અમૃતધારા ધોધ ભારત દેશના છત્તીસગઢ રાજ્યમાં આવેલા પ્રાકૃતિક સંપદાથી ભરપૂર એવા કોરિયા જિલ્લામાં આવેલ એક ધોધ છે, જે હસદેવ નદી પર આવેલ છે, જે મહા નદીની ઉપનદી છે. આ ધોધની ઊંચાઈ આશરે ૯૦ ફૂટ જેટલી છે[૧][૨]. આ સ્થળ પર મનેન્દ્રગઢ થી વૈકુંઠપુર જતા રાજ્ય ધોરી માર્ગ પરથી જઈ શકાય છે. આ ધોધથી સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન નાગપુર રોડ અહીંથી ૧૨ કિલોમીટર અને ચિરમીરી ગિરિમથક અહીંથી ૨૪ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. આ સ્થળનું ભૌગોલિક સ્થાન ૨૩°૧૯'૫૫ ઉત્તર અક્ષાંશ અને ૮૨°૧૯'૧૪ પૂર્વ રેખાંશ ખાતે આવેલ છે.

અમૃતધારા જળપ્રપાત, હસદેવ નદી, છત્તીસગઢ

આ સ્થળ નજીક એક શિવ મંદિર પણ આવેલ છે. કોરિયા રજવાડાના મહારાજા રામાનુજ પ્રતાપ સિંઘ જુદેવ દ્વારા ૧૯૩૬ના વર્ષમાં આ મંદિર ખાતે મેળો યોજવામાં આવ્યો હતો, જે પરંપરા વર્તમાન સમયમાં પણ ચાલુ છે[૩].

સંદર્ભો ફેરફાર કરો

  1. http://bharatdiscovery.org/india/अमृतधारा_जल_प्रपात
  2. Hydrology and Water Resources of India by Sharad K. Jain, Pushpendra K. Agarwal, Vijay P. Singh, 2007
  3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2017-03-06 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-04.