અલ્ટીમીટર (ઊંચાઈમાપક)
એક માપનયંત્ર
અલ્ટીમીટર (ઊંચાઈમાપક) (तुंगतामापी) (Altimeter) એ દરિયાની સપાટીથી જે તે સ્થળની ઊંચાઈ માપવા માટેનું ઉપકરણ છે. સૌથી સામાન્ય પ્રકારનું ઉપકરણ ચિન્હિત (calibrated), શુષ્ક દાબમાપક (Aneroid Barometer) હોય છે, જેમાં માપક (scale)નું આંકન એ પ્રકારે કરવામાં આવે છે કે જુદાં જુદાં સ્થળો પરનાં દબાણ તેમ જ દબાણના તફાવતને ચોક્કસ ઊંચાઈના સ્વરૂપમાં દર્શાવી શકે. તાપમાન તથા સ્થાનિક વાયુ-દબાણને કારણે ઉદ્ભવતી ત્રુટિઓનું શુદ્ધિકરણ કરી આ ઉપકરણ દ્વારા વિમાન વગેરેની ઊંચાઈ જાણી શકાય છે. આ સાથે આ ઉપકરણ વડે અવરોહણ-મથકની ઊંચાઈ પણ જાણી શકાય છે. અન્ય પ્રકારના ઉપકરણને ભુપૃષ્ઠ નિર્વાધિકા સૂચક (Terrain Clearance Indicator) કહેવાય છે, જેમાં રેડિયો તરંગો (radio waves)ના ફેરફાર દ્વારા ધ્વનિ અને પ્રતિધ્વનિમાં થતી સમય-અવધિ વડે વિભિન્ન સ્થળોની ઊંચાઈ જાણી શકાય છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- MS5561C Micro Altimeter for GPS, 1m resolution સંગ્રહિત ૨૦૧૦-૧૨-૩૧ ના રોજ વેબેક મશિન
- History of the Kollsman altimeter સંગ્રહિત ૨૦૧૫-૦૨-૧૭ ના રોજ વેબેક મશિન
- A Flash 8 based simulator for altimeter errors caused by variations in temperature and pressure સંગ્રહિત ૨૦૧૦-૧૦-૦૮ ના રોજ વેબેક મશિન
- The use of altimeters in height measurement સંગ્રહિત ૨૦૧૧-૦૫-૨૪ ના રોજ વેબેક મશિન - for hillwalkers
- Compact digital pressure sensor for altimeters સંગ્રહિત ૨૦૧૨-૦૬-૧૬ ના રોજ વેબેક મશિન
- Early use of barometers on surveys સંગ્રહિત ૨૦૧૭-૦૪-૦૪ ના રોજ વેબેક મશિન
- The altimeter and the types of altitude સંગ્રહિત ૨૦૧૧-૦૩-૦૯ ના રોજ વેબેક મશિન
- Evolution of the Modern Altimeter - Flight archive