ઇશાવાસ્ય ઉપનિષદ
ઇશોપનિષદ શુક્લ યજુર્વેદનું એક ઉપનિષદ છે. આ ઉપનિષદ પોતાના નાનકડા કલેવરના કારણે અન્ય ઉપનિષદોની વચ્ચે અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આમાં કોઇ કથા-વાર્તા નથી માત્ર આત્મવર્ણન છે. આ ઉપનિષદના પ્રથમ શ્લોક ईशावास्यमिदंसर्वंयत्किंच जगत्यां-जगत… થી અઢારમાં શ્લોક अग्ने नय सुपथा राये अस्मान् विध्वानि देव वयुनानि विद्वान्… સુધી દરેક શબ્દોમાં બ્રહ્મવર્ણન, ઉપાસના, પ્રાર્થના વગેરે ઝંકૃત થાય છે. આ ઉપનિષદનો એક જ શ્વર છે— બ્રહ્મ, જ્ઞાન, આત્મ-જ્ઞાન.
પરિચય
ફેરફાર કરોઅદ્ભુત કલેવર ધરાવતા આ ઉપનિષદમાં ઇશ્વર સર્વનિર્માતા હોવાની વાત કરવામાં આવી છે અને સમસ્ત બ્રહ્માંડના માલિક તરફ્ અંગૂલિનિર્દેશ કરવામાં આવ્યો છે. સાત્વિક જીવનશૈલીની વાત કરીને અન્ય ધન પર દૃષ્ટિ ન કરવા જણાવાયું છે.
આ જગતમાં રહેવા છતાં નિ:સંગ ભાવે જીવન વ્યતિત કરવાનો માર્ગ તેમાં બતાવવામાં આવ્યો છે. તેમાં 'અસુર્યા' નામના લોકનીએ વાત આવે છે. અસુર્યા એટલે કે સૂર્યથી રહિત લોક. જ્યાં સૂર્યના કિરણો કદી પણ પહોંચી શકતા નથી, જે ગાઢ અંધકારથી ભરેલો છે તે અર્થાત ગર્ભનું વર્ણન કરવામાં આવ્યું છે.
આ ઉપનિષદમાં કહેવાયું છે કે જે લોકો આત્માને પોતાના 'સ્વ'ને ઓળખતા નથી. આત્માને ઠુકરાવે છે, નકારે છે અને આ રીતે આત્માનો અસ્વીકાર કરીને પૂરું જીવન વિતાવે છે તેઓને મૃત્યુ પછી એ જ અંધકારભર્યો લોક-મતલબ અસૂર્યા લોક-ગર્ભમાં જવું પડે છે. જ્યાં સુધી આત્માનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી ફરી ફરી જન્મ લેવો પડે છે.
આ રીતે આ ઉપનિષદમાં ઇશ્વરને સર્વનિર્માતા અને પોતાને નિમિત્ત માત્ર માનીને જીવન જીવવાનો ઇશારો કરવામાં આવ્યો છે, તો બીજી તરફ આત્માને ન ભૂલવાનું પણ કહેવામાં આવ્યું છે.
ત્યાર પછી આત્મતત્વને નિરુપિત કરાયુ છે કે એ અચલ છે, સાથે સાથે મનથી પણ વધુ ઝડપે ગતિ કરનાર છે. આ આત્મ(બ્રહ્મ) બધી જ ઇન્દ્રીયો કરતાં સૌથી વધુ તેજ છે.
સંદર્ભ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોમૂળ ગ્રંથ
ફેરફાર કરો- Upanishads at Sanskrit Documents Site સંગ્રહિત ૨૦૦૬-૦૯-૦૭ ના રોજ વેબેક મશિન
- पीडीईएफ् प्रारूप, देवनागरी में अनेक उपनिषद સંગ્રહિત ૨૦૦૯-૦૨-૨૭ ના રોજ વેબેક મશિન
- GRETIL
- TITUS
ભાષાંતર
ફેરફાર કરો- Translations of major Upanishads
- 11 principal Upanishads with translations
- Translations of principal Upanishads at sankaracharya.org
- Upanishads and other Vedanta texts
- डॉ मृदुल कीर्ति द्वारा उपनिषदों का हिन्दी काव्य रूपान्तरण સંગ્રહિત ૨૦૧૧-૦૯-૦૮ ના રોજ વેબેક મશિન
- Complete translation on-line into English of all 108 Upaniṣad-s સંગ્રહિત ૨૦૧૦-૧૨-૨૯ ના રોજ વેબેક મશિન [not only the 11 (or so) major ones to which the foregoing links are meagerly restricted]-- lacking, however, diacritical marks