આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ સેવન અને અવૈધ વ્યાપાર વિરોધ દિન

માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે સંયુક્ત રાષ્ટ્રનો આંતરરાષ્ટ્રીય દિવસ

આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ સેવન અને અવૈધ વ્યાપાર વિરોધ દિન એ માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે સંયુક્ત રાષ્ટ્રનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. તે ૧૯૮૯ થી દર વર્ષે ૨૬ જૂને મનાવવામાં આવે છે. ચીનમાં પ્રથમ અફીણ યુદ્ધ પહેલાં ૨૫ જૂન, ૧૮૩૯ ના રોજ લિન ઝેકસુ દ્વારા હ્યુમેન, ગુઆંગડોંગમાં અફીણના વેપારને નાબૂદ કર્યાની યાદમાં આ દિવસ ૨૬ જૂને ઉજવવામાં આવે છે. આ ઉજવણીની સ્થાપના ૭ ડિસેમ્બર ૧૯૮૭ના જનરલ એસેમ્બલીના ઠરાવ ૪૨/૧૧૨ દ્વારા કરવામાં આવી હતી.

2000 યુવાનોએ ૨૬ જૂન, ૨૦૦૪ના રોજ ભારતમાં નશીલા દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી સામે આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે આયોજિત 'રન અગેઇન્સ્ટ ડ્રગ્સ'માં ભાગ લીધો હતો.

૨૬ જૂન ૧૯૮૭ના રોજ, વિયેનામાં યોજાયેલી નશીલા દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર પરની આંતરરાષ્ટ્રીય પરિષદ (૧૭ થી ૨૬ જૂન)માં બે મહત્વપૂર્ણ લખાણો (નશીલા દ્રવ્યોના દુરુપયોગના નિયંત્રણમાં ભવિષ્યની પ્રવૃત્તિઓની વિસ્તૃત બહુશાખાકીય રૂપરેખા અને નશીલા દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર પર આંતરરાષ્ટ્રીય પરિષદની ઘોષણા) અપનાવવામાં આવ્યા હતા. પરિષદે ભલામણ કરી હતી કે માદક દ્રવ્યોના દુરૂપયોગ અને ગેરકાયદેસર દાણચોરી સામેની લડતના મહત્વને ચિહ્નિત કરવા માટે વાર્ષિક દિવસ ઉજવવો જોઈએ. ૧૭ જૂન અને ૨૬ જૂન બંને તારીખો સૂચવવામાં આવી હતી, અને પછીની બેઠકોમાં ૨૬ જૂનની પસંદગી કરવામાં આવી હતી અને મુસદ્દા અને અંતિમ ઠરાવમાં લખવામાં આવી હતી.[૧]

માદક દ્રવ્યો વિરોધી ઝુંબેશકારો દ્વારા તેને ઘણીવાર ૬/૨૬ તરીકે ઓળખવામાં આવે છે.

યુએનના ૨૦૦૭ના વર્લ્ડ ડ્રગ રિપોર્ટ[૨] ડ્રગના ગેરકાયદેસર વેપારનું મૂલ્ય દર વર્ષે ૩૨૨ અબજ અમેરિકન ડોલર જેટલું દર્શાવવામાં આવ્યું છે.[૩]

આ દિવસે ઝુંબેશ, રેલીઓ, પોસ્ટર ડિઝાઇનિંગ અને અન્ય ઘણા કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જુદા જુદા દેશોના લોકો એક સાથે આ દિવસની ઉજવણી કરે છે. જેમ જેમ ડ્રગ્સનો ઉપયોગ વધતો જાય છે તેમ તેમ તે દિવસ વધુ મહત્ત્વનો બની જાય છે.

સંદર્ભ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો