અવતાર સૈની

ભારતીય વૈજ્ઞાનિક

અવતાર સૈની (મૃત્યુ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪) એક ભારતીય માઇક્રોપ્રોસેસર ડિઝાઇનર અને ડેવલપર હતા, જેઓ માઇક્રોપ્રોસેસર ડિઝાઇન સંબંધિત પેટન્ટ ધરાવતા હતા. તેઓ ઇન્ટેલના દક્ષિણ એશિયા વિભાગના વડા પણ હતા.[][] તેઓ ઇન્ટેલ ખાતે પેન્ટિયમ પ્રોસેસરની ડિઝાઇન અને વિકાસમાં તેમની નેતૃત્વની ભૂમિકા માટે જાણીતા હતા.

અવતાર સૈની, ૨૦૨૨માં

કારકિર્દી અને સિદ્ધિઓ

ફેરફાર કરો

સૈનીએ વી.જે.ટી.આઈ., મુંબઈમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી અને મિનેસોટા યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં અનુસ્નાતક પદવી મેળવી હતી.

એપ્રિલ ૧૯૮૨માં, તેઓ મેગ્નેટિક બબલ મેમોરીઝના ક્ષેત્રમાં પ્રોડક્ટ એન્જિનિયર તરીકે ઇન્ટેલમાં જોડાયા. ૧૯૮૦ના દાયકામાં તેણે ઇન્ટેલ ૮૦૩૮૬ પર સર્કિટ ડિઝાઇનર અને ૮૦૪૮૬ પર માઇક્રો-આર્કિટેક્ટ/લોજિક ડિઝાઇનર તરીકે કામ કર્યું.

૧૯૮૯માં, તેમને પેન્ટિયમ પ્રોસેસર ડિઝાઇન ટીમના સહ-નેતા તરીકે બઢતી આપવામાં આવી હતી જ્યાં તેમણે મોટી વિશાળ ઉત્પાદનનું સંચાલન કર્યું હતું. ૧૯૯૪માં, સૈનીને ઇન્ટેલના સાન્ટા ક્લેરા માઇક્રોપ્રોસેસર વિભાગના જનરલ મેનેજર તરીકે બઢતી આપવામાં આવી હતી, જ્યાં તેમણે ઇન્ટેલની આગામી પેઢીના ૬૪-બીટ આર્કિટેક્ચરના માઇક્રોપ્રોસેસરનું સંચાલન કર્યું હતું.

મે ૧૯૯૬માં, તેઓ ફોલ્સમ, કેલિફોર્નિયામાં ઇન્ટેલના પ્લેટફોર્મ વિભાગના વડા તરીકે ગયા, જ્યાં તેઓ ચિપસેટ અને ગ્રાફિક્સ સોલ્યુશન્સ માટે જવાબદાર હતા.

સપ્ટેમ્બર ૧૯૯૯માં, સૈની દક્ષિણ એશિયાના ઇન્ટેલના ડિરેક્ટર તરીકે ભારતમાં સ્થાયી થયા. તેમણે જાન્યુઆરી ૨૦૦૪માં ઇન્ટેલ કંપની છોડી દીધી.[]

સૈની પાસે માઇક્રોપ્રોસેસર ડિઝાઇન સંબંધિત સાત પેટન્ટ હતી.[]

૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ નવી મુંબઈમાં જ્યારે તેઓ સાયકલ ચલાવી રહ્યા હતા ત્યારે પાછળથી એક ટેક્સીએ તેમને ટક્કર મારી હતી અને તેમનું મૃત્યુ થયું હતું.[] []

  1. Computers Today, November 1-15, 1999 સંગ્રહિત ૧૯ જુલાઇ ૨૦૦૮ ના રોજ વેબેક મશિન
  2. Intel Is Going Strong With Its Price Points Advantage Through Celeron’, Financial Express, 15 November 2002
  3. "Avtar Saini quits Intel | Business Standard News". business-standard.com. મેળવેલ 24 February 2017.
  4. "Avtar Saini joins eInfochips board, Design and Reuse". design-reuse.com. મેળવેલ 24 February 2017.
  5. Newsband. "Renowned Microprocessor Engineer Avtar Saini dies in a road accident on Palm Beach Road". www.newsband.in. મેળવેલ 28 February 2024.
  6. "Ex-Intel India head Avtar Saini hit by cab while cycling in Navi Mumbai, dies". The Times of India. 29 February 2024. ISSN 0971-8257. મેળવેલ 1 March 2024.