આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ
આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ એ અનુવાદ વ્યાવસાયિકોને માન્યતા આપવાનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. અનુવાદકોના આશ્રયદાતા સંત તરીકે જાણીતા બાઇબલ અનુવાદક સેન્ટ જેરોમની સ્મૃતિમાં આ દિવસ દર વર્ષે ૩૦ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે.[૧]
આંતરરાષ્ટ્રીય અનુવાદ પરિસંઘ
ફેરફાર કરો૧૯૫૩માં તેની સ્થાપના પછી આંતરરાષ્ટ્રીય અનુવાદ પરિસંઘ (આંતરરાષ્ટ્રીય ફેડરેશન ઓફ ટ્રાન્સલેટર્સ, એફઆઇટી) દ્વારા આ ઉજવણીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ૧૯૯૧માં એફઆઈટીએ વૈશ્વિકરણના યુગમાં વધુને વધુ આવશ્યક બની રહેલા વ્યવસાય તરીકે અનુવાદને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં વિશ્વવ્યાપી અનુવાદ સમુદાય સાથે એકતા દર્શાવવા માટે સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસનો વિચાર શરૂ કર્યો હતો.
અમેરિકન અનુવાદ સંઘ
ફેરફાર કરો૨૦૧૮થી અમેરિકન અનુવાદ સંઘે માહિતીનો પ્રસાર કરવા અને વ્યાવસાયિક અનુવાદકો અને દુભાષિયાઓની ભૂમિકા વિશે લોકોને શિક્ષિત કરવાના હેતુથી સોશિયલ મીડિયા પોસ્ટ્સની શ્રેણી પ્રકાશિત કરીને આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસની ઉજવણી કરે છે. સંઘે છ ઇન્ફોગ્રાફિક્સનો સેટ બહાર પાડીને આંતરરાષ્ટ્રીય દિવસ ૨૦૧૮ની ઉજવણી કરી હતી.[૨] ૨૦૧૯માં સંઘે એક વીડિયો બહાર પાડ્યો હતો જેમાં 'અનુવાદક અથવા દુભાષિયાના જીવનનો એક દિવસ' ("અ ડે ઇન ધ લાઇફ ઓફ અ ટ્રાન્સલેટર અથવા ઇન્ટરપ્રિટર") દર્શાવવામાં આવ્યો હતો.[૩]
વિષય
ફેરફાર કરોદર વર્ષે આંતરરાષ્ટ્રીય અનુવાદ પરિસંઘ આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ માટે એક વિષય પસંદ કરે છે.[૪]
- ૨૦૧૪ − ભાષા અધિકાર: તમામ માનવ અધિકારો માટે આવશ્યક
- ૨૦૧૫ − અનુવાદ અને અર્થઘટનનો બદલાતો ચહેરો
- ૨૦૧૬ − અનુવાદ અને અર્થઘટન: વિશ્વ જોડાણ
- ૨૦૧૭ − અનુવાદ અને વિવિધતા
- ૨૦૧૮ − અનુવાદ: બદલાતા સમયમાં સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવું
- ૨૦૧૯ − સ્વદેશી ભાષાઓના આંતરરાષ્ટ્રીય વર્ષ દરમિયાન અનુવાદ અને સ્વદેશી ભાષાઓ[૫]
- ૨૦૨૦ − કટોકટીમાં રહેલા વિશ્વ માટે શબ્દો શોધવા
- ૨૦૨૧ − અનુવાદમાં એકજૂથ
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Nations, United. "International Translation Day". United Nations (અંગ્રેજીમાં). મેળવેલ 2021-07-21.
- ↑ "International Translation Day 2018". atanet.org. 28 September 2018.
- ↑ "International Translation Day 2019". atanet.org. 30 September 2019.
- ↑ "International Translation Day – FIT" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-07-21.
- ↑ "A/RES/71/178 - E - A/RES/71/178 -Desktop". undocs.org. મેળવેલ 2021-07-21.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- CEATL, સાહિત્યિક અનુવાદક સંઘોની યુરોપિયન પરિષદ. તેઓ સમગ્ર યુરોપમાં ઉજવણીને પ્રોત્સાહન આપે છે.