સોમલ
સોમલ (આર્સેનિક) એ એક રાસાયણિક તત્વ છે, જેની સંજ્ઞા As છે, અણુ ક્રમાંક ૩૩ અને સાપેક્ષ અણુભાર ૭૪.૯૨ છે. સોમલ ઘણી ખનિજોમાં મળી આવે છે, ખાસ કરીને ગંધક અને ધાતુઓની સાથે અતથ્ળવાતો શુદ્ધ ધાતુ સ્વરૂપે આવે છે. આનો સૌથી પ્રથમ લેખિત ઉલ્લેખ અલ્બેર્ટસ મેગ્નસ દ્વારા ૧૨૫૦માં થયો છે.[૧]
સોમલ એ એક ઉપધાતુ છે અને તેના ઘણાં બહુરૂપો છે, તેમાંથી માત્ર રાખોડી રંગના રૂપનું જ ઔદ્યોગિક મહત્ત્વ છે. સોમલનો મુખ્ય ઉપયોગ તાંબાની અને સીસાની મિશ્ર ધાતુઓને મજબૂત બનાવવા માટે થાય છે દા.ત. વાહનોની બેટરીમાં. સોમલ એ અર્ધવાહક ઈલેક્ટ્રોનિક સાધનોમાં વપરાતું એક n-શ્રેણીની અશુદ્ધિ છે. અશુદ્ધ સિલિકોન પછી ગેલિયમ આર્સેનાઈડ એ સૌથી વધુ વપરાતું અર્ધવાહક છે.
અમુક પ્રજાતિના જીવાણુઓ સોમલ સંયોજનોનો ઉપયોગ શ્વસન ચયાપાચકો તરીકે કરે છે અને તેઓ સોમલ પ્રત્યે પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે. બહુકોષી સજીવો માટે સોમલ પ્રાયઃ ઝેરી હોય છે કેમકે સોમલ આયન કે મૂલકો પ્રોટિન સાથે થીઓલ્સ બનાવે છે. સોમલ અને તેના સંયોજનો અને ખાસ કરીને તેના ટ્રાયોક્સાઈડનો ઉપયોગ કીટકનાશક, પ્રક્રિયા કરેલા લાકડાનાં ઉત્પાદનો, વનસ્પતિનાશકો અને જંતુનાશકો બનાવવા માટે થાય છે. જોકે આ સંયોજનોનો વપરાશ ધીરે ધીરે ઓછો થતો જાય છે.[૨] વિશ્વના ઘણાં ક્ષેત્રોમાં પાણીમાં સોમલ સંયોજનો દ્રવી સોમલની ઝેરબાધા ઉત્પન્ન કરે છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Emsley, John (2001). Nature's Building Blocks: An A-Z Guide to the Elements. Oxford: Oxford University Press. પૃષ્ઠ 43, 513, 529. ISBN 0-19-850341-5.
- ↑ Sabina C. Grund, Kunibert Hanusch, Hans Uwe Wolf. "Arsenic and Arsenic Compounds". Ullmann's Encyclopedia of Industrial Chemistry. Weinheim: Wiley-VCH. doi:10.1002/14356007.a03_113.pub2.CS1 maint: multiple names: authors list (link)
બાહ્ય કડીઓ
ફેરફાર કરો