આનંદજી વીરજી શાહ

ભારતીય સંગીત દિગ્દર્શક

આનંદજી વિરજી શાહ (જન્મ: ૨ માર્ચ ૧૯૩૩) એક ભારતીય સંગીત દિગ્દર્શક છે. પોતાના ભાઈ સાથે મળીને તેમણે કલ્યાણજી આનંદજીની જોડી બનાવી અને કોરા કાગઝ માટે ૧૯૭૫માં શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો ફિલ્મફેર પુરસ્કાર જીત્યો. વર્ષ ૧૯૯૨માં તેમને ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આનંદજી
પાર્શ્વ માહિતી
જન્મ નામઆનંદજી વીરજી શાહ
અન્ય નામોઆનંદજી
જન્મ (1933-03-02) 2 March 1933 (ઉંમર 91)
કુંદરોડી, કચ્છ સ્ટેટ, બ્રિટીશ ભારત
વ્યવસાયોસંગીત નિર્દેશક, ઓરકેસ્ટ્રા
સક્રિય વર્ષો૧૯૫૪–વર્તમાન
રેકોર્ડ લેબલસારેગામા એચએમવી
યુનિવર્સલ મ્યુઝિક

આનંદજીનો જન્મ વીરજી શાહના ઘરે ૨જી માર્ચ ૧૯૩૩ના રોજ થયો હતો. તેમના પિતા કચ્છી ઉદ્યોગપતિ હતા, જેઓ કચ્છથી મુંબઈ આવીને કિરાણા (પ્રોવિઝન સ્ટોર) શરૂ કરવા ગયા હતા. અહીં બંને ભાઈઓએ એક સંગીત શિક્ષક પાસેથી સંગીત શીખવાનું શરૂ કર્યું. તેમણે તેમનાં શરૂઆતનાં મોટા ભાગનાં વર્ષો ગિરગામ (મુંબઈનો એક જિલ્લો)ના મરાઠી અને ગુજરાતી વિસ્તારોમાં આવેલાં ગામડાંઓમાં ગાળ્યાં હતાં.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો