એરન સ્વાર્ટઝ
એરન સ્વાર્ટઝ (નવેમ્બર ૮, ૧૯૮૬ - જાન્યુઆરી ૧૧, ૨૦૧૩) અમેરિકન લેખક, કોમ્પ્યુટર પ્રોગ્રામર, રાજકીય આયોજક અને ઇન્ટરનેટ ચળવળકાર હતા. સ્વાર્ટઝ આરઆરએસ-ડેવ કાર્યસમૂહ ના સભ્ય હતા જેમણે "RSS 1.0" ખાસિયતો RSS માટે બનાવી હતી[૧] અને web.py નામનું વેબ સાઇટ ફ્રેમવર્ક અને ઓપન લાઇબ્રેરીનાં આર્કિટેક હતા. તેમણે ઇન્ફોગામી બનાવ્યું હતું, જે કંપની રેડ્ડિટ સાથે તેના શરુઆતી દિવસોમાં ભળી ગઇ હતી, જેના વડે તેઓ કંપનીનાં સરખાં ભાગીદાર બન્યા હતા. સ્વાર્ટઝ એ સમાજશાસ્ત્ર, નાગરિક જાગૃતતા અને ચળવળ પર ધ્યાન આપ્યું હતું. ૨૦૧૦માં તેઓ હાર્વડ યુનિવર્સિટી સેન્ટર ઓફ ઇથિક્સનાં સભ્ય હતા. તેમણે ઓનલાઇન સમૂહ ડિમાન્ડ પ્રોગ્રેસ (જે SOPA વિરુધ્ધ લડત માટે જાણીતું છે) સ્થાપ્યું હતું અને પાછળથી અમેરિકા અને આંતરરાષ્ટ્રીય સમૂહ રુટસ્ટ્રાઇકર્સ અને આવાઝ જોડે કામ કર્યું હતું.
એરન સ્વાર્ટઝ | |
---|---|
Aaron Swartz en 2009. | |
જન્મ | ૮ નવેમ્બર ૧૯૮૬ Highland Park |
મૃત્યુ | ૧૧ જાન્યુઆરી ૨૦૧૩ બ્રુકલીન |
અંતિમ સ્થાન | Shalom Memorial Park |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | Programmer, hacktivist |
માતા-પિતા | |
પુરસ્કારો | |
વેબસાઇટ | http://www.aaronsw.com |
જાન્યુઆરી ૬, ૨૦૧૧, ના રોજ જેસ્ટોર પરથી શૈક્ષણિક સામયિકો ડાઉનલોડ કરવા માટે સ્વાર્ટઝની ધરપકડ થઇ હતી, જે ફેડરલ તપાસનો વિષય બની હતી.[૨] [૩] સ્વાર્ટઝ ને એ નહોતું ગમતું કે જેસ્ટોર લેખકોને પૈસા આપવાની જગ્યાએ પ્રકાશકોને પૈસા ચૂકવતું હતું. જેસ્ટોરની કિંમતો અમેરિકાની કોલેજો અને યુનિવર્સિટીઓ દ્વારા પ્રકાશિત થયેલ કાર્યને વાપરવામાં રોકતી હતી.[૪] [૫]
જાન્યુઆરી ૧૧, ૨૦૧૩ ના રોજ સ્વાર્ટઝ તેના ક્રાઉન હાઇટ્સ, બ્રૂકલિન, એપાર્ટમેન્ટમાં મૃત મળી આવ્યો હતો, જ્યાં તેને આત્મહત્યા કરી લીધી હતી.[૬][૭][૮]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ http://lists.w3.org/Archives/Public/w3c-rdfcore-wg/2001Apr/0062.html
- ↑ http://tech.mit.edu/V131/N30/swartz.html
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-01-15 પર સંગ્રહિત. મેળવેલ 2013-01-14.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-12-23 પર સંગ્રહિત. મેળવેલ 2013-01-14.
- ↑ http://www.guardian.co.uk/commentisfree/2013/jan/12/aaron-swartz-heroism-suicide1
- ↑ http://www.bbc.co.uk/news/world-us-canada-21001452
- ↑ http://www.businessinsider.com/statement-family-aaron-swartz-2013-1
- ↑ http://www.nytimes.com/2013/01/13/technology/aaron-swartz-internet-activist-dies-at-26.html
આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |