અભય ભૂષણનો જન્મ ૨૩ નવેમ્બર ૧૯૪૪ માં અલ્હાબાદ [], ઉ.પ્ર., ભારતમાં થયો હતો. તેઓ ઈન્ટરનેટ TCP/IP સ્થાપત્યના વિકાસમાં મુખ્ય ફાળો આપનારાઓમાના એક છે અને તેઓ ફાઈલ સ્થાનાંતર પ્રોટોકોલના અને શરૂવાતી ઈ-મેલ પ્રોટોકોલોની આવૃતિઓના લેખક છે. હાલમાં તેઓ Asquare Inc. ના અધ્યક્ષ અને IIT-કાનપુર ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ છે. [] []

અભય ભૂષણ
જન્મ૨૩ નવેમ્બર ૧૯૪૪ Edit this on Wikidata
પ્રયાગરાજ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • MIT Sloan School of Management Edit this on Wikidata
પુરસ્કારો
  • Internet Hall of Fame (૨૦૨૩) Edit this on Wikidata

કારકિર્દી

ફેરફાર કરો

અભય ભૂષણ ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી કાનપુર [] ના ૧૯૬૦-૬૫ ના પ્રથમ બેચના સ્નાતક છે તેઓએ ઈલેક્ટ્રીકલ ઈજનેરી શાખામાં B.Tech. ની પદવી મેળવી છે. ત્યારબાદ તેઓ વધુ અભ્યાસ માટે માસેચ્યુએટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, કેમ્બ્રિજ, યુ.એસ. ગયા ત્યાં તેમણે ઈલેક્ટ્રીકલ ઈજનેરી શાખામાં માસ્ટરની પદવી સાથેસાથે મેનેજમેન્ટની ડીગ્રી MIT Sloan School of Management, કેમ્બ્રિજ, યુ.એસ. માંથી મેળવી. MIT ખાતે તેઓએ વિખ્યાત RFC 114 મુસદ્દો તૈયાર કર્યો અને FTP અને ARPANet તથા તેના અનુગામી ઈન્ટરનેટ માટે ઈ-મેઈલને વિકસાવવા માટે ફાળો આપ્યો.

હાલમાં શ્રી.ભૂષણ Asquare Inc.ના ચેરમેન છે, જે એક વ્યવસાયિક સેવા આપતી કંપની છે, આ પહેલા તેઓ YieldUP International Corp. કંપનીના સહ-સ્થાપક તેમજ CFO રહી ચુક્યા છે આ જાહેર કંપની ૧૯૯૯માં FSI International દ્વારા હસ્તગત કરી હતી. ૧૯૯૬માં શ્રી.ભુષણ Portola Commnunications નામની કંપનીના સહ-સ્થાપક, ચેરમેન, પ્રમુખ અને CEO રહી ચુક્યા હતા, આ કંપનીને Netscape દ્વારા ૧૯૯૭માં હસ્તગત કરી લેવાઈ. ઈ.સ. ૧૯૭૪ થી ૧૯૯૬ સુધી શ્રી.ભુષણ Xerox Corp. સાથે સંકળાયેલા રહ્યા. જ્યાં તેઓ Xerox નેટવર્ક સિસ્ટમના ધોરણો, વ્યાપાર વિકાસ અને સિસ્ટમ સ્થાપત્યમાં વરિષ્ઠ મેનેજર હતા. શ્રી.ભૂષણ સીલીકોન વેલીની શરૂઆતી અનેક કંપનીના સક્રિય માર્ગદર્શક રહ્યા છે અને હાલ Asquare અને Pointcross જેવી કંપનીઓ તેમજ IIT કાનપુર ફાઉન્ડેશન, કાનપુર એલ્યુમ્ની એસોસિયેશન અને PanIIT જેવી સંસ્થાઓના બોર્ડમાં આગવું સ્થાન ધરાવે છે. શ્રીમાન ભૂષણ ઘણા US પેટન્ટના સહ-ધારક છે.

અભય સક્રિય મેરેથોનર (મેરેથોન – દોડવીર) છે. તેઓએ ૨૦૦૧માં વિક્ટોરિયા BC મેરેથોન પૂરી કરી હતી, ૨૦૦૪માં Maui મેરેથોન તેમજ સીલીકોન વેલી મેરેથોન, ૨૦૦૫માં Big Sur મેરેથોન, ૨૦૦૬માં Vireman Ironman, ૨૦૧૦માં IIT કાનપુર ગોલ્ડેન્ટ જ્યુબીલી અલ્ટ્રામેરેથોન જેવી મેરેથોન દોડમાં હિસ્સો લીધો હતો.

આ પણ જુઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. www.soton.ac.uk/~auk1w07/files/iitk50profiles.pdf
  2. "Profile at Linkedin". મૂળ માંથી 2010-08-19 પર સંગ્રહિત. મેળવેલ 2013-02-18.
  3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-01-04 પર સંગ્રહિત. મેળવેલ 2013-02-18.
  4. "IIT Global Archives". મૂળ માંથી 2011-07-08 પર સંગ્રહિત. મેળવેલ 2013-02-18.