આવળ (અંગ્રેજી:Avaram Senna, જૈવિક નામ:Senna auriculata) ભારતીય ઉપખંડમાં જોવા મળતી એક વનસ્પતિ છે. તે ભારત દેશમાં બધા જ પ્રદેશોમાં થાય છે. એનાં પીળાં સોનેરી રંગનાં ફુલોથી આ છોડ તરત ઓળખાઈ જાય છે. આવળ કડવી, શીતળ અને આંખોને માટે હિતકારક છે.

આવળ

આયુર્વેદમાં આવળનો ઉપયોગ ફેરફાર કરો

(૧) એકચમચી આવળના ફુલની પાદંડીઓ અને એટલી જ સાકર ગાયના દૂધમાં વાટીને ચાટી જવાથી સગભા સ્ત્રીની ઊલટી તેમ જ ઊબકા બધં થાય છે. (૨) આવળના ફુલોનો ગુલકંદ પેશાબના, ત્વચાના અને પેટના રોગોમાં સારો ફાયદો કરે છે તથા શરીરનો રંગ વધુ સુધારે છે. (૩) પગના મચકોડ પર આવળના પાન બાધંવાથી મચકોડનો સોજો અને દુ:ખાવો મટી જાય છે. (૪) આવળનાં ફુલોનો ઉકાળો અથવા આવળના પચાંગ ચૂર્ણની અડધી ચમચી જમતાં પહેલાં લેવાથી અને જરુરી પરેજી પાળવાથી ડાયાબીટિસમાં ફાયદો થાય છે. (૫) આવળના ફુલોને સૂકવીને બનાવેલું ચૂર્ણ અડધી ચમચી જેટલું ગરમ પાણી સાથે લેવાથી સર્વ પ્રકારના પ્રમેહ મટે છે.(૬) પાન ને લસોટી પેસ્ટ બનાવી લગાવવાથી સોજો કે ભંગ નો દુખાવો મટે છે.

બાહ્ય કડી ફેરફાર કરો