછી, તેની અને માર્ટિના હિંગીસની જોડીએ ઈન્ડિયાના વેલ્સ, રોમ, ઈસ્ટબોર્નની ટુર્નામેન્ટો અને 1999ની WTA ટૂર ચેમ્પિયનશિપો જીતી હતી, અને 1999ની ફ્રેન્ચ ઓપનમાં ફાયનલ સુધી પહોંચ્યા હતાં, જયાં તેઓ સરેના અને વિનસ વિલિયમ્સ સામે 3–6, 7–6(2), 6–8થી પરાસ્ત થયાં હતાં. કુર્નિકોવા, એલિના લિખોવત્સેવા સાથે, સ્ટાનફોર્ડના ફાયનલમાં પહોંચી હતી. 22 નવેમ્બર 1999માં તે ડબલ્સમાં વિશ્વના પહેલા ક્રમાંકની ખેલાડી બની, અને એ સિઝન દરમ્યાન એ ક્રમાંકન જાળવી રાખ્યું. અન્ના કોર્નિકોવા અને માર્ટિના હિંગીસને વર્ષની શ્રેષ્ઠ ડબલ્સ ટીમ તરીકેનો WTA એવોર્ડ આપવામાં આવ્યો હતો.

જુલી હેરાલ્ડ સાથેની ભાગીદારીમાં ગોલ્ડ કોસ્ટ ઓપન જીતીને કુર્નિકોવાએ પોતાની 2000ની સિઝનનો આરંભ કર્યો. એ પછી તે મેડિબૅન્ક ઈન્ટરનેશનલ સિડનીના સિંગલ્સના સેમિફાયનલમાં પહોંચી, જયાં તે લિન્ડસે ડેવેનપોર્ટ સામે 6–3, 6–2થી હારી. 2000ની ઓસ્ટ્રેલિયન ઓપનમાં, તે સિંગલ્સના ચોથા રાઉન્ડ સુધી અને ડબલ્સમાં સેમિફાયનલ સુધી પહોંચી. બાર્બરા સ્ચેટ્ટ સાથેની તેની જોડી, લિસા રેમન્ડ અને રેની સ્ટબ્સ સામે હારી. આ સિઝનમાં, કુર્નિકોવા કુલ આઠ સેમિફાયનલોમાં (સિડની, સ્કોટ્સડેલ, સ્ટાનફોર્ડ, સાન ડિઆગો, લુકસેમ્બોર્ગ, લેઈપઝિગ 2000 WTA ટૂર ચેમ્પિયનશિપો), સાત કવાર્ટરફાયનલોમાં (ગોલ્ડ કોસ્ટ, ટોકયો, અમેલિયા આયલૅન્ડ, હમ્બર્ગ, ઈસ્ટબોર્ન, ઝુરિચ અને ફિલાડેલફિઆ) અને એક ફાયનલમાં પહોંચી. એક આંતરિક (ડોમેસ્ટિક) ખેલાડી હોવા છતાં, કુર્નિકોવા ક્રેમલિન કપના ફાયનલમાં માર્ટિના હિંગીસ સામે 6–3, 6–1થી પરાસ્ત થઈ. 20 નવેમ્બર 2000ના, છેવટે તે પ્રથમ વખત ટોચના 10 ખેલાડીઓમાં, 8મા ક્રમના ખેલાડી તરીકે, સ્થાન પામી.[] એ સિઝનના અંતે ડબલ્સમાં પણ તેને #4 ક્રમની ખેલાડી જાહેર કરવામાં આવી.[] ફરી એક વખત, કુર્નિકોવા ડબલ્સમાં વધુ સફળ પુરવાર થઈ હતી. 2000ની યુ.એસ. ઓપનની મિકસ્ડ ડબલ્સમાં, તે મૅકસ મિર્ની સાથે, ફાયનલ સુધી પહોંચી હતી, પણ તેમની જોડી જારેડ પામેર અને આરન્ટકસા સાન્ચેઝ વિકારિઓ સામે 6–4, 6–3થી હારી હતી. તે ડબલ્સમાં છ ખિતાબો જીત્યાં હતાં - ગોલ્ડ કોસ્ટ (જુલી હેરાલ્ડ સાથે), હમ્બર્ગ (નતાશા ઝેવેરેવા સાથે), ફિલ્ડેરસ્ટાડ્ટ, ઝુરિચ, ફિલાડેલફિઆ અને 2000 WTA ટૂર ચેમ્પિયનશિપો (માર્ટિના હિંગીસ સાથે).

2001–2003: ઈજાઓ અને અંતિમ વર્ષો

ફેરફાર કરો

તેની 2001ની સિઝન પર ઈજા છવાયેલી રહી, જેમાં ડાબા પગમાં તણાવને કારણે થયેલા ફેકચરના કારણે તેણે ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન સહિત કુલ બાર ટુર્નામેન્ટોમાંથી બાકાત રહેવું પડ્યું હતું.[] એપ્રિલમાં તેણે સર્જરી કરાવી.[] આ વર્ષે, ઓસ્ટ્રેલિયન ઓપનમાં તે પોતાની કારકિર્દીમાં બીજી વખત ગ્રાન્ડ સ્લામના કવાર્ટરફાયનલમાં પહોંચી. તે પછી પોતાના ડાબા પગની સમસ્યા ચાલુ રહેતાં તે કેટલાક કાર્યક્રમોમાંથી પાછી હટે છે અને છેક લેઈપઝિગ સુધી પાછી ફરતી નથી. સિડનીમાં તે બાર્બરા સ્ચેટ્ટ સાથે, ડબલ્સનો ખિતાબ જીત્યો પછી ટોકયોમાં ઈરોડા તુલયાગાનોવા સાથે ભાગીદારીમાં, અને સાન ડિઆગોમાં, માર્ટિના હિંગીસ સાથેની ભાગીદારીમાં ફાયનલ સુધી પહોંચીને હારી જાય છે. હિંગીસ અને કુર્નિકોવાની જોડી ક્રેમલિન કપ પણ જીતે છે. 2001ની સિઝનના અંતે, તે સિંગલ્સમાં #74મું અને ડબલ્સમાં #26મું ક્રમાંકન પામે છે.[]

 
અન્ના કુર્નિકોવા 2002માં મેડિબૅન્ક ઈન્ટરનેશનલ માટે રમી રહી છે.

2002માં કુર્નિકોવા ઘણી સફળ રહે છે. તે ઓકલૅન્ડ, ટોકયો, એકાપુલ્કો અને સાન ડિઆગોની સેમિફાયનલો સુધી તથા ચીન ઓપનની ફાયનલ સુધી પહોંચી હતી, જેમાં તે અન્ના સમાશ્નોવા સામે 6–2, 6–3થી હારે છે. કુર્નિકોવા માટે આ છેલ્લી સિંગલ્સ ફાયનલ હતી, અને સિંગલ ખિતાબ જીતવા માટેની છેલ્લી તક હતી. માર્ટિના હિંગીસ સાથે, અન્ના કુર્નિકોવા સિડનીની ફાયનલ ગુમાવે છે, પણ બંનેની જોડી ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલાઓની ડબલ્સમાં, તેમનો બીજો ગ્રાન્ડ સ્લામ ખિતાબ જીતે છે. પણ બંને જણ યુ.એસ. ઓપનની કવાર્ટરફાયનલમાં હારે છે. અન્ના કુર્નિકોવા, ચાન્દા રુબિન સાથે વિમ્બલ્ડનની સેમિફાયનલમાં રમે છે, પણ તેઓ સેરેના અને વિનસ વિલિયમ્સ સામે હારે છે. જૅનેટ લી સાથેની ભાગીદારીમાં તે શાંઘાઈ ખિતાબ જીતે છે. 2002ની સિઝનના અંતે, તે સિંગલ્સમાં #35મું અને ડબલ્સમાં #11મું ક્રમાંકન હાંસલ કરે છે.[]

2003માં, ઓસ્ટ્રેલિયન ઓપન ખાતે, બે વર્ષોમાં અન્ના કુર્નિકોવા, પોતાની પહેલી ગ્રાન્ડ સ્લામ મૅચ જિતે છે. તે પહેલા રાઉન્ડમાં હેનરીટા નાગ્યોવાને હરાવે છે, અને પછી બીજા રાઉન્ડમાં જસ્ટીન હેનિન-હાર્દેનીથી પરાજય પામે છે. ઓસ્ટ્રેલિયન ઓપન દરમ્યાન પીઠમાં મચકોડ આવવાને કારણે તે ટોકયોમાંથી પાછી હટે છે અને મિઆમી ટુર્નામેન્ટ સુધી પાછી ફરતી નથી. ડાબા પડખામાં મચકોડના નિર્દેશો મળવાથી કુર્નિકોવા ચારલેસ્ટોનના પહેલા રાઉન્ડમાંથી વિદાય થાય છે. ઈજાને કારણે મારિયા શારાપોવા સામેની મૅચમાંથી પાછાં હટતાં પહેલાં, તે સી આયલૅન્ડમાં આઈટીએફ (ITF) ટુર્નામેન્ટના સેમિફાયનલ સુધી પહોંચી હતી. ચારલોટ્ટેસવિલે ખાતેની આઈટીએફ (ITF) ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં તે હારે છે. પીઠની ઈજાને કારણે તે બાકીની સિઝન દરમ્યાન એક પણ સ્પર્ધામાં ભાગ લઈ શકતી નથી. 2003ની સિઝનના અંતે, અને તેની વ્યવસાયી કારકિર્દીના અંતે, તે સિંગલ્સમાં #305મું અને ડબલ્સમાં #176મું ક્રમાંકન ધરાવતી હતી.[]

કુર્નિકોવાએ જીતેલાં બે ગ્રાન્ડ સ્લામ ખિતાબો તેને 1999 અને 2002માં મળ્યાં હતાં, બંને ઓસ્ટ્રેલિયન ઓપનની મહિલા ડબલ્સમાં, અને તે પણ જોડીદાર માર્ટિના હિંગીસ સાથે મળ્યાં હતાં, જેની સાથે 1999થી શરૂ કરીને તે ઘણીવાર રમી ચૂકી હતી. વ્યવસાયી સર્કિટમાં, કુર્નિકોવા ડબલ્સની ખેલાડી તરીકે સફળ પુરવાર થઈ હતી, તેણે 16 ટુર્નામેન્ટોમાં ડબલ્સના ખિતાબ જીત્યાં હતાં, જેમાં બે ઓસ્ટ્રેલિયન ઓપન સમાવિષ્ટ હતી, તથા તે મિકસ્ડ ડબલ્સમાં પણ યુ.એસ. ઓપન અને વિમ્બલ્ડન ખાતે અંતિમ મૅચ સુધી પહોંચી હતી, તેમ જ વિમેન્સ ટેનિસ એસોસિએશન ટૂર રેકિંગ્સમાં તેણે નં.1નું ક્રમાંકન હાંસલ કર્યું હતું. તેની વ્યવસાયી-કારકિર્દીમાં ડબલ્સનો રૅકોર્ડ 200–71 હતો. અલબત્ત, 1999 પછી તેની સિંગલ્સ તરીકેની કારકિર્દી પણ ઘણા અંશે સ્થિર રહી હતી. મોટા ભાગનો સમય તે પોતાનું ક્રમાંકન 10થી 15ની વચ્ચે જાળવી શકી હતી (સિંગલ્સમાં તેને મળેલું સર્વોચ્ચ ક્રમાંકન નં.8નું હતું), પણ ફાયનલ મૅચોમાં સારા દેખાવની અપેક્ષા નિષ્ફળ નીવડી હતી, તે એક પણ ગ્રાન્ડ સ્લામ કાર્યક્રમનો હિસ્સો નહોતી એવી 130 સિંગલ્સ ટુર્નામેન્ટો રમી હતી, જેમાંથી માત્ર ચારમાં તે ફાયનલમાં પહોંચી શકી હતી, અને એક પણ ફાયનલ જીતી શકી નહોતી.

તેનો સિંગલ્સનો રૅકોર્ડ 209–129 છે. તેની કારકિર્દીના અંતિમ રમત વર્ષો શ્રેણીબદ્ધ ઈજાઓ, ખાસ કરીને પીઠની ઈજાઓથી ઘેરાયેલાં રહ્યાં હતાં, જેના કારણે તેનું ક્રમાંકન પણ ધીમી ગતિએ નિમ્ન બન્યું હતું. એક વ્યકિતત્વ તરીકે કુર્નિકોવા, તેના શ્રેષ્ઠ સમયગાળા દરમ્યાન, લેખો અને તસવીરો, એમ બંને માટે સૌથી સામાન્ય શોધ શબ્દ બની રહી હતી.[][][] તે હજી પણ વિશ્વની સૌથી વધુ શોધતી ખેલાડી છે.[૧૧][૧૨][૧૩][૧૪]

2004–વર્તમાનઃ પ્રદર્શનો અને વર્લ્ડ ટીમ ટેનિસ

ફેરફાર કરો
 
ડિસેમ્બર 15, 2009ના ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ શારાના ખાતે યુએસઓ-પ્રાયોજિત પ્રવાસ દરમ્યાન, કુર્નિકોવા સ્ટેજ પરથી યુ.એસ. સૈનિકો, નાવિકો, ઍરમૅન અને નૌકાસૈન્ય અધિકારીઓના ટોળા સાથે વાતચીત કરી રહી છે.

2003થી કુર્નિકોવા ડબલ્યુટીએ (WTA) ટૂરમાં રમી નથી, પણ તે હજી પણ ધર્માદા હેતુઓ માટે પ્રદર્શન મૅચો રમે છે. 2004ના ઉત્તરાર્ધમાં, તેણે એલ્ટોન જહોન દ્વારા અને તેના બે સાથી ટેનિસ ખેલાડીઓ સેરેના વિલિયમ્સ અને એન્ડી રોડ્ડીક દ્વારા આયોજિત ત્રણ મૅચોમાં ભાગ લીધો હતો. જાન્યુઆરી 2005માં, તે જહોન મૅકઈનરો, એન્ડી રોડ્ડીક અને ચૅરિસ ઈવર્ટ સાથે ભારતીય મહાસાગરમાં ઉઠેલી ત્સુનામી માટેના ચૅરિટી કાર્યક્રમમાં ડબલ્સ મૅચ રમી હતી. નવેમ્બર 2005માં, ધર્માર્થ માટે તે WTT ફાયનલ્સમાં લિસા રૅયમન્ડ અને સામાન્થા સ્ટોસુર સામે માર્ટિના હિંગીસ સાથે જોડી બનાવીને રમી હતી. કુર્નિકોવા વર્લ્ડ ટીમ ટેનિસ(WTT)માં સેંટ લુઈસ એસિસની, માત્ર ડબલ્સ રમતી, સભ્ય પણ છે.

સપ્ટેમ્બર 2008માં, માલિબુ, કૅલિફોર્નિયામાં ઝુમા બિચ ખાતે આયોજિત 2008 નૌટિકા માલિબુ ટ્રિઍથલોન માટે કુર્નિકોવાએ હાજરી આપી હતી.[૧૫] લોસ એન્જલસમાં બાળકોના હૉસ્પિટલ માટે ફાળો એકઠો કરવા માટે આ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓની કે-સ્વિસ (K-Swiss) ટીમ વતી તે આ દોડ જીતી ગઈ હતી.[૧૫] 27 સપ્ટેમ્બર 2008ના, કુર્નિકોવાએ ઉત્તર કારોલિનાના ચારલોટ્ટેમાં પ્રદર્શન મૅચોમાં ભાગ લીધો; તે બે મિકસ્ડ ડબલ્સ મૅચો રમી.[૧૬] જેમાં તેણે ટીમ વિલ્કીસન અને કારેલ નોવાસેક સાથે જોડી બનાવી.[૧૬] કુર્નિકોવા અને વિલ્કીનસનની જોડીએ જિમ્મી અરિઆસ અને ચાન્દા રુબિનની જોડીને હરાવી, અને તે પછી કુર્નિકોવા અને નોવાસેકની જોડીએ ચાન્દા રુબિન અને ટિમ વિલ્કીસનની જોડીને હરાવી.[૧૬]

12 ઑકટોબર 2008ના, બિલી જિન કિંગ અને સર એલ્ટન જહોનના યજમાન પદ હેઠળ યોજાયેલા વાર્ષિક ધર્માર્થ કાર્યક્રમમાં અન્ના કુર્નિકોવાએ એક પ્રદર્શન મૅચમાં હિસ્સો લીધો, જેમાં એલ્ટોન જહોન એડ્સ ફાઉન્ડેશન અને અટલાન્ટા એડ્સ પાર્ટનરશિપ ફંડ માટે $400,000થી વધુ ફાળો એકઠો થયો.[૧૭] ડબલ્સમાં તે એન્ડી રોડ્ડીક સાથે (સર એલ્ટોન જહોનના પ્રશિક્ષણમાં), માર્ટિના નવરાતિલોવા અને જેસી લેવિન (બિલી જિન કિંગના પ્રશિક્ષણમાં) વિરુદ્ધ રમી, જેમાં કુર્નિકોવા અને રોડ્ડીકની જોડી 5–4(3)થી જીતી ગઈ હતી.[૧૭]

2 મે 2009ના રોજ, ટર્નિંગ સ્ટોન ઈવેન્ટ સેન્ટર, વેરોના, ન્યૂયોર્ક ખાતે આયોજિત લિજિન્ડરી નાઈટ માં કુર્નિકોવા જહોન મૅકઈનરો, ટ્રેસી ઔસ્ટીન અને જિમ કુરિયર સાથે સ્પર્ધામાં ઊતરી હતી.[૧૮] ટેનિસની આ લિજિન્ડરી રાત્રિમાં મૅકઈનરો અને કુરિઅર વચ્ચે રસાકસીભરી સિંગલ્સ મૅચ રમાઈ અને તેના પછી મૅકઈનરો અને ઓસ્ટીનની જોડી સામે કુરિયર અને કુર્નિકોવાની જોડી વચ્ચે ડબલ્સ મૅચ રમવામાં આવી.

તે કે-સ્વિસ(K-Swiss)ની વર્તમાન પ્રવકતા છે.[૧૯] ઍલે (ELLE) સામયિકના જુલાઈ 2005ના અંકમાં છપાયેલા પ્રમુખ લેખમાં કુર્નિકોવાએ કહ્યું હતું કે જો તે 100% ચુસ્ત હશે, તો તેને પાછા ફરવું અને સ્પર્ધામાં ઊતરવું ગમશે.

રમતની શૈલી

ફેરફાર કરો

એક ખેલાડી તરીકે, કુર્નિકોવા પોતાના પગલાંની ઝડપ અને આક્રમક આધારરેખાની રમત માટે, તથા ઉત્કૃષ્ટ કોણ તેમ જ ડ્રોપશોટ યોજવા માટે નોંધપાત્ર રહી હતી; જો કે, તેના પ્રમાણમાં સપાટ, ઊંચું-જોખમ ધરાવતાં ગ્રાઉન્ડસ્ટ્રોક(જમીન પર પગ જમાવીને મારવામાં આવતા સ્ટ્રોક) વારંવાર ભૂલને પાત્ર બનતા હતાં અને સિંગલ્સમાં તેનો સર્વ (શરૂઆતનો દડો) કયારેક વિશ્વાસપાત્ર રહેતાં નહીં. કુર્નિકોવા પોતાનું રૅકેટ જમણા હાથથી પકડે છે પણ જયારે તે બૅકહેન્ડ શોટ રમે છે ત્યારે તે બંને હાથોનો ઉપયોગ કરે છે. નેટ પાસે તે એક સારી ખેલાડી છે.[૨૦] તે બળપૂર્વક ગ્રાઉન્ડસ્ટ્રોક મારી શકે છે અને ડ્રોપ શોટ પણ રમી જાણે છે.[૨૧] તેની રમવાની શૈલી એક ડબલ્સના ખેલાડીની લાક્ષણિકતાઓ સાથે બંધબેસે છે, અને તેની ઊંચાઈ તેમાં પૂરક બને છે.[૨૨] પામ શ્રીવેર અને પિટર ફલેમિંગ જેવા ડબલ્સના તજજ્ઞો સાથે તેની સરખામણી કરવામાં આવતી હતી.[૨૨]

અંગત જીવન

ફેરફાર કરો

કુર્નિકોવાના વૈવાહિક દરજજા અંગે ઘણા પ્રસંગે પ્રશ્નો ઊભા થયા હતા. તે આઈસ હોકી ખેલાડી પાવેલ બુરેની વાગ્દત્તા બની છે કે કેમ તે અંગે વિસંગાત્મક અફવાઓ રહી હતી. તે NHLના આઈસ હોકી સ્ટારખેલાડી સેરગેઈ ફેડોરોવ સાથે 2001માં પરણી ગઈ છે તેવા અહેવાલો પણ હતા. કુર્નિકોવાના પ્રતિનિધિએ આ બાબતને નકારી હતી, પણ ફેડોરોવએ નિવેદન આપ્યું હતું કે 2003માં તેઓ પરણ્યાં હતાં અને પછી બંને વચ્ચે છૂટાછેડા પણ થઈ ગયા હતા.

૨001ના ઉત્તરાર્ધમાં કુર્નિકોવાએ પોપસ્ટાર એનરિક ઈગલેસિઅસ સાથે હળવુંમળવું શરૂ કયુર્ં (તેના વિડીઓ, "એસ્કેપ"માં કુર્નિકોવા દેખાઈ હતી), અને 2003માં અને પાછળથી 2005માં પણ આ યુગલે ગુપ્તપણે લગ્ન કરી લીધાં છે એવી અફવાઓ વહેતી થઈ હતી. પોતાના અંગત સંબંધોને પુષ્ટિ અથવા નકાર દ્વારા સ્પષ્ટ કરવાનો કુર્નિકોવાએ જાતે સતત ઈનકાર કર્યો હતો. પણ મે 2007માં, ન્યૂ યોર્ક સનમાં એનરિક ઈગલેસિઅસને ટાંકવામાં આવ્યો હતો (તે ભૂલભર્યું હતું, એવું તેણે પાછળથી સ્પષ્ટ કર્યું હતું) કે કુર્નિકોવા સાથે પરણવાનો અને ઠરીઠામ થવાનો તેનો કોઈ ઈરાદો નથી, કારણ કે બંને વચ્ચે વિચ્છેદ થઈ ગયો છે. પાછળથી આ "છૂટાછેડા" અથવા માત્ર અલગ પડવાની ઘટનાનો ગાયર્ક ઈનકાર કર્યો હતો. જૂન 2008માં, ઈગલેસિઅસે ડેઈલી સ્ટાર ને કહ્યું હતું કે તે ગયા વર્ષે કુર્નિકોવા સાથે પરણ્યો હતો અને હાલમાં તે બંને છૂટાં થઈ ગયાં છે.[૨૩] આવું કહ્યા પછી એનરિકે આપેલા ઈન્ટર્વ્યૂઓમાં તેણે કહ્યું’તું કે એ તો માત્ર મજાક હતો,[૨૪] અને તેઓ હજી પણ એકબીજાની સાથે છે. કુર્નિકોવાને એક નાનો ભાઈ છે, જેનું નામ ઍલન છે.[૨૫] 2009ના ઉત્તરાર્ધમાં તે અમેરિકન નાગરિક બની ગઈ હતી.

પ્રસાર-માધ્યમોમાં પ્રસિદ્ધિ

ફેરફાર કરો

કુર્નિકોવાને મળેલી મોટા ભાગની પ્રસિદ્ધિ તેના અંગત જીવનની આસપાસ તેમ જ તેના સંખ્યાબંધ મોડલિંગ શૂટને લઈને મળી હતી. 15 વર્ષની વયે, જયારે કુર્નિકોવાએ 1996ની યુ.એસ. ઓપનમાં પ્રવેશ કર્યો ત્યારે તેની સુંદરતા વિશ્વના ધ્યાનમાં આવી હતી, અને થોડા જ વખતમાં વિશ્વભરના સંખ્યાબંધ મૅગેઝિનોમાં તેની તસવીરો દેખાવા માંડી.

2000માં, કુર્નિકોવા બેર્લી(Berlei)ની આઘાત-શોષક સ્પોર્ટ્સ બ્રા માટે નવો ચહેરો બની, અને અત્યંત સફળ રહેલા "ઓન્લી ધ બોલ શૂડ બાઉન્સ" જાહેરાતના પાટિયાંના અભિયાનમાં તે મૉડલ તરીકે દેખાઈ. અત્યંત ઓછાં-વસ્ત્રોવાળી તેની તસવીરો પુરુષો માટેનાં વિવિધ મૅગેઝિનોમાં છપાઈ, જેમાં તેણે બિકિની અને સ્વિમસ્યુટમાં આપેલી અદાઓ ધરાવતો 2004નો અતિ-પ્રસિદ્ધિ પામેલો સ્પોર્ટ્સ ઈલુસ્ટ્રેડેટ સ્વિમસ્યુટ અંક તથા FHM અને મેકિસમ જેવાં પુરુષોનાં બીજાં લોકપ્રિય પ્રકાશનો પણ સામેલ હતાં. પીપલના 50 સૌથી સુંદર લોકોમાં વર્ષ 1998, 2000, 2002, અને 2003માં કુર્નિકોવાનું નામ સમાવિષ્ટ હતું અને ESPN.com પર "સૌથી હોટ મહિલા ખેલાડી" અને "(ઈગલેસિઅસ સાથે) સૌથી હોટ યુગલ" તરીકે તેને મત આપવામાં આવ્યા હતા. 2002માં, FHMની વિશ્વની 100 સૌથી સેકસી સ્ત્રીઓ માં, પોતાની યુ.એસ. અને યુ.કે. આવૃત્તિઓમાં, તેને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું હતું. તો તેનાથી વિરોધી, ઇએસપીએન (ESPN)એ- એક સિંગલ્સના ખેલાડી તરીકે મેળવેલી ખરેખરી સિદ્ધિઓની સરખામણીમાં અતિ ચગાવાયેલાં ખેલાડીઓની નોંધ લેતાં- પોતાના "25 બિગેસ્ટ સ્પોર્ટ્સ ફલોપ્સ ઓફ ધ પાસ્ટ 25 યર્સ (છેલ્લાં 25 વર્ષોના રમતગમતના સૌથી નિષ્ફળ 25 ખેલાડીઓ)"માં કુર્નિકોવાને 18મું સ્થાન આપ્યું હતું.[૨૬] ESPNની રમતગમતમાં જેમના વિશે વધુ પડતો ઊંચો અભિપ્રાય ધરવામાં આવ્યો હતો તેવા ખેલાડીઓને દર્શાવતી કલાસિક શ્રેણી- "હુ ઈઝ નંબર 1? (નંબર 1 કોણ છે?)"માં પણ કુર્નિકોવાને પહેલો ક્રમ આપવામાં આવ્યો હતો.

અન્નાની લોકપ્રિયતા ટેકસાસ હોલ્ડ ધેમ ભાષા સુધી વિસ્તરી છે, જેમાં ગંજીફાના પત્તાના એક્કા(એસ-કિંગ)-ને ઘણી વાર "અન્ના કુર્નિકોવા" તરીકે સંબોધવામાં આવે છે, ટેનિસ સ્ટાર અને પત્તાના એક્કાના પ્રથમાક્ષરો -- એક છે એટલા માટે નહીં, પણ રમનારની બરાબર નહીં રમવાની નામનાને કારણે. એવું કહેવાય છે કે કુર્નિકોવાનું પત્તું "લાગે છે ખરેખર સરસ, પણ તે ભાગ્યે જ જીતે છે."[૨૭][૨૮]

કારકિર્દીના આંકડાઓ અને એવોર્ડ

ફેરફાર કરો

આ પણ જોશો

ફેરફાર કરો

પુસ્તકો

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ "Sony Ericsson WTA Tour | Players | Info | Anna Kournikova". મૂળ માંથી 2009-08-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-22.
  2. ૨.૦ ૨.૧ "2001 Year-End Google Zeitgeist: Search patterns, trends, and surprises". Google. મેળવેલ 8 July 2009.
  3. ૩.૦ ૩.૧ "2002 Year-End Google Zeitgeist: Search patterns, trends, and surprises". Google. મેળવેલ 8 July 2009.
  4. ૪.૦ ૪.૧ "2003 Year-End Google Zeitgeist: Search patterns, trends, and surprises". Google. મેળવેલ 9 July 2009.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ ૫.૫ ૫.૬ સ્પોર્ટ્સમેટ્સઃ અન્ના કુર્નિકોવા વિશે
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ ૬.૪ ૬.૫ "અન્ના કુર્નિકોવાનું અધિકૃત જીવનચરિત્ર". મૂળ માંથી 2012-03-23 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-22.
  7. ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ ૭.૪ ૭.૫ ૭.૬ "સોની એરિકસન WTA ટૂર | ખેલાડીઓ | માહિતી (કારકિર્દીની સમાલોચના) | અન્ના કુર્નિકોવા". મૂળ માંથી 2009-08-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-22.
  8. ૮.૦ ૮.૧ ૮.૨ ૮.૩ ૮.૪ ૮.૫ ૮.૬ ૮.૭ ૮.૮ "સોની એરિકસન WTA ટૂર | ખેલાડીઓ | પ્રવૃત્તિ | અન્ના કુર્નિકોવા". મૂળ માંથી 2010-09-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-22.
  9. ૯.૦૦ ૯.૦૧ ૯.૦૨ ૯.૦૩ ૯.૦૪ ૯.૦૫ ૯.૦૬ ૯.૦૭ ૯.૦૮ ૯.૦૯ ૯.૧૦ અન્ના કુર્નિકોવાની અધિકૃત વેબસાઈટ - ટેનિસ આંકડાઓ
  10. "Anna Kournikova Partners with Athlete Direct to Launch Official Web Site; The Internet's Most Searched Athlete Launches Kournikova.com". Business Wire. CBS Interactive Inc. 15 November 1999. મૂળ સંગ્રહિત માંથી 11 જુલાઈ 2012 પર સંગ્રહિત. મેળવેલ 14 December 2008. Check date values in: |archive-date= (મદદ)
  11. "Web Users Have Spoken: Paris Hilton Is the Most-Searched Term of 2005 - Lycos Announces the Most Popular Internet Search Terms of 2005 and the Ones to Watch in 2006 Eminem, Web's Most Wanted Man; The Simpsons, Top TV Show; Harry Potter and the Goblet of Fire, Top Movie; Green Day, Top Band; Hurricane Katrina, Most- Searched News Event". PR Newswire. 12 December 2005. મેળવેલ 22 July 2009.
  12. "Web Users Have Spoken: Poker is the Most-Searched Term of 2006...LYCOS Announces the Most Popular Internet Search Terms of 2006 and the Ones to Watch in 2007 - Iran Nuclear Program, Most-Searched News Event; Perez Hilton, Most-Searched Blog Site Clay Aiken, Web's Most Wanted Man; Pamela Anderson, Most-Searched Woman "American Idol," Top TV Show; "High School Musical," Top Movie; Green Day, Top Band". PR Newswire. 13 December 2006. મેળવેલ 22 July 2009.
  13. "Lycos Announces the Most Popular Internet Search Terms of 2007 and the Ones to Watch in 2008 - POKER Trumps all Other Search Topics to Top Lycos Year-End List for 2nd Consecutive Year SADDAM HUSSEIN EXECUTION, Most-Searched News Event of 2007; "DANCING WITH THE STARS," Top TV Show; "TRANSFORMERS," Top Film BRITNEY SPEARS, Most-Searched Woman, CLAY AIKEN Web's Most Wanted Man TMZ, Most Popular Blog Site". PR Newswire. 10 December 2007. મેળવેલ 22 July 2009.
  14. "Wireless News: Lycos Reveals Its Most Popular Internet Search Terms of 2008". Wireless News. 17 December 2008. મેળવેલ 22 July 2009.
  15. ૧૫.૦ ૧૫.૧ ગઈકાલે 2008ના નૌટિકા માલિબુ ટ્રિઍથલોન માટે અન્ના કુર્નિકોવા દેખાઈ હતી
  16. ૧૬.૦ ૧૬.૧ ૧૬.૨ સ્પોર્ટ્સ મેટ્સ ગેલેરીઃ ઉત્તર કારોલિનાના ચારલોટ્ટેમાં મિકસ્ડ ડબલ્સનું પ્રદર્શન
  17. ૧૭.૦ ૧૭.૧ એલ્ટોન જહોન એડ્સ ફાઉન્ડેશન અને અટલાન્ટા એડ્સ પાર્ટનરશિપ ફંડ માટે વાર્ષિક ધર્માર્થ કાર્યક્રમે $400,000 કરતાં વધુ ફાળો એકઠો કર્યો
  18. "બિગ ટાઈમ ટેનિસ નેમ્સ ટુ CNY". મૂળ માંથી 2010-07-16 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-22.
  19. "K-Swiss Announces Anna Kournikova As New Spokesperson for the Brand" (પ્રેસ રિલીઝ). K-Swiss. 22 February 2008. http://www.prnewswire.com/cgi-bin/stories.pl?ACCT=104&STORY=/www/story/02-22-2007/0004532708&EDATE=. 
  20. Selena Roberts (27 August 1996). "Substance Behind Those Shades". New York Times. મેળવેલ 7 July 2008.
  21. Ron Dicker (21 July 1997). "Rubin Defeats Kournikova in Exhibition Final". New York Times. મેળવેલ 7 July 2008.
  22. ૨૨.૦ ૨૨.૧ "મીઠડી અન્ના કુર્નિકોવા - જીવનચરિત્ર". મૂળ માંથી 2012-03-16 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-22.
  23. "Iglesias: 'Anna and I were married'". Digital Spy. મૂળ માંથી 2009-02-20 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-22.
  24. "ઈગલેસિઅસ કહે છે કે તેના કુર્નિકોવા સાથે લગ્ન થયાં છે". મૂળ માંથી 2010-02-28 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-22.
  25. "Anna Kornikova's brother, Allan, 4, excels at three sports". Palm Beach Daily News. મૂળ માંથી 2010-04-04 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-22.
  26. "Biggest Sports Flop". ESPN.
  27. Aspden, Peter (19 May 2007). "FT Weekend Magazine - Non-fiction: Stakes and chips Las Vegas and the internet have helped poker become the biggest game in town". Financial Times. મેળવેલ 22 July 2009.
  28. Martain, Tim (15 July 2007). "A little luck helps out". Sunday Tasmanian. મેળવેલ 22 July 2009.

બાહ્ય લિંક્સ

ફેરફાર કરો