ઈન્દુમતી બાબુજી પાટણકર

ઇંદુમતી પાટણકર (ઈન્દુતાઇ) ગ્રામીણ ભારતમાં મહારાષ્ટ્રના કેસળગાંવમાં રહેતા સ્વતંત્ર સેનાની અને લાંબા સમય સુધી કાર્યરત એવા પીઢ કાર્યકર હતા. ઇન્દુતાઇના પિતા દિનકરરાવ નિકમે ઈ.સ. ૧૯૩૦ માં શરૂ થયેલ સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો અને તેઓ સત્યાગ્રહ માટે જેલમાં ગયા ત્યારે ભાઈ વી. ડી. ચિતળે જેવા સામ્યવાદી નેતાઓને મળ્યા પછી સામ્યવાદી બન્યા હતા. ઈન્દુતાઇએ ૧૦-૧૨ વર્ષની ઉંમરે વોલ્ગા થી ગંગા જેવા પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. તેઓ ગામમાં કોંગ્રેસના સરઘસોમાં ભાગ લેતા. તેમના ઘરે ઈન્દોલી (તા. કરાડ)માં રહી તેઓ સ્વતંત્રતા ચળવળના નેતાઓના પરિવારોને મદદ કરતા. તેમણે રાષ્ટ્ર સેવા દળમાં જવાનું શરૂ કર્યું.

ઈન્દુમતી બાબુજી પાટણકર
ઈન્દુમતી બાબુજી પાટણકર ૨૦૧૫માં
જન્મની વિગત (1925-09-15) 15 September 1925 (ઉંમર 99)
ઇન્દોલી
મૃત્યુની વિગત૧૪ જુલાઈ ૨૦૧૭[][]
રહેઠાણકાસેગાંવ
રાષ્ટ્રીયતાભારતીય
હુલામણું નામઈન્દુતાઇ
નાગરીકતાભારતીય
શિક્ષણ સંસ્થાકાસેગાવ એજ્યુકેશન સોસાયટી, આઝાદ વિદ્યાલય
વ્યવસાયસમાજ સેવક
જીવનસાથીબાબુજી પાટણકર
માતા-પિતાદિનકરરાવ નિકમ
સરસ્વતી નિકમ

અંગત જીવન

ફેરફાર કરો

ઈ.સ. ૧૯૪૨ માં, ઇન્દુતાઇએ ૧૬ વર્ષની વયે માતાપિતાનું ઘર છોડી દીધું અને ઈ.સ. ૧૯૪૨ માં બ્રિટીશ શાસનની વિરુદ્ધ સ્વતંત્રતા ચળવળમાં સામેલ થયા. તેમણે મહિલાઓને સંગઠિત કરી અને રાષ્ટ્ર સેવા દળનો પ્રસાર કર્યો. તેમણે ધીરે ધીરે ઈ.સ. ૧૯૪૩ માં પ્રતિ સરકારની ભૂગર્ભ ચળવળમાં ભાગ લેવાનું શરૂ કર્યું, તેઓ લડવૈયાઓને હથિયારો (પિસ્તોલ અને રિવોલ્વરો) પહોંચાડતા.

તેમણે ૧ જાન્યુઆરી ૧૯૪૬ ના દિવસે ક્રાંતિવીર બાબુજી પાટણકર સાથે લગ્ન કર્યા, 'પ્રતિ સરકાર'માં કામ કરતી વખતે ઈન્દુતાઇ તેમના પ્રેમમાં પડ્યા. તેઓ બંને ઈ.સ. ૧૯૪૦ દરમ્યાન સતારા જિલ્લામાં ચલાવાયેલી 'પ્રતિ સરકાર' અથવા સમાંતર સરકારની ચળવળના અગ્રણી કાર્યકરો હતા. પ્રતિ સરકારમાં મૂળથી એકસો કે તેથી વધુ ભૂગર્ભ કાર્યકરોમાં હતા - જેઓ પોતાનાં ઘર છોડીને બંદૂકો અથવા અન્ય શસ્ત્રો લઇને ગામડે ગામડે ફરતા, જો જરૂરી હોય તો પોલીસનો સામનો કરવા તૈયાર રહેતા અને સમાંતર રચનાત્મક તેમજ લશ્કરી વહીવટી કાર્ય ચલાવતા. કાર્યકર્તાઓને જૂથોમાં ગોઠવવામાં આવ્યા હતા જેઓ મોટાભાગની પ્રવૃત્તિ માટે અસરકારક નિર્ણય લેનારા કેન્દ્રો સમાન હતા. તમામ જૂથોના પ્રતિનિધિઓ જિલ્લા કક્ષાએ સમયાંતરે મળતા હતા. ગ્રામ્ય કક્ષાએ, આ કાર્યકરો વિવિધ વિવિધ વ્યવસ્થાપક માળખા સ્થાપિત કરવા માટે આગળ વધતા જેમાં પંચ સમિતિઓની સ્થાપના થતી, તેને ગ્રામ્ય લોકો જાતે પસંદ કરતા અથવા ચૂંટતા. ઈ. સ. ૧૯૪૪ અને ૧૯૪૫ ના અંતમાં આ ગામના વ્યવસ્થપન માળખા આ આંદોલનથી જ વિકસિત થયા.

બાબુજી અને ઇંદુમતી પાટણકરે કાસેગાંવ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી અને કાસેગાંવની પ્રથમ હાઇસ્કૂલ આઝાદ વિદ્યાલય તરીકે ઓળખાઈ. તેમણે કાસેગાંવ એજ્યુકેશન સોસાયટીની સ્થાપનામાં બાબુજીને ટેકો આપ્યો અને તે ત્યાંની પ્રથમ મહિલા વિદ્યાર્થીઓમાંની એક બની, અને પછીથી ત્યાં પ્રાથમિક શાળાની શિક્ષિકા પણ બની. તેમણે શિક્ષક તરીકે કામ કરવા સાથી તેમના સાસુ-સસરા સાથે દરરોજ સવાર-સાંજ ખેતરોમાં જઇને કુટુંબને ટેકો આપ્યો હતો. તેમણે નિવૃત્તિ સુધી શિક્ષક તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું, અને સાથે આંદોલનમાં ભાગ લેવાનું પણ ચાલુ રાખ્યું.

રાજનૈતિક જીવન

ફેરફાર કરો

ઈન્દુતાઇ અને બાબુજી બંને દેશભરમાં બીજા ઘણા લોકો સાથે સમાજવાદી પાર્ટીનો ભાગ બન્યા. ઇ.સ. ૧૯૪૯ ની આસપાસ સૈદ્ધાંતિક અને રાજકીય મતભેદોને કારણે તેઓ અરુણા અસફ અલીના નેતૃત્વ હેઠળ સમાજવાદી પાર્ટી (માર્ક્સવાદી-લેનિનવાદી)માં જોડાયા. ઈ.સ. ૧૯૫૨ માં તેઓ સામ્યવાદી બન્યા.

રાજ્યના તત્કાલીન નિયંત્રકોએ સાથે મળીને અસામાજિક તત્વો દ્વારા બાબુજીની હત્યા કરવામાં આવી. એક યુવાન વિધવા તરીકે ઈન્દુતાઇએ એકલા હાથે પોતાનો પરિવાર ઉછેરવાનું ચાલુ રાખ્યું. તેમને એક ભરત નામનો પુત્ર હતો જેનો જન્મ ૫ સપ્ટેમ્બર ૧૯૪૯ માં થયો હતો. તેમણે સામ્યવાદી પક્ષની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું. જેમ અગાઉ તેમની પિયરનું ગામ ઈંડોલી સામ્યવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું, તેમ હવે કાસેગાંવ જુના સાતારા જિલ્લાનું એક કેન્દ્ર બન્યું. તે સતત મહિલા સંગઠનોમાં, કૃષિ મજૂરોના આંદોલન, અને સામાજિક કાર્ય સહિતના લોકની આંદોલનમાં સતત કામ કરતા હતા. તેમણે હિંસાનો સામનો કરતી અને જીવનનિર્વાહ માટે સંઘર્ષ કરનારી અન્ય ઘણી ગ્રામીણ મહિલાઓ સાથે મળી સ્ત્રી મુક્તિ સંઘર્ષ ચળવળ નામના આંદોલન ચલાવ્યું જેની તેઓ મુખ્ય નેતા હતા. આ કાર્ય દ્વારા તેમણે પરિત્યક્તા (ત્યજી દેવાયલી) મહિલાઓના સંઘર્ષનું નેતૃત્વ કર્યું. સાતારા, સાંગલી અને કોલ્હાપુર જિલ્લામાં રાશનકાર્ડ, નિર્વાહ ધન અને તેમના હકોની માન્યતા માટે પરિત્યક્તા મહિલાઓની આ ચળવળ ૧૯૮૮ થી ચાલી રહી છે. આ તેમના વિશેષ યોગદાનમાંનું એક હતું.[]

તેમના પુત્ર ભરત પાટણકર આંદોલનમાં સંપૂર્ણ સમયના કાર્યકર બન્યા પછી, તેઓ તેમને અને તેમની પત્ની ગેઇલ ઓમવેદતની સાથે નૈતિક અને આર્થિક રીતે તેમને ટેકો આપતા, અને શ્રમિક મુલ્તિ દળની દરેક પ્રવૃત્તિમાં અગ્રણી ભૂમિકા અને ભાગ લેતા.

  1. News, Maharashtra (2017-07-15). "Indumati Patankar, freedom fighter dies at 91". Maharashtra Today (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-12-14 પર સંગ્રહિત. મેળવેલ 2019-12-14.
  2. "Senior Freedom Fighter Indumat Patankar passes away". www.uniindia.com. 2019-12-14. મેળવેલ 2019-12-14.
  3. Kulkarni, Seema. "Struggles of the Single and Widowed Women in Sangli District". મૂળ માંથી 2015-04-02 પર સંગ્રહિત. મેળવેલ 2019-12-14.