આસન
આસન અથવા યોગાસન એ ભારતની પ્રાચીન અને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થયેલી યોગવિદ્યાનો એક ભાગ છે. પતંજલીના રાજયોગનું ત્રીજું અને હઠયોગનું પ્રથમ અંગ છે. આસનમાં શરીરને વિવિધ અવસ્થાઓમાં બેસાડવા કે સુવાડવાની ક્રિયાઓ છે. દરેક આસનના જુદા-જુદા પ્રકારના ફાયદાઓ છે. જો સાવધાની ન રાખવામાં આવે તો નુકસાનકારક પણ સાબિત થઇ શકે છે. આસનના અભ્યાસ દ્વારા શારીરિક અને માનસિક સ્થિરતા, આરોગ્ય તથા સ્ફુર્તિ ઉત્પન્ન થાય છે.
ઉત્પત્તિ અને અગત્યતા
ફેરફાર કરોપ્રાચીનકાળમાં ભારતમાં ૠષિમુનીઓ જંગલ, હિમાલય, ગુફાઓ કે નદી કાંઠે આશ્રમ બાંધીને એકાંત સ્થળોએ ઇશ્વરની પ્રાપ્તિ કે આત્મસાક્ષાત્કાર માટે સાધના કરતા હતા. જુદા-જુદા રોગ સાધનામાં મોટું વિઘ્ન છે તેમજ કપરી સાધનાઓ કરવા અને યોગના અમુક પ્રકારના પ્રયોગો કરવા માટે સારા શારીરિક સૌષ્ઠવની જરુર પડે છે એ જરૂરિયાતને સંતોષવા માટે ભારતના ૠષીઓ દ્વારા જુદા-જુદા આસનોની શોધ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
આજના સમયમાં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના મોટા ભાગના દેશોમાં યોગાસનો કરવામાં આવે છે. વિશ્વ યોગ દિવસની ઊજવણી પણ શરુ કરવામાં આવી છે. યોગાસનોથી શરીર ખડતલ અને મજબૂત બને છે તેમજ જુદા-જુદા આસનોથી અનેક પ્રકારના ફાયદાઓ થાય છે. તે આસનોની અગત્યતા છે.
રીત/પદ્ધતિ
ફેરફાર કરોસામાન્ય રીતે વહેલી સવાર અથવા તો સંધ્યાના સમયને યોગાસનો કરવા માટે અનુકૂળ માનવામાં આવે છે. ભોજન કર્યાના છ કલાક અને પાણી પીધાના ત્રણ કલાક પછી ભુખ્યા પેટે આસન કરવામાં આવે છે. વહેલી સવારે સ્નાન કરીને કે સ્નાન કર્યા વગર એમ બન્ને રીતે આસનો કરી શકાય છે. જ્યારે કોઇપણ એક જ આસનમાં વ્યક્તિ સતત ત્રણ કલાક સુધી એની એ જ સ્થિતિમાં સ્થિર રહી શકે ત્યારે આસન સિદ્ધ થયું એમ માનવામાં આવે છે. યોગસાધના માટે આસનો કરતા સાધકો માટે સર્વપ્રથમ આસન સિદ્ધ કરવું ખૂબ જ જરુરી માનવામાં આવે છે. જ્યારે સામાન્ય લોકો ઇચ્છિત ફાયદા સારુ ઇચ્છિત સમય સુધી જે તે આસન કરી શકે છે. બાળકો અને સગર્ભાઓને આસન કરવાથી ફાયદાના બદલે નુકસાન થવાની પણ સંભાવના રહે છે. અનુભવી વ્યક્તિ કે ગુરુના સીધા માર્ગદર્શન હેઠળ આસનો કરવાથી વધુ લાભકારક સાબિત થાય છે. પોતપોતાની પ્રકૃતિ તેમ જ શારીરિક યોગ્યતા પ્રમાણે દરેકે જુદાં-જુદાં આસનોનો આધાર લઈ શકે છે. આસનોનો પણ કોઈ નિશ્ચિત કે એકસરખો ક્રમ હોતો નથી. કેટલાંક આસનો અમુક સાધકોને ઉપયોગી થાય છે જ્યારે કેટલાંક તેણે ટાળવા પણ પડે છે.
પ્રમુખ આસનો
ફેરફાર કરોમુખ્યત્વે ૮૪ પ્રકારના યોગાસનોનું વર્ણન જુદા-જુદા યોગગ્રંથોમાં કરવામાં આવ્યું છે. તે પૈકી મુખ્ય/પ્રધાન આસનો નીચે મુજબ છે:-
ફાયદાઓ
ફેરફાર કરો- આસનોના અભ્યાસથી શરીર અને મન પણ મજબુત બને છે.
- જુદા-જુદા આસનોથી જુદા-જુદા વિકારો વાત, પિત્ત અને કફનું શમન થતાં શરીર નિરોગી રહે છે.
- જુદા જુદા આસનોથી અમુક ચોક્કસ રોગો મટે છે.
- શરીર સુદ્રઢ અને સ્ફુર્તિલું બને છે તેનાથી કાર્યશક્તિમાં પણ વધારો થાય છે.
- બ્રહ્મચર્યનું પાલન કરવામાં મદદ મળે છે.
- આસનની સાથેસાથે જો ઉત્તમ પ્રકારના ભાવો કે વિચારોનો આધાર લેવામાં આવે તો માનસિક અથવા આત્મિક રીતે પણ લાભ થાય છે.
- આસનોનો લાભ પુરૂષોની પેઠે સ્ત્રીઓ પણ લઈ શકે છે ને સ્ત્રીઓને માટે પણ એ એટલાં જ ઉપયોગી છે.
- યોગમાં આસનો કેવળ શરીર સુધારણાની કસરત નથી, પણ મનને સ્વસ્થ તેમ જ મજબૂત બનાવવા માટેની પ્રાણવાન પ્રક્રિયા છે.