અગ્નિ અથવા આગ એ એક રસાયણિક પ્રક્રિયા છે જેના દ્વારા પ્રકાશ અને ગરમી પેદા થાય છે. તે ઓક્સીડેશનની રસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે.

મોટા પાયે લાગેલ આગ 
દીવાસળીની સળી પરની આગ

સુરક્ષા

ફેરફાર કરો

આગ ખુબ ગરમ હોય છે. તેના સ્પર્શથી બળી જવાય છે અને તે તેના સંપર્કમાં આવેલ વસ્તુઓને બાળી નાખે છે. માનવની ચામડી બળી જાય તો ફોલ્લા પડે છે જેને રૂઝ વળતા સમય લાગે છે. જો આગ લાગે તો મોઢાને ભીના કપડાથી ઢાંકી લેવું કેમકે ધુમાડાના શ્વાસમાં જવાથી બેભાન થવાની શક્યતા હોય છે.

અગ્નિનો ઉપયોગ ઠંડીથી રક્ષણ માટે, અનાજ પકવવા અને પ્રકાશ મેળવવા થાય છે.

દુરુપયોગ

ફેરફાર કરો

અગ્નિના દુરુપયોગથી તબાહી સર્જાય છે. તે શહેરો અને જંગલોનો નાશ કરી શકે છે. જયારે આગ લાગે ત્યારે અગ્નિશામક દળ આગ બુઝાવવા કામે લાગે છે જે તેના માટેના સાધનો ધરાવે છે.

અગ્નિ માટે ત્રણ વસ્તુ આવશ્યક છે: પ્રાણવાયુ, બળતણ, ગરમી. લાકડું, કોલસો, કાગળ, કાપડ જેવી ચીજો જલ્દી સળગે છે.

અગ્નિ માટે આવશ્યક ત્રણ વસ્તુ પૈકી કોઈ પણ એક ને અટકાવી આગ રોકી શકાય:

  • બળતણ ન મળવાથી આગ ઓલવાઈ જાય.
  • ઓક્સીજન ન મળે તો આગ સળગી ન શકે. આ રીત ને સ્મોથરીંગ કહે છે. શૂન્યાવકાશ કે કાર્બન ડાયોક્સાઈડ વડે તેમ કરી શકાય.
  • ગરમીને અટકાવી આગ ઓલવાય. પાણી ગરમી શોષી લે છે એટલે તેનાથી આગ ઠારી શકાય.

બાહ્ય કડી

ફેરફાર કરો