અરોર

સિંધની જૂની રાજધાની

અરોર (Sindhi: اروهڙ) અથવા અલોર અથવા અરોરકોટ (Sindhi: اروهڙ ڪوٽ) હાલના પાકિસ્તાનના સિંધમાં આવેલા રોહરી શહેરનું પ્રાચીન નામ હતું.[][] અરોર એ પ્રાચીન કાળના ભારતવર્ષના સિંધ રાજ્યની રાજધાની હતી.[]

અરોરની એક ઐતિહાસિક છબી
જૂની આલમગીર મસ્જિદ, અરોર

અરોર અરોરા જાતિના લોકોના પૂર્વજોનું નગર છે.[] ભવિષ્યપુરાણ અનુસાર, પરશુરામે ક્ષત્રિયો ઉપર હુમલો કર્યો હતો. પણ છેવટે તેમને એક ક્ષત્રિય મળ્યો જે બ્રાહ્મણોનો વિરોધી ન હતો. આ કારણે પરશુરામના મનમાં તેના પ્રતિ આદરભવ ઉત્પન્ન થયો અને તેને પરિણામે પરશુરામે આ ક્ષત્રિયને સિંધમાં અરોરકોટમાં સ્થાયી થવા કહ્યું. આ સ્થળના નામપર તે રાજાના વંશજો અરોરા તરીકે ઓળખાયા.[]

આરબ ઇતિહાસકારો આ સ્થળ માટે અલ-રૂર, અલ-રુહર  અને અલ-રોર  જેવ શબ્દો વાપરતા.[] આ શબ્દનો અર્થ આરબના  'અલ' કે અંગ્રેજીના "The - ધી" શબ્દ જેવો હતો. પ્રાચીન કાળમાં અરોર સિંધની રાજધાની હતું. તે સમયે રોર વંશ સિંધ પર શાસન કરતો હતો. ત્યાર બાદ રાય વંશ અને બ્રાહ્મણ વંશની સત્તા અહીં ચાલી. આજના જમાનાનું રોહરી સિંધના સુક્કુરની બાજુમાં આવેલું છે. ઈ.સ. ૭૧૧માં મુસલમાન સેનાનાયક મહંમદ બિન કાસિમે અરોર જીતી લીધું. ઈ.સ. ૯૬૨ના વિશાળ ભૂકંપને કારણે સિંધુ નદીનું વહેણ બદલાયું હતું.[]

અરોરના મોટાભાગના ખંડેરો પણ નષ્ટ પામ્યા છે, પણ ૮મી સદીમાં આરબ આક્રમણ પછી બંધાયેલી મસ્જિદોની કમાનોમાં જૂનાં સ્થાપત્યો વપરાયેલા જોવા મળે છે.[] કાલકા દેવીનું મંદિર હજુ ત્યાં છે અને તેમાં પૂજા થાય છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. Malhotra, Anshu (૨૦૦૨). Gender, Caste, and Religious Identities: Restructuring Class in Colonial Punjab. Oxford University Press. ISBN 9780195656480. મેળવેલ ૮ ઓક્ટોબર ૨૦૧૪. The Aroras were also said to be the Khatris of Arorkot, or Aror, the ancient capital of Sindh.
  2. ૨.૦ ૨.૧ Singh, Kumar Suresh; Ghosh, Tapash Kumar; Nath, Surendra (૧૯૯૬). People of India: Delhi. Anthropological Survey of India. ISBN 9788173040962. મેળવેલ ૮ ઓક્ટોબર ૨૦૧૪. The Arora or Rora is a community of traders of the south-western part of the Punjab. Their origin according to the Bhavishya Purana, can be traced back to the time of Parshuram, who in anger started killing the Kshatriyas. In this process, Parshuram met a Kshatriya who refused to oppose the Brahmans, and winning Parshuram's respect, was asked to go to Sindh to setde there. Later, the place came to be known as Arutkot or Arorkot. His progeny are called Aroras.
  3. Handbook of the Punjab, Western Rajputana, Kashmir, and Upper Sindh. John Murray (publisher). ૧૮૮૩. પૃષ્ઠ ૨૯૩. મેળવેલ ૮ ઓક્ટોબર ૨૦૧૪. Aror.--While at Rorhi, a visit may be paid to the very ancient town of Aor, which is only 5 m. distant to the E. This was the capital of the Hindu Rajas of Sindh and was taken from them by the Muslims, under Muhammad Kasim, about 711 A.D. At that time the Indus washed the city of Aror, but it was diverted from it by an earthquake about 962 A.D., at which the river entered its present channel.
  4. Denzil Ibbetson (૧૯૭૦). Panjab Castes. Languages Department, Punjab.
  5. "Alor or Aror of the Muslims is really Al Ror which is the same as Roruka or Roruva, the name of the ancient Sauvira capital", Page 45, History of the Punjab, Volume 1 by Fauja Singh, Published by the Department of Punjab Historical Studies, Punjabi University, 1977
  6. Rose, H. A, (૧૯૧૧). A Glossary of The Tribes & Castes of The Punjab & North West Frontier Province. II. Lahore: Samuel T. Weston. પૃષ્ઠ ૧૭. મેળવેલ ૨૪ ઓક્ટોબર ૨૦૧૧.CS1 maint: extra punctuation (link)
  7. ૭.૦ ૭.૧ "Where the city of Aror once stood in glory". Dawn. મેળવેલ ૧૯ ડિસેમ્બર ૨૦૧૭.