ઈઝરાયલનો રાષ્ટ્રધ્વજ

ઈઝરાયેલ રાષ્ટ્રનો રાષ્ટ્રધ્વજ

ઈઝરાયલનો રાષ્ટ્રધ્વજ ઈઝરાયલ રાષ્ટ્રની સ્થાપનાના પાંચ મહિના બાદ ૨૮ ઓક્ટોબર ૧૯૪૮ના રોજ અપનાવાયો. તે સફેદ પશ્ચાદભૂમાં ભૂરો ષટકોણ ધરાવે છે અને તેની બંને તરફ બે ભૂરા આડા પટ્ટા છે.

ઈઝરાયલ
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોઓક્ટોબર ૨૮, ૧૯૪૮
રચનાસફેદ પશ્ચાદભૂમાં ડેવિડનો સિતારો કેન્દ્રમાં અને તેની બંને બાજુએ ભૂરા રંગના આડા પટ્ટા

ભૂરા રંગને ઘેરા આસમાની રંગ[] તરીકે વર્ણવવામાં આવે છે અને તે દરેક ધ્વજ પ્રમાણે અલગ અલગ હોય છે. તેમાં આછી ઝાંયથી લઈ અને ભૂરા રંગ સુધીના ફેરફાર હોય છે. કેટલીક વખત નેવી ભૂરા જેટલો ઘેરો પણ વપરાય છે. ધ્વજને ૧૮૯૧માં યહુદી ચળવળ માટે આલેખાયો હતો. તેની મૂળ આકૃતિ અસ્કેનાઝી તલીત, એક યહુદી પ્રાર્થના કરવાની શાદડી પર આધારિત છે. જેમાં સફેદ અને કાળા અથવા ભૂરા પટ્ટા હોય છે. કેન્દ્રમાંનું ચિહ્ન ડેવિડનો સિતારો દર્શાવે છે. જે પ્રાગ શહેરના મધ્યકાલીન સમયનો યહુદી ચિહ્ન છે. તે પ્રથમ યહુદી સંમેલનએ ૧૮૯૭માં અપનાવ્યો હતો.

મૂળ પ્રસ્તાવિત ધ્વજ જેમાં ચિહ્નને ડેવિડનો સિતારો નામ નહોતુ અપાયું

૨૦૦૭માં પ્રાચીન યહુદી મસાદાના કિલ્લા નજીક ૬૬૦ મિટર × ૧૦૦ મિટરનો ૫.૨ ટનનો ધ્વજ ફરકાવાયો હતો જે સૌથી વિશાળ રાષ્ટ્રધ્વજનો વિક્રમ છે.[]

રંગોનો મતલબ

ફેરફાર કરો

સફેદ રંગ પવિત્રતા સૂચવે છે અને ભૂરો રંગ ઈશ્વરની મહાનતા, તેમની નિર્મળતા અને તીવ્રતાનું પ્રતિક છે.[][]

  1. Israel Ministry of Foreign Affairs publication The Flag and the Emblem by art historian Alec Mishory, wherein he quotes "The Provisional Council of State Proclamation of the Flag of the State of Israel" made on October 28, 1948 by Joseph Sprinzak, Speaker.
  2. "Giant Israeli flag breaks world record for largest in world". Haaretz. Associated Press. ૨૫ નવેમ્બર ૨૦૦૭. મૂળ માંથી 2009-09-17 પર સંગ્રહિત. મેળવેલ ૨ ઓગસ્ટ ૨૦૧૪.
  3. Numbers Rabbah 14:3; Hullin 89a.
  4. Exodus 24:10; Ezekiel 1:26; Hullin 89a.