આમેરનો કિલ્લો
આમેરનો કિલ્લો (હિંદી: आमेर क़िला)એ ભારતના રાજસ્થાન રાજ્યની રાજધાની જયપુરથી ૧૧ કિમી દૂર આવેલો છે. આજના જયપુરમાં રાજધાની સ્થળાંતરીત થઈ તે પહેલાં આ શહેર કચવાહા વંશના રાજાની રાજધાની હતું. આમેરનો કિલ્લો તેની કલાત્મક શૈલી, હિંદુ અને મુસ્લિમ કળા તત્વોનો સંગમ અને તેની વૈભવશાળી અને નવાઈ પમાડતી કલાત્મકતા માટે જાણીતો છે.[૧] [૨]
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ |
---|
ઉદ્ગમ
ફેરફાર કરોઆમેર નો કિલ્લો મૂળતો મીણાઓ દ્વારા તેમની કુળ દેવી અંબામાના નામે તેમના દ્વારા સ્થાપિત શહેર આમેરમાં બંધાવવામાં આવ્યો હતો. અંબામાને તેઓ ઘટ્ટા રાની અર્થાત ઘાટની રાણી નામે ઓળખતા. હાલમાં વિહરમાન કિલ્લો આગાઉના ખંડેર બનેલા માળખા પર રાજા માન સિંહ (અકબરના સેનાપતિ- નવરત્નોમાંના એક) દ્વારા ૧૫૯૨માં બનાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ જય સિંહ પહેલાએ તેને ફરી બંધાવ્યો.[૩] ત્યારથી લઈને, જ્યાં સુધી સવાઇ જયસિંહ બીજાનાં સમય દરમ્યાન કચવાહાઓએ પોતાની રાજધાની જયપુર ના ખસેડી, ત્યાં સુધીનાં ૧૫૦ વર્ષનાં ગાળામાં આવેલા વિવિધ શાસકોએ આમેરમાં અનેક પરિવર્તનો કર્યાં. [૪]
માળખું
ફેરફાર કરોઆમેરના કિલ્લા તરીકે ઓળખાતું માળખું શરૂઆતમાં એક મહેલ સંકુલ હતો. તે શરૂઆતના આમેરના કિલ્લામાં હતો જેને આજે જયગઢનો કિલ્લો કહે છે. કોટકિલ્લાથી સુસજ્જ એવા ગલિયારાથી આમેર સાથે જોડાયેલ, જયગઢ કિલ્લો આમેર સંકુલની ઉપર એક ટેકરી પર આવેલ છે, અને લાલ રેતીયા (બલુઆ) પથ્થર અને આરસથી બનેલ છે. તે માઓથા તળાવની સન્મુખ આવેલ છે અને કચવાહા રાજાઓના ખજાના ભંડાર હતો.
આખા કિલ્લા-સંકુલ સમાન જ, આમેર કિલ્લો પણ લાલ રેતીયા (બલુઆ) પથ્થર અને આરસથી બનેલ છે. આ કિલ્લાની બાંધકામ શૈલી અનોખી છે- બહારથી, પ્રભાવી કઠોર અને રક્ષણાત્મક દેખાતું માળખું, અંદરથી ખૂબ જુદું છે. અંદરથી, અતિઅલંકૃત, હિંદુ અને મુસ્લિમ શૈલીના મિશ્રણની વૈભવી આંતરીક સજાવટ ધરાવે છે. કિલ્લાની અંદરની દિવાલો ભીંત ચિત્રો,ફ્રેસ્કો, અને રોજિંદા જીવનને દર્શાવતી ચિત્રકલાઓથી મઢેલી છે. અન્ય દિવાલો આરસની ઝીણી કોતરણી, મોઝેક, અને મહીમ અરિસા કામ દ્વારા જડાયેલ છે.[૫] આમેરનો કિલ્લો ચાર ભાગમાં વંહેચાયેલો છે. કેંદ્રીય ભાગથી આ દરેક ભાગમાં દાદરા દ્વારા પહોંચી શકાય છે, કે પહોળા માર્ગે પહોંચી શકાય છે જે દરેક ભાગ સુધી પહોંચે છે. આ માર્ગોનો ઉપયોગ હાલમાં હાથીઓ દ્વારા પ્રવાસીઓને ઉપર સુધી પહોંચાડવા માટે થાય છે. આમેર કિલ્લાનો મુખ્ય પ્રવેશ દ્વાર, સૂરજપોળ, જાલેબ ચૌક સુધી લઈ જાય છે, આ મુખ્ય ચોક છે અહીંથી મહેલ તરફ જતી દાદર શરૂથાય છે. પ્રાચીન સમયમાં, યુદ્ધથી પાછી ફરતી સેનાઓની સલામી અહીં અપાતી.
આ કિલ્લાના પ્રવેશદ્વારથી થોડી આગળ એક નાની પગથી કાળી મંદિર તરફ લઈ જાય છે., જેને શિલા દેવી તરીકે પણ ઓળખાય છે અને તે તેના વિશાળ ચાંદીના સિંહો માટે પ્રસિદ્ધ છે. આ સિંહોનું ઉદ્દગમ અને તેનું કારણ હજી પણ અજ્ઞાત છે. કાળી મંદિર તેના ચાંદીના દરવાજા અને તેની ઉત્કીર્ણ કોતરણી માટે પ્રસિદ્ધ છે. કથાઓ અનુસાર, મહારાજા માનસિંહ-૧ એ બંગાળના રાજા સામે વિજય માટે કાળી માની પૂજા કરી હતી. કથા અનુસાર કાળી મા તેમના સ્વપ્નમાં આવ્યાં અને જેસ્સોરના (હવે બાંગ્લા દેશમાં) સમુદ્રપટમાંથી તેમની મૂર્તિ કઢાવી યોગ્ય મંદિરમાં સ્થાપના કરવા જણાવ્યું.
આ વાર્તામાં કેટલું તથ્ય છે તે તો ચકાસણી નો વિષય છે. જોકે, એમ કહેવાય છે દરિયાના પટમાંથી મહારાજાએ તે મૂર્તિ મેળવી અને તેની સ્થાપના મંદિરમાં કરાવી. આ મંદિરના દ્વાર પર આવેલી ગણેશજીની મૂર્તિ જે એક પરવાળાના ખડકમાંથી કોતરાયેલી છે તે મુખ્ય પ્રવાસી આકર્ષણ છે.[૬]
પ્રવાસ અને પ્રવાસી આકર્ષણ
ફેરફાર કરોઆજે પ્રવાસીઓ હાથી ઉપર બેસીને તળેટીથી ઉપર સુધી જઈ શકે છે. આ સવારી દરમ્યાન, તમે જયપુરનું વિહંગમ દ્રશ્ય, માઓથા તળાવ, અને મૂળની શહેરની દિવાલો જોઈ શકો છો. આ કિલ્લો તમે ગાઈડની સહાયતા વડે કે એકલા પણ જોઈ શકો છો. તમે વિવિધ ભાષાઓમાં ઉપલભ શ્રાવ્ય ગાઈડ પણ વાપરી શકો છો. સાંજનો દ્રશ્ય શ્રાવ્ય શો જોવા લાયક છે. ઓછા વરસાદને કારણે, તળાવ સુકાઈ ગયું છે અને તે સાફ નથી.
આ કિલ્લાનો ઊડીને આંખે વળગે તેવી જગ્યા છે આયના ખંડ. ગાઈડ લોકોને કહે છે કે પ્રાચીન કાળમાં માત્ર એક જ્યોતિથી આખા ખંડને પ્રકાશમાન કરી શકાતું હતું
નવીનીકરણ
ફેરફાર કરોઆવનારા કોમનવેલ્થ ગેમ્સને કારણે થતા નવીનીકરણને કારણે કિલ્લાનો ઘણો ખરો બંધ છે.
ચિત્ર યાત્રા
ફેરફાર કરો-
આમેરનો કિલ્લો વહેલી સવારની પૃષ્ઠભૂમિમાં
-
જયપુરના જયગઢ કિલ્લા પરથી દેખાતો આમેરનો કિલ્લો
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Amber Fort - Jaipur". મૂળ માંથી 2009-03-08 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ મે ૨૦૦૮.
- ↑ "Amber". મૂળ માંથી 2008-08-04 પર સંગ્રહિત. મેળવેલ 2010-01-28.
- ↑ "આમેરનો કિલ્લો - જયપુર". મૂળ માંથી 2009-03-08 પર સંગ્રહિત. મેળવેલ 2010-01-28.
- ↑ http://www.iloveindia.com/indian-monuments/amber-fort.html
- ↑ "Amber Fort". મૂળ માંથી 2009-03-08 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ એપ્રિલ ૨૦૦૮.
- ↑ "Jaipur Sightseeing". મૂળ માંથી 2007-10-18 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ જાન્યુઆરી ૨૦૦૮.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ગુજરાતી વિશ્વકોશમાં આમેરનો કિલ્લો.
- રાજસ્થાનના આમેરના કિલ્લાની વેબસાઇટ સંગ્રહિત ૨૦૦૯-૦૩-૩૦ ના રોજ વેબેક મશિન