અબ્બક્કા ચોવટા

૧૬મી સદીની ઉલ્લાલનાં રાણી કે જેઓ પોર્ટુગીઝો સામે લડ્યાં હતાં

રાણી અબ્બક્કા ચોવટા ૧૬મી સદીના ઉત્તરાર્ધમાં પોર્ટુગીઝો સામે લડનાર ઉલ્લાલની પ્રથમ તુલુવા રાણી હતાં. તેઓ ચોવટા રાજવંશના હતાં જેણે દરિયાકાંઠાના કર્ણાટક ( તુલુનાડુ ), ભારત પર શાસન કર્યું હતું. તેમની રાજધાની પુટ્ટીજ હતી. ઉલ્લાલ બંદર નગર તેમની સહાયક રાજધાની તરીકે સેવા આપતું હતું. પોર્ટુગીઝોએ ઉલ્લાલને કબજે કરવા માટેના ઘણા પ્રયત્નો કર્યા કારણ કે તે વ્યૂહાત્મક રીતે સ્થાન ધરાવતું હતું. પરંતુ અબ્બક્કાએ ચાર દાયકાઓ સુધી તેમના દરેક હુમલાને નિષ્ફળ બનાવ્યા. તેમણે પોર્ટુગીઝો સામે લડવા માટે કાલિકટના ઝામોરિન અને બિજાપુરના સુલતાન સાથે પણ એક સંગઠન બનાવ્યું. છેવટે પતિના દગાને લીધે તેઓ હારી ગયાં અને તેમને જેલમાં પુરવામાં આવ્યાં. છેવટે તેઓ જેલમાંથી પણ લડ્યાં અને લડતાં લડતાં મૃત્યુ પામ્યાં.[]

અબ્બક્કા ચોવટા
ઉલ્લાલની રાણી
૨૦૧૩ની ભારતીય ટપાલટિકિટ પર ચોવટા રાણી અબ્બક્કાનું તેમના કદ પ્રમાણેનું બાવલું
શાસન૧૫૨૫ થી ૧૫૭૦નો દાયકો
પુરોગામીતિરૂમલ રાય ચોવટા
જીવનસાથીબંગ લક્ષ્મણપ્પા અરસા
રાજવંશચોવટા
ધર્મજૈન ધર્મ

બહાદુરી માટે, તે અભય રાણી (નીડર રાણી) તરીકે જાણીતી થયાં.[][] તેઓ વસાહતીવાદ સામે લડનાર સૌથી વહેલાં ભારતીયોમાંના એક હતાં અને કેટલીક વખત તેને 'ભારતની પ્રથમ મહિલા સ્વાતંત્ર્ય સેનાની' તરીકે પણ ગણવામાં આવે છે.[][] કર્ણાટક રાજ્યમાં તેમને કિત્તુર ચેન્નમ્મા, કેલાડી ચેન્નમ્મા, ચેન્નાભૈરાદેવી, અને ઓનાકે ઓબવ્વા સાથે સૌથી મહત્વપૂર્ણ મહિલા યોદ્ધાઓ અને દેશભક્તો સાથે ઉજવવામાં આવે છે.[]

ચોવટા રાણી અબ્બક્કાનું બાવલું

અંગત જીવન

ફેરફાર કરો

ચોવટાઓ માતૃસત્તામાં માનતા ધરાવતા હતા અને દિગંબર જૈન પ્રથાઓ અનુસાર અબ્બક્કાના કાકા તિરૂમલ રાયે રાણી અબ્બક્કા ચોવટાની ઉલ્લાલનાં રાણી તરીકે નિમણૂક કરી. તેમના કાકાએ તેમનું લગ્ન મૅંગ્લોરના બંગ રાજા લક્ષ્મણપ્પા સાથે કર્યું જેથી પોર્ટુગીઝોને ચિંતામાં મૂકી શકાય. પણ તે વધારે લાંબો સમય ટક્યું નહીં અને અબ્બક્કા પાછા ઉલ્લાલ ફર્યાં.[] છેવટે, અબ્બક્કાના પતિ પોર્ટુગીઝો સાથે મળી ગયા કે જેથી બદલો લઈ શકવામાં આવે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ "Queen Abbakka's triumph over western colonisers". Press Information Bureau, Govt., of India. મેળવેલ 2007-07-25.
  2. "The Intrepid Queen-Rani Abbakka Devi of Ullal". મૂળ માંથી 7 August 2007 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-25.
  3. "Include Tulu in Eighth Schedule: Fernandes". Rediff.com. મેળવેલ 2007-07-25.
  4. "Blend past and present to benefit future". ટાઇમ્સ ઑફ ઇન્ડિયા. મેળવેલ 2007-07-25.
  5. Freedom Fighter of the Coast, Rani Abbakka.
  6. K. Sanjiva Prabhu (1977). Special Study Report on Bhuta Cult in South Kanara District. Controller of Publications, 1977. pp. 9–12. Retrieved 13 March 2015.
  7. Ponvannan, Gayathri (31 January 2019). Unstoppable : 75 stories of trailblazing Indian women. Hachette Book Publishing India Pvt Ltd. p. 272. ISBN 9789388322003.