અબુ હમઝા
સઈદ ઝબીઉદ્દીન, અંસારી આકા, અબુ હમઝા, અકા અબુ જુંદાલ, વગેરે જુદા જુદા વીસથી વધારે નામ ધારી આ આંતકવાદી લસ્કરે એ તોઈબા સાથે સંકડાયેલ છે.
૨૧મી મે ૨૦૧૧ના એક યાદી ભારતે પકિસ્તાનને આપેલ જેમાં ૫૦ આંતકવાદીઓના નામો હતા. એમાં અબુ હમઝાનું નામ હતું. અબુ હમઝાનું અસલી નામ ઝૈબુદ્દીન સૈયદ ઝાકિઉદ્દીન અંસારી છે. ઈ.સ. ૧૯૮૧ની ૧૩મી નવેમ્બરના જન્મ થયો છે.
શરુઆતનું જીવન
ફેરફાર કરોમહારાષ્ટ્રના બીડ જિલ્લાના ગેવરાઈ ગામના લક્ષ્મીનારાયણ મંદિર ગલ્લીમાં અબુએ જીવનની શરુઆત કરી. અબુની ત્રણ બહેનો છે. પિતા જીવન વિમાનું કામકાજ કરતા હતા. અબુના પિતા હાલ બિમાર છે. ઘરમાં માતા, પિતા અને અપરણિત એક બહેન છે. બે બહેનો પરણીત છે. અબુના પિતાએ કહેલ છે મારા છોકરો આંતકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ હશે અને એને ફાંસીની સજા કરવામાં આવે અને મારી નજર સમક્ષ ફાંસી અપાય એમ હું ઈચ્છું છું.
અભ્યાસ
ફેરફાર કરોપ્રાથમિક અને ૧૦મી સુધી ઉર્દૂ માધ્યમાં અભ્યાસ કરેલ. પછી બીડમાં ઔધીગીકી તાલીમ લીધી છે.
આંતક્વાદી પ્રવૃત્તિઓની યાદી
ફેરફાર કરોનોકરી ધંધામાં નિષ્ફળ જતાં બેકારીમાં રખડતાં સીમી અને મુજાહીદ જુથના સંપર્કમાં આવ્યો. બાબરી મસ્જીદ અને ગુજરાતના ગોધરા પ્રકરણના કારણે બદલાની ભાવનાથી આંતકવાદી પ્રવૃત્તિઓમાં રસ લઈ પાકિસ્તાનમાં આવન જાવન કરવા લાગ્યો. ૨૦૦૫માં અબુ ત્રાસવાદની તાલીમ લેવા પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરમાં ગયો હતો.
ગુજરાતના દંગલ પછી અબુ સીમી સંગઠનના સંપર્કમાં આવ્યો હતો અને ઝડપથી મુજાહિદ્દીન અને તોયબા જેવા આતંકવાદી સંગઠનમાં મહત્વનું સ્થાન મેળવ્યું હતું.
૨૦૦૮નો મુંબઈ પર હુમલો
ફેરફાર કરો૨૬મી નવેમ્બર ૨૦૦૮ના પાકીસ્તાનથી દસ જણાં આવી મુંબઈ ઉપર જે હુમલો કરેલ એ વખતે અબુ પાકીસ્તાનમાં હુમલાનું સંચાલન કરતો હતો. આ હુમલાખોરોને અબુએ હીન્દી શબ્દો શીખવાડેલ જેથી લાગે કે હુમલાખોરો ભારતીય છે.
પાકીસ્તાનમાં પ્રવૃત્તિઓ
ફેરફાર કરોપાકીસ્તાનમાં રહી એ આંતકવાદી પ્રવૃત્તિઓનું સંચાલન કરતો હતો અને પાકિસ્તાનમાં પોલિસે એની ધરપકડ કરેલ. ૨૦૦૯માં રિયાસત અલી નામના પાસપોર્ટ સાથે અબુ સાઉદી અરેબિયામાં પ્રવેશ્યો હતો.
સાઉદી અરેબીયામાં પ્રવૃત્તિઓ અને ધરપકડ
ફેરફાર કરોપાકિસ્તનના પાસપોર્ટ ઉપર એ સાઉદી અરેબીયા ગયેલ અને સાઉદી અરેબીયામાં એની ધરપકડ થયેલ. એ મુળ ભારતનો છે એ ખબર પડતાં સાઉદી અરેબીયાએ એને ભારતમાં ધકેલી દીધો અને સાઉદી અરેબિયાની પોલિસે ભારતની પોલિસને જાણ કરી દીધી.
ભારતમાં આગમન અને ધરપકદ
ફેરફાર કરો૨૧મી જૂન ૨૦૧૨ના એની ધરપકડ કરવામાં આવેલ છે અને પોલિસ કસ્ટડીમાં છે.
ધરપકડની અસર
ફેરફાર કરોપાકિસ્તાન અને સાઉદી અરેબિયામાં એની હાજરી તથા આંતકવાદ માટે એની પુછપરછ ચાલુ છે. આ મોટી માછલી જાળમાં ફસાઈ ગઈ છે.