ઇબ્રાહિમ
બાઇબલ માં જણાવ્યા પ્રમાણે મેસોપોટેમીયામાં અને અન્ય પ્રદેશોમાં વસતા માણસો ઘણા દેવોમાં માનતા હતા. તેઓ સુર્ય, ચંદ્ર, તારાઓ જેવા દેવોની પૂજા કરતા હતા. ઇબ્રાહિમ જુદા પ્રકારનો માણસ હતો. તે તો એકમાત્ર ખરા ઇશ્વર પર વિશ્વાસ કરતો હતો. આ એક માત્ર ઇશ્વર જેણે સુર્ય, ચંદ્ર, તારાઓને બનાવ્યા હતા. ઇશ્વરે ઇબ્રહિમને તેનું ઘર અને સગાંવહાલાંને છોડીને દૂરનાં દેશમાં જવાની આજ્ઞા કરી. ઇશ્વરે તેને નવો દેશ અને તેનાં સંતાનો આપવાનું વચન આપ્યું.
ઇબ્રાહિમ હારાન પ્રદેશમાં રહેતો હતો તે ઘણો ધનવાન માણસ હતો. તેની પાસે ઘણા ઢોરઢાંખર અને નોકરો હતા. તે ૭૫ વર્ષનો હતો ત્યારે તે તેની પત્ની સારા અને ભત્રીજા લોત સાથે તેની તમામ સંપતી લઇ કનાન દેશ તરફ ગયો.