આક્રિત જસવાલ
ભારતીય સર્જન
આક્રિત જસવાલ (અંગ્રેજી:Akrit Jaswal) વર્ષ ૧૯૯૩ના એપ્રિલ મહિનાની ૨૩મી તારીખે હિમાચલ પ્રદેશના નુરપુર શહેરમાં જન્મેલ ભારતીય બાળક છે, જે અસાધારણ પ્રતિભા ધરાવતો છોકરો છે. આ બાળકે ૨૦૦૦ના વર્ષમાં માત્ર સાત વર્ષની ઉંમરમાં આઠ વર્ષની છોકરી માટે સફળ સર્જિકલ ઓપરેશન કરી તેની પાંચ વર્ષથી એકબીજી આંગળીઓની દાઝી જવાને કારણે ચોંટી ગયેલ ચામડીને છુટી પાડી હતી. દસ વર્ષ પહેલાંથી આક્રિત દાક્તરી ક્ષેત્રમાં કાર્ય કરે છે અને હાલમાં તે તબીબની પદવી મેળવી ચૂક્યો છે.
ઈન્ટેલિજન્સ ટેસ્ટ (IQ test) દરમ્યાન આક્રિતે ભાષાકીય તેમજ સામાન્ય માહિતી મુદ્દાઓ વિશે આ વયના જૂથ પૈકી ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. પરંતુ દાક્તરી તેમ જ વિજ્ઞાન ક્ષેત્રમાં અત્યંત રસ દાખવ્યો હતો.
સ્ત્રોતો
ફેરફાર કરો- www.mymultiplesclerosis.co.uk સંગ્રહિત ૨૦૦૬-૦૯-૨૪ ના રોજ વેબેક મશિન
- TV4 ચેનલ પર, એક દસ્તાવેજી ચિત્રણ, ફિનલેન્ડ ખાતે ૧૯-૦૯-૨૦૦૬.