ઈસ્માઈલી નશીરૂદ્દીન

ગુજરાતી લેખક

સવિશેષ પરિચય

ફેરફાર કરો

ઈસ્માઈલી નશીરૂદ્દીન પીરમહંમદ ‘નસીર ઈસ્માઈલી’, ‘ઝુબિન’ (૧૨-૮-૧૯૪૬) : જન્મસ્થળ : હિંમતનગર, જિ. સા. કાં. વતન ધોળકા એમ.કૉમ.; એલએલ.બી.; સી.એ. ; આઈ.આઈ.બી. નિવૃત્ત અધિકારી, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, અમદાવાદ પ્રવૃત્તિ : આમા ક્યાંક તમે છો, વાર્તાસંગ્રહ, ૧૯૭૬ ગુ. સા. અકાદમી દ્વારા પ્રકાશનો : નવલકથા : ગઝલકાર, ૧૯૭૪; તૂટેલો એક દિવસ, ૧૯૭૬; ઝાકળ ઘૂઘવે રણમાં, ૧૯૮૭; પાનખનાં ફૂલ, ૨૦૦૫; આગિયાની આરપાર, ૨૦૦૭; વાર્તાસંગ્રહ : નવસંપાન, ૧૯૮૦ (સંયુ.); શાયદ આકાશ ચૂપ છે, ૧૯૮૨; સંવેદનાના સૂર, ૧૯૮૬; સંવેદનાની ક્ષણ, ૧૯૯૨; રોશની ક્યાં છે ? ૧૯૯૪; સુક્કી પાંદડીઓ ભીના શ્વાસ, ૨૦૦૫; હાસ્ય : સ્મિતમાં વરસે સોનું, ૧૯૯૮; હીરા જડે હસતાં હસતાં, ૨૦૦૭; સોનું સાંપડે સ્મિતમાં, ૨૦૦૮


ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય