આધારાનંદ સ્વામી
આધારાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ હતા જેઓ ચિત્રકાર અને કવિ હતા. તેઓ મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા. સ્વામિનારાયણના અનુયાયી ૨૦૦૦ સંતોમાં માત્ર આધારાનંદ સ્વામી જ ચિત્રકલાના જાણકાર હતા. તેમની જન્મભૂમિ ખોલડિયાદ છે. દિક્ષા લીધી તે પહેલાનું તેમનું નામ વિરજી સુથાર હતું.
તેઓએ વ્રજભાષામાં સ્વામિનારાયણના જીવન-કવન પર વિરાટ કાવ્યની રચના કરી છે જે હિન્દી સાહિત્યનું આ સૌથી મોટું કાવ્ય છે. ૨૮ પુર અને ૯૭૩૮૯ દોહ જેટલા દોહ-ચોપાઇ અને ૨૩૦૯ જેટલા સોરઠમાં લખાયેલા આ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર ૧૨ ભાગમાં પ્રકાશિત થયુ છે. આ ગ્રંથનું પ્રકાશન ગાંધીનગર ગુરુકુલના સંત જ્ઞાનપ્રકાશદાસ સ્વામીએ કર્યું છે. આ ગ્રંથના પ્રારંભના પાંચ પૂર મુલહિન્દીમાં હજારી પ્રસાદ દ્વિવેદી અને કાકા કાલેલકરના અગ્રલેખ સાથે પ્રસિદ્ધ થયેલા છે.[સંદર્ભ આપો]
આધારાનંદ સ્વામીની શિષ્ય પરંપરામાં હરિપ્રિય સ્વામી, વૈકુંઠ સ્વામી. નારાયણપ્રિય સ્વામી, નંદકિશોર સ્વામી જેવા સંતો થઈ ગયા છે. હાલ એ પરંપરામાં ઘનશ્યામપ્રકાશદાસ સ્વામી છે. તેમના દ્વારા બનાવવામાં આવેલા સ્વામિનારાયણની ચિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહત્વના ગણાય છે. સ્વામિનારાયણના સમયમાં ફોટોગ્રાફી ઉપલબ્ધ ન હતી, એટલે તેમની સામે બેસીને આધારાનંદે ચિત્ર દોરેલા.