ચિશ્તીના સ્થાપક

ફેરફાર કરો

ચિશ્તી સિલસિલાના સ્થાપક અબૂ ઇસ્હાક શામી ચિશ્તી મહાન બુઝુર્ગ હતા.

જે બુઝુર્ગ હસ્તીઓના કારણે તસવ્વુફના એક મહાન સિલસિલાનું નામ ચિશ્તીયા પડયું છે, એમાં આપનું સ્થાન સૌથી પહેલાં છે. અને વર્તમાનમાં સૂફી પરંપરાઅો (સિલસિલાઓ)માં ચિશ્તીયા સિલસિલાનું સ્થાન ઘણું જ ઊંચું છે. વિષેશ કરીને ભારતીય ઉપખંડમાં ઇસ્લામ પ્રચારની બહોળી સેવાઓ આ સિલસિલા થકી અંજામ આપવામાં આવી છે.

ગુલામ અલી આઝાદ બલગરામીએ નોંઘ્યું છે કે,

"પવિત્ર ચિશ્તી સિલસિલાનો ભારત ઉપર મોટો ઉપકાર છે."[]

ચિશ્તી નામકરણ

ફેરફાર કરો

ખ્વાજા અબૂ ઇસ્હાક રહ. શામ (સિરિયા)ના રહેવાસી હતા અને પીરો મુરિશીદે આપને ચિશ્તમાં જવાનો હુકમ આપ્યો હતો. આપના પછી બીજા ચાર એટલે કે કુલ પાંચ, પીરો અને મહાનુભાવો આ સિલસિલામાં ચિશ્તના જ રહેવાસી છે, એટલે સિલસિલાનું નામ ચિશ્તીયા પડયું.

ચિશ્ત ખુરાસાન પ્રાંતના એક શહેરનું નામ છે. આજકાલ આ શહેર અફગાનિસ્તાનના હેરાત પ્રાંતમાં છે. અને હેરાત શહેરની પૂર્વે દિશાએ ૧૭૭ કિ.મી. દૂર છે.

અબૂ ઇસ્હાક આપનું નામ અને શર્ફુદ્દીન કે શરીફુદ્દીન આપનો લકબ હતો. ડો. અબ્દુલ મુન્ઇમ હફની લખે છે કે આપ હઝરત અલી રદિ.ની અવલાદમાંથી હતા. અલબત્ત આ બાબત એમણે કોઈ હવાલો નથી આપ્યો. []

પ્રો. ખલીક અહમદ સા. લખે છે કે,

હઝરત ખ્વાજા અબૂ ઇસ્હાક શામી રહ. (૩ર૯ હિ. ૯૪૦ ઈ.) પહેલા બુઝુર્ગ છે જેમના નામ સાથે ચિશ્તી લખેલું જોવા મળે છે. અફસોસ કે એમના જીવન વિશે વિસ્તાર પૂર્વક અહેવાલ કોઈ કિતાબમાં નથી મળતા. સિયરુલ અવલિયામાં એમના વિશે અમુક લાઈનો જ લખવામાં આવી છે. આટલી વિગતથી તો ફકત ધુંધળું દશ્ય બની શકે છે. ત્યાર પછીના તઝકેરાઓ, જેમ કે મિર્આતુલ અસરાર, શજરતુલ અનવાર, ખઝીનતુલ અસ્િફયા વગેરેમાં જે વિગત આપવામાં આવી છે એ કરામતના અમુક કિસ્સાઓ અને સિમાઅને લગતી અમુક ઘટનાઓ પૂરતી જ છે. એનાથી શેખ અબૂ ઇસ્હાકનું વ્યકિતત્વ અને ચરિત્ર સંપૂર્ણ રીતે સામે નથી આવી શકતું. એક ભવ્ય આધ્યાત્મિક પરંપરાની સ્થાપના જે હસ્તીએ કરી હતી એનો કોઈ અંદાઝો આ પુસ્તકોથી સામે નથી આવતો. []

જીવનચરિત્ર

ફેરફાર કરો

આપ રહ. ઘણો જ મુજાહદહ (તપસ્યા) કરતા હતા. સાત દિવસ સુધી લગાતાર રોઝા (ઉપવાસ) રાખતા હતા અને કહેતા કે ભુખ્યા રહેવામાં જે મજા છે, એ બીજી કોઈ વસ્તુમાં નથી. એમના મતે દરવેશો અને ફકીરોની મેઅરાજ ભુખ્યા રહેવું છે.

બયઅત થવાનો ઇરાદો ફરમાવ્યો તો ૪૦ દિવસ સુધી લગાતાર ધ્યાન કરીને દુઆ કરી. છેવટે ગેબથી અવાજ આવ્યો કે જાઓ, મુમ્શાદ દીનોરીની ખિદમતમાં હાજર થાઓ. સૂફી પરંપરામાં કોઇ પીરના હાથ ઉ૫ર ગુનાઅોથી તોબા કરીને એમના માર્ગદર્શન મુજબ ત૫સ્યા અને ઇબાદત કરવાના કરારને બયઅત કહેવાય છે.વધુ માટે જુઅો : Bay'ah એટલે પછી આપ રહ. બગદાદ પહોંચીને હઝરત દીનોરી રહ.ની ખિદમતમાં હાજર થયા. ખ્વાજા દીનોરી રહ.એ પૂછયું કે, આપનું નામ શું છે ? આપ રહ.એ અરજ કરી કે મારું નામ અબૂ ઇસ્હાક શામી છે. ખ્વાજા દીનોરી રહ. એ ફરમાવ્યું કે, હવેથી તમે અબૂ ઇસ્હાક ચિશ્તી છો અને તમે ચિશ્તવાળાઓના ઇમામ બનશો.

અહિંયા સાત વરસ સુધી ખ્વાજા દીનોરી રહ.ની સેવામાં તપસ્યા કરી. પછી ખિલાફત અને ખિરકહથી નવાઝવામાં આવ્યા. ખિલાફત મળ્યા પછી પીરના આદેશ મુજબ ચિશ્તમાં આવ્યા, લોકોમાં ઇસ્લામી તાલીમ, તરબિયત અને સુધારણાની મહેનત શરૂ કરી. પરિણામે ખ્વાજએ ચિશ્તના નામથી મશ્હૂર થયા.

અત્રે આપ રહ.થી અનેક લોકોએ રૂહાની ફૈઝ હાસિલ ફરમાવ્યો

કરામતો - ચમત્કારો

ફેરફાર કરો

અબૂ ઇસ્હાકની મજલિસ અને સોબત ભારે અસરકારક અને નૂરાની ગણાતી હતી. જે કોઈ એકવાર મજલિસમાં ભાગ લેતો તે હમેંશના માટે ગુનાહોથી તોબા કરી લેતો હતો. બીમારો પણ આપની મજલિસમાં આવીને તંદુરસ્તી મેળવતા હતા. સફર કરવી હોય ત્યારે સો - બસો માણસોનો કાફલો લઈને નીકળતા અને આંખના પલકારામાં બધા જ સાથીઓ સહિત મંઝિલે પહોંચી જતા હતા.

આપ રહ. અમીરો અને હાકેમોથી ઘણા જ દૂર રહેતા હતા. દરવેશ અને ફકીર રહેવામાં જ પોતાની ભલાઈ સમજતા હતા. એકવાર દુકાળ પડયો તો પ્રદેશનો હાકેમ આપની સેવામાં દુઆની દરખાસ્ત કરવા આવ્યો. આપ રહ.એ દુઆ ફરમાવી, જે કુબૂલ થઈ અને બરકતવાળો વરસાદ વરસ્યો. (અમુકના લખવા મુજબ દુઆમાં કયફિયત પેદા કરવા માટે આપ રહ.એ પહેલાં સિમાઅનો હુકમ ફરમાવ્યો, અને ફકત પોતાના ખાસ માણસોને જ આ મજલિસમાં શરીક કયર્ા, બાદશાહને શરીક થવાની મનાઈ ફરમાવીને રવાના કરી દીધો, પછી દુઆ ફરમાવી તો વરસાદ વરસ્યો.

વરસાદ થવા પછી હાકેમ આપ રહ.ની સેવામાં શુક્રિયહ અદા કરવા આવ્યો. આપ રહ. હાકેમને પોતાની મજલિસમાં જોઈને રડવા લાગ્યા. આ હાલતમાં મજલિસમાં બીજા લોકો પણ રડવા લાગ્યા. હાકેમે અરજ કરી કે, જનાબને મારાથી કોઈ તકલીફ પહોંચી છે કે શું જેના કારણે રડી રહયા છે ? આપ રહ.એ જવાબ આપ્યો કે, શી ખબર મારાથી કયો ગુનાહ થયો છે કે બાદશાહ વારંવાર મારી પાસે આવી રહયો છે અને મારા માટે દરવેશોના સહવાસમાં અડ્ચણ ઉભી કરે છે. મને તો બીક લાગવા માંડી છે કે કયાંક મને કયામતના દિવસે અમીરો સાથે ન રાખવામાં આવે. પછી નારો લગાવીને બેહોશ થઈ ગયા. જયારે હોશમાં આવ્યા તો આ હદીસ ઝબાન ઉપર હતી : હે અલ્લાહ ! મને ગરીબ હોવાની સ્થિતિમાં જ જિંદગી આપો અને એજ સ્થિતિમાં મોત આપો. અને ગરીબો સાથે જ મારો હિસાબ કરજો. બાદશાહે એમની આ હાલત જોયી તો પાછો ચાલ્યો ગયો. []

મૃત્યુ - મઝાર

ફેરફાર કરો

૧૪ રબીઉલ અવ્વલ ૩ર૯ હિ.માં આપની વફાત થઈ. આપ રહ.નો મઝાર શામ દેશના અક્કહ ( عكة ) શહેરમાં છે. આ શહેર આજકાલ ઇઝરાયેલમાં છે. અને અરબીમાં عكا (ACRE) લખાય છે. સિયરુલ અકતાબ ઉર્દૂમાં છે કે શામના કોઈ શહેરમાં આપનો મઝાર છે. સિયરુલ અકતાબ ફારસીમાં મઝારના સ્થળ વિશે કોઈ ઉલ્લેખ નથી.

અન્ય અમુક હવાલાઓમાં આપનો મઝાર દમાસ્કસમાં કાસીયૂનની તળેટીમાં હોવાનું વર્ણન છે. જયાં શેખ ઇબ્ને અરબી રહ.નો પણ મઝાર છે.

ખ્વાજા અબૂ અહમદ અબ્દાલ, ખ્વાજા અબૂ મુહમ્મદ, ખ્વાજા તાજુદ્દીન વગેરે આપના ઉત્તરાધિકારીઅો ખલીફાઓ છે.

  1. મઆસિરુલ કિરામ
  2. મવસૂઅતુસ્સૂફિય્યહ : ૧૦ર. અરબી.
  3. તારીખે મશાઇખે ચિશ્ત, ખલીક અહમદ : ૧૬૦[હંમેશ માટે મૃત કડી]
  4. ઇકતેબાસુલ અનવાર