આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ

લૈંગિક અસમાનતા વિરુદ્ધ જાગૃતિ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસસંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલો આંતરરાષ્ટ્રીય ઉજવણી દિવસ છે; જેને બાલિકા દિવસ અને આંતરરાષ્ટ્રીય કન્યા બાળ દિવસ પણ કહેવામાં આવે છે. ૧૧ ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ આ દિવસની સૌ પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી છોકરીઓ માટે વધુ તકોને સમર્થન આપે છે અને વિશ્વભરમાં છોકરીઓ દ્વારા સામનો કરવામાં આવતી લૈંગિક અસમાનતા અંગે જાગૃતિ વધારે છે. આ અસમાનતામાં શિક્ષણ, પોષણ, કાનૂની અધિકારો, તબીબી સંભાળ અને ભેદભાવ સામે રક્ષણ, મહિલાઓ સામેની હિંસા અને બળજબરીથી બાળલગ્ન જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.[] આ દિવસની ઉજવણી "વિકાસ નીતિ, ગતિવિધિઓ, ઝુંબેશ અને સંશોધનમાં એક વિશિષ્ટ સમૂહ તરીકે છોકરીઓ અને યુવતીઓના સફળ ઉદભવને પ્રતિબિંબિત કરે છે."[]

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ
બીજું નામઆંતરરાષ્ટ્રીય કન્યા બાળ દિવસ, બાલિકા દિવસ
પ્રકારઆંતરરાષ્ટ્રીય
મહત્વશિક્ષણ, પોષણ, બળજબરીથી બાળલગ્ન, કાનૂની અધિકારો અને તબીબી અધિકારો જેવા આંતરરાષ્ટ્રીય સ્તરે છોકરીઓનો સામનો કરી રહેલા મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવી
તારીખ૧૧ ઓક્ટોબર
આવૃત્તિવાર્ષિક
પ્રથમ ઉજવણી૧૧ ઓક્ટોબર ૨૦૧૨
  1. "As Malala Recovers, U.N. Marks International Day of the Girl Child". Los Angeles Times. 11 October 2012. મેળવેલ 11 October 2016.
  2. Hendricks, Sarah; Bachan, Keshet (2015). "Because I Am a Girl: The Emergence of Girls in Development". માં Baksh, Rawwida; Harcourt, Wendy (સંપાદકો). The Oxford Handbook of Transnational Feminist Movements. Oxford University Press. પૃષ્ઠ 895. ISBN 9780199943494.