ઇઆટ એ પ્રાચીન ઇજિપ્તીયન ગૌણ દેવી છે જે દૂધની દેવી તરીકે અને તેથી જ પાલનપોષણ અને બાળજન્મ સંબંધિત દેવી તરીકે ઓળખાય છે.[૧]

ઇઆટ
દૂધની દેવી
મુખ્ય સંપ્રદાય કેન્દ્ર ઇજિપ્ત
પ્રતીક
S152A

આ દેવી અંગે ભાગ્યે જ ખાસ માહિતી છે, અને તેના વિશે જે થોડી જાણકારી છે તે પિરામિડના લેખોમાં મુઠ્ઠીભર ઉલ્લેખો પર આધારિત છે.[૨][૩] તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • ઉલ્લેખ PT 211/Pyr. 131, જ્યાં મૃત રાજા વિશે એવું કહેવામાં આવે છે, "મારી પાલકમાતા ઇઆટ છે, અને તે મને પોષણ આપે છે, તે ખરેખર તે છે જેણે મને જન્મ આપ્યો" (અજ્ઞાત અનુવાદક)[૩] અથવા "દૂધ-દેવી તેની પરિચારિકા છે. તેણી તે છે જે તેના માટે જીવવાનું શક્ય બનાવશે: હકીકતમાં તેણી તે છે જેણે યુનિસને જન્મ આપ્યો હતો " ( જેમ્સ પી. એલનનું ભાષાંતર);[૪]
  • ઉલ્લેખ PT 578/Pyr. 1537, જ્યાં મૃત રાજાને સૂર્યના અવકાશમાં દેવતાઓ સુધી પહોંચવા માટે તેણીની ઓળખ લેવાનું કહેવામાં આવે છે: "તમારે ઉત્તર પવનની તમારી ઓળખમાં, તેમને પકડવા જોઈએ; તમારી એનિબસની ઓળખમાં તેઓ તમને ઓળખી જશે; અને તમારી દૂધ-દેવીની ઓળખમાં દેવતાઓ તમારી વિરુદ્ધ નહીં જાય, ";[૪]
  • ઉલ્લેખ MAFS PT 1071, જે સલાહ આપે છે, "તમે નાના છો, તેથી તમારે તમારો એક હાથ સૂર્યને આપવો જોઈએ અને બીજો હાથ દૂધ-દેવીને આપી બેસવું જોઈએ."[૪]

વ્યુત્પત્તિશાસ્ત્ર ફેરફાર કરો

આ દેવીનું નામ દૂધ માટેના એક ઇજિપ્તીયન શબ્દ 'ઇઆટેટ' (jꜣtt) જેવું લાગે છે[૩] અથવા વધુ પ્રચલિત એવો બીજો શબ્દ 'ઈર્ટજેટ' (jrṯt) જેવું લાગે છે. આથી આ બંને શબ્દોની વ્યુત્પત્તિ સાથે આ દેવીને કંઇક સબંધ હોઈ શકે છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "The Papyrus of Ani, The Egyptian Book of the Dead". મૂળ માંથી 20 November 2016 પર સંગ્રહિત. મેળવેલ 31 August 2012.
  2. Erman, Adolf & Grapow, Hermann: Wörterbuch der Aegyptischen Sprache, Im Auftrage der Deutschen Akademien, Berlin: Akademie Verlag (1971), vol. I, p. 26.16.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "Iat". egyptian-gods.info. મૂળ માંથી 9 July 2012 પર સંગ્રહિત. મેળવેલ 31 August 2012.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ Allen, James P. (2005) The Ancient Egyptian Pyramid Texts, Atlanta: Society of Biblical Literature, pages 30, 184, 196.