આંતરરાષ્ટ્રીય વેશ્યાવૃત્તિ નિષેધ દિવસ

વેશ્યાવૃત્તિનો અંત લાવવા માટેનો જાગૃતિ દિવસ

આંતરરાષ્ટ્રીય વેશ્યાવૃત્તિ નિષેધ દિવસ એક જાગૃતિ દિવસ છે, જે યૌન કર્મ (સેક્સ વર્ક)ની પ્રથાનો વિરોધ કરવા માટે ઉજવવામાં આવે છે.[] સૌ પ્રથમ આ દિવસની ઉજવણી ૨૦૦૨માં કરવામાં આવી હતી. આ ઉજવણી દર વર્ષે ૫ ઓક્ટોબરના રોજ યોજાય છે.

આંતરરાષ્ટ્રીય વેશ્યાવૃત્તિ નિષેધ દિવસ
ઉજવવામાં આવે છેવેશ્યાવૃત્તિ પર નારીવાદી મંતવ્યો
તારીખ૫ ઓક્ટોબર
આવૃત્તિવાર્ષિક

આ દિવસની ઉજવણી સૌ પ્રથમ ૨૦૦૨માં કરવામાં આવી હતી. તેના ઉદઘાટન વર્ષ દરમિયાન કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કો ખાડી વિસ્તાર,[] અને મેલબોર્ન, વિક્ટોરિયા (ઓસ્ટ્રેલિયા) ખાતે તેને માન્યતા આપવા માટે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.[]

વર્ષ ૨૦૦૫માં ફિલિપાઇન્સ વિશ્વવિદ્યાલયના માનવ અધિકાર અને મહિલાઓની તસ્કરી સામે ગઠબંધનના એશિયા-પ્રશાંત (એશિયા-પૅસેફિક) વિભાગ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે ૨૦૦૩ના વ્યક્તિઓના હેરફેર વિરોધી કાયદાની ચર્ચા કરી હતી.[] ૨૦૦૮માં એરિઝોનાના ફિનિક્સમાં આ ઉજવણીના ભાગરૂપે એક મીણબત્તી કૂચ આયોજીત કરવામાં આવી હતી.[] આ પ્રકારની બીજો કાર્યક્રમ ૨૦૧૦માં ફરીથી આ જ સ્થળે આયોજીત કરવામાં આવ્યો હતો, જેમાં શહેરના કેટલાક નેતાઓ અને કેટલીક ભૂતપૂર્વ યૌનકર્મીઓએ ભાગ લીધો હતો.[]

૨૦૧૦માં, કેનેડામાં માનવ તસ્કરીના પૂર્વ પીડિતો અને ભૂતપૂર્વ સેક્સ વર્કર્સના એક જૂથે એન્ટી સેક્સ વર્ક કાયદાઓને હટાવવાના વિરોધમાં,[] આંતરરાષ્ટ્રીય વેશ્યાવૃત્તિ નિષેધ દિવસની માન્યતા માટે ડાઉનટાઉન ટોરોન્ટો, ઑન્ટારિયો ખાતે કોર્ટહાઉસમાં ધરણા યોજ્યા હતા.[]

  1. "Survivors challenge legislators on International Day of No Prostitution". Alliance of Progressive Labor. October 5, 2004. મૂળ માંથી July 27, 2013 પર સંગ્રહિત. મેળવેલ July 26, 2013. CS1 maint: discouraged parameter (link)
  2. "No Prostitution Day in Davao on October 5". Davao Today. September 30, 2008. મેળવેલ July 26, 2013. CS1 maint: discouraged parameter (link)
  3. "Talking about prostitution". Women's Health Action. December 2002. મૂળ માંથી July 27, 2013 પર સંગ્રહિત. મેળવેલ July 26, 2013. CS1 maint: discouraged parameter (link)
  4. "Sex worker joins campaign vs prostitution". Philippine Daily Inquirer. October 17, 2005. પૃષ્ઠ A6.
  5. "Plays and Candle Light Walk Part of Prostitution Awareness Week". East Valley Living. September 15, 2008. મૂળ માંથી July 27, 2013 પર સંગ્રહિત. મેળવેલ July 26, 2013. CS1 maint: discouraged parameter (link)
  6. Jennifer Parks (October 9, 2010). "Dignity candlelight walk raises awareness about Valley prostitution". American Broadcasting Company. મૂળ માંથી October 14, 2010 પર સંગ્રહિત. મેળવેલ July 26, 2013. CS1 maint: discouraged parameter (link)
  7. Norma Ramos (October 19, 2010). "Ontario To Traffickers: We're Open For Business". Coalition Against Trafficking in Women. મૂળ માંથી ડિસેમ્બર 11, 2012 પર સંગ્રહિત. મેળવેલ July 26, 2013. CS1 maint: discouraged parameter (link)
  8. Kevin Connor (October 6, 2010). "Former prostitutes picket trade". The London Free Press. મૂળ માંથી October 6, 2015 પર સંગ્રહિત. મેળવેલ June 6, 2013.