અરકીનો કિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ હિમાચલ પ્રદેશ ના અરકી નગર ખાતે આવેલ છે. અરકીનો કિલ્લો ૧૬૯૫-૧૭૦૦ના સમયગાળા દરમ્યાન રાણા પૃથ્વી સિંહ, કે જેઓ રાણા સભા ચંદ ના અનુગામી હતા, તેમણે બંધાવેલ છે. ૧૮૦૬ના વર્ષમાં આ કિલ્લાનો કબજો ગોરખાઓએ લીધો હતો. તે સમયે રાણા જગત સિંઘ, જેઓ બાઘલ રજવાડાના શાસક હતા, તેમણે નાલાગઢ ખાતે આશ્રય મેળવ્યો હતો. ૧૮૦૬-૧૮૧૫ના આ સમય દરમિયાન ગોરખા સેનાપતિ અમર સિંહ થાપાએ અરકી દુર્ગનો ઉપયોગ કરી, હિમાચલ પ્રદેશ તેમજ ખાસ કરીને કાંગરા પ્રદેશમાં પોતાનો મજબૂત પ્રભાવ રાખ્યો હતો. અરકી પર્વતીય રજવાડા બાઘલની રાજધાની રહ્યું હતું, જેનો પાયો રાણા અજય દેવ નામના પંવાર રાજપૂત દ્વારા નાંખવામાં આવ્યો હતો. ૧૬૪૩ના વર્ષમાં બાઘલ રજવાડાની સ્થાપના કરવામાં આવી હતી અને અરકીને રાણા સભા ચંદ દ્વારા ૧૬૫૦ના વર્ષમાં રાજધાની બનાવવામાં આવી હતી.

અરકીનો કિલ્લો

ચિત્ર-દર્શન ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો

Coordinates: 31°09′09″N 76°57′59″E / 31.152543°N 76.966374°E / 31.152543; 76.966374