અપૂર્વી ચંદેલા (જન્મ : 4 જાન્યુઆરી 1993 જયપુર, રાજસ્થાન) એક ભારતીય ઍથ્લીટ છે જેઓ 10 મીટર ઍર રાઇફલ શૂટિંગમાં ભાગ લે છે. તેઓ હાલ વિશ્વ ચૅમ્પિયન અને 10 મીટર ઍર રાઇફલ શૂટિંગમાં પ્રથમ રૅન્ક પર છે. તેમને રમતગમત ક્ષેત્રે ભારતનાં પ્રતિષ્ઠિત સન્માન અર્જુન ઍવૉર્ડથી નવાજવામાં આવ્યાં છે.

Apurvi Chandela
Apurvi Chandela at the 12th South Asian Games 2016.jpg
Apurvi Chandela at the 12th South Asian Games 2016
વ્યક્તિગત માહિતી
Nationalityભારતીય
જન્મ (1993-01-04) 4 January 1993 (ઉંમર 28)
જયપુર, રાજસ્થાન, ભારત
Height૧.૫૪ મી.
વજન૫૨ કિ. ગ્રા.
Sport
દેશભારત

વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિફેરફાર કરો

ચંદેલાનો જન્મ 4 જાન્યુઆરી 1993 ના રોજ રાજસ્થાનના જયપુરમાં થયો. તેઓ એવા પરિવારમાંથી આવે છે જે રમતગમત સાથે ઊંડો સંબંધ ધરાવે છે. તેમનાં માતા બિંદુ ચંદેલા બાસ્કેટબૉલ ખેલાડી હતાં અને તેમના પિતા કુલદીપસિંહ ચંદેલા પણ રમતગમતના ઉત્સાહી છે. તેમના એક પિતરાઈ ભાઈએ અમુક સમય માટે રમતગમત ક્ષેત્રે શૂટિંગમાં ભાગ લીધો હતો. [૧]

શરૂઆતનાં વર્ષોમાં ચંદેલાને રમતગમત ક્ષેત્રનાં પત્રકાર બનવાની ઈચ્છા હતી પરંતુ વર્ષ 2008 માં બેઇજિંગ ઑલિમ્પિક્સમાં ભારતના શૂટર અભિનવ બિન્દ્રને ગોલ્ડ મેડલ હાંસલ કરતા જોઈને તેમને રમતક્ષેત્રે શૂટિંગ શીખવાની પ્રેરણા મળી. તેમના પિતાએ તેમને એક રાઇફલ ભેટમાં આપી હતી. [૨] શરૂઆતના દિવસોમાં જયપુરમાં શૂટિંગ રેંજ સુધી પહોંચવા માટે તેમને દરરોજ 45 મિનિટની મુસાફરી કરવી પડતી હતી. તેથી તેમનાં માતાપિતાએ ઘરમાં જ પ્રૅક્ટિસ માટે 10-મીટર ઍર રાઇફલ શૂટિંગ રેંજ ગોઠવી દીધી હતી.[૩] ચંદેલાએ 2009માં ઑલ ઇન્ડિયા સ્કૂલ શૂટિંગ પ્રતિસ્પર્ધામાં વિજય મેળવ્યો હતો. ડૉમેસ્ટિક શૂંટિગ પ્રતિસ્પર્ધાઓમાં તેમનું પ્રભાવી પ્રદર્શન જારી રહ્યું અને પછી તેઓ રાષ્ટ્રીય કક્ષાની સિનિયર શૂટિંગ ચૅમ્પિયનશિપમાં 2012 માં પણ વિજયી થયાં હતાં. 2012 થી 2019 વચ્ચે તેમણે રાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટ્સમાં કમ સે કમ છ વખત જીત્યાં હતાં.[૪]

ચંદેલાને પોતાના ખાલી સમયમાં વાંચન પસંદ છે અને પોતાની રમત પર ધ્યાન કેંદ્રિત કરી શકે તે માટે તેઓ ધ્યાન કરે છે. [૫]

વ્યાવસાયિક સિદ્ધિઓફેરફાર કરો

2012થી 10મીટર ઍર રાઇફલ શૂટિંગની ડૉમેસ્ટિક સ્પર્ધાઓમાં ચંદેલાનું પર પ્રભુત્વ રહ્યું છે પરંતુ તેમણે 2014 કૉમનવેલ્થ ગેમ્સમાં તેમની પ્રથમ મોટી આંતરરાષ્ટ્રીય સફળતા હાંસલ કરી હતી. તેમણે કૉમનવેલ્થ ગેમ્સમાં એક ઇવૅન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઇવૅન્ટ દરમિયાન તેમના પરિવારના 14 સભ્યો તેમને સ્ટેડિયમમાં જોવા આવ્યા હતા. એક વર્ષ પછી તેમણે ચંગવૉનમાં વર્લ્ડ કપમાં પ્રવેશ કર્યો જ્યાં તેમણે બ્રૉન્ઝ મેડલ જીત્યો.[૬] જેથી તેઓ 2016માં રિયો ઑલિમ્પિકસ માટે ક્વૉલિફાય થઈ શક્યાં. તેઓ ઑલિમ્પિક્સમાં 34માં ક્રમે રહ્યાં હતાં.[૭] તેઓ પોતે કબૂલ કરે છે કે તેમનો સ્વભાવ અંતર્મુખ છે અને સ્પર્ધાઓ દરમિયાન તેઓ પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં નથી.[૮]


વર્ષ 2018માં કૉમનવેલ્થ ગેમ્સમાં ચંદેલાએ ભારત માટે બ્રૉન્ઝ મેડલ જીત્યો. જોકે 2019 તેમની કારકિર્દીનું સૌથી સફળ વર્ષ બન્યું જ્યારે તેમણે નવી દિલ્હીમાં ISSF વર્લ્ડ કપમાં 10-મીટર ઍર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો અને 252.9ના સ્કોર સાથે નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો. ચંદેલાએ આ અંગે જણાવ્યું હતું કે સ્વદેશમાં દર્શકો સામે રમતા વધુ દબાણ અનુભવાતું પરંતુ તેમનાં દરેક શૉટ ઉપર દર્શકોની તાળીઓથી તેમને પ્રોત્સાહન પણ મળતું. [૯]

ચંદેલાએ ટોક્યો ઑલિમ્પિકમાં ભાગ લેવા માટે ક્વોટા સ્થાન મેળવ્યું હતું જેમાં તેમનું લક્ષ્ય ભારત માટે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવાનું છે. તેમણે 2020માં ઑસ્ટ્રિયાની એક ખાનગી ટુર્નામેન્ટ મેયટૉન કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.[૧૦] 2016માં ચંદેલાને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રમતગમત ક્ષેત્રે પ્રતિષ્ઠિત સન્માન અર્જુન ઍવૉર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. [૧૧]

મેડલફેરફાર કરો

ભારતના પ્રતિનિધિ તરીકે: 1 ગોલ્ડ મેડલ ISSF વર્લ્ડ કપ 2019, નવી દિલ્હી 1 ગોલ્ડ મેડલ કૉમનવેલ્થ ગેમ્સ 2014, ગ્લાસગો 1 બ્રૉન્ઝ મેડલ કૉમનવેલ્થ ગેમ્સ 2018, ગોલ્ડ કોસ્ટ 1 ગોલ્ડ મેડલ ભારતીય સિનિયર રાષ્ટ્રીય શૂટિંગ ચૅમ્પિયનશિપ 2012

ઍવૉર્ડફેરફાર કરો

  • અર્જુન ઍવૉર્ડ, ભારત 2016

સંદર્ભોફેરફાર કરો