ઉત્તર કોરિયા
ઉત્તર કોરિયા, આધિકારિક રૂપે કોરિયા જનવાદી લોકતાંત્રિક ગણરાજ્ય (હંગુલ: 조선 민주주의 인민 공화국, હાંજા:朝鲜民主主义人民共和国) પૂર્વી એશિયા માં કોરિયા પ્રાયદ્વીપ ના ઉત્તરમાં વસેલો દેશ છે. દેશ ની રાજધાની અને સૌથી મોટું શહર પ્યોંગયાંગ છે. કોરિયા પ્રાયદ્વીપ ના ૩૮ મો સમાનાંતર પર બનેલ કોરિયાઈ સૈન્યવિહીન ક્ષેત્ર ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા ની વચ્ચે વિભાજન રેખા ના રૂપ માં કાર્ય કરે છે. અમનોક નદી અને તુમેન નદી ઉત્તર કોરિયા અને ચીન ની વચ્ચે સીમા નું નિર્ધારણ કરે છે, ત્યાં ધુર ઉત્તર-પૂર્વી છેડે તુમેન નદી ની એક શાખા રૂસ સાથે સીમા બનાવે છે.
Democratic People's Republic of Korea 조선민주주의인민공화국 કોરિયા જનવાદી લોકતાંત્રિક ગણરાજ્ય | |
---|---|
સૂત્ર: 강성대국 "શક્તિશાલી અને સમૃદ્ધ દેશ" | |
રાજધાની and largest city | પ્યોંગયાંગ |
અધિકૃત ભાષાઓ | કોરિયન |
લોકોની ઓળખ | ઉત્તરી કોરિયન, કોરિયન |
સરકાર | જૂચે સમાજવાદી ગણરાજ્ય, એકલ દલ વામપંથી રાજ્ય |
કિમ ઇલ-સુંગ (દિવંગત) | |
Kim Jong-Un | |
Choe Ryong-hae | |
સંસદ | સુપ્રીમ પીપલ્સ અસેંબલી |
સ્થાપના | |
૧ માર્ચ, ૧૯૧૯ | |
• મુક્તિ | ૧૫ ઓગસ્ટ, ૧૯૪૫ |
• આધિકારિક ઘોષણા | ૯ સપ્ટેંબર, ૧૯૪૮ |
• જળ (%) | ૪.૮૭ |
વસ્તી | |
• ૨૦૦૯ અંદાજીત | ૨૨,૬૬૬,૦૦૦ (૫૧ મો) |
GDP (PPP) | ૨૦૦૭ અંદાજીત |
• કુલ | $ ૪૦ બિલિયન (૯૫ મો) |
• Per capita | $૧,૭૦૦ (૨૦૦૮ અનુ.) (૧૯૧ મો) |
માનવ વિકાસ દર (HDI) (૧૯૯૮) | 0.૭૬૬ ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૭૫ મો |
ચલણ | ઉત્તરી કોરિયા વુઆન (₩) (KPW) |
સમય વિસ્તાર | UTC+૯ (કોરિયા માનક સમય) |
તારીખ બંધારણ | yy, yyyy년 mm월 dd일 yy, yyyy/mm/dd (CE–૧૯૧૧, CE) |
ટેલિફોન કોડ | ૮૫૦ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .kp |
|
ઇતિહાસ
ફેરફાર કરોસન્ ૧૯૦૫માં રુસો-જાપાન યુદ્ધ બાદ જાપાન દ્વારા કબ્જો કરાયા પહલા પ્રાયદ્વીપ પર કોરિયાઈ સામ્રાજ્ય નું શાસન હતું. સન્ ૧૯૪૫માં દ્વિતીય વિશ્વ યુદ્ધની સમાપ્તિ પછી આ સોવિયત સંઘ અને અમેરિકા ના કબ્જા વાળા ક્ષેત્રોં માં વહેંચી દેવાયું. ઉત્તર કોરિયા એ સંયુક્ત રાષ્ટ્ર સંઘ ની પર્યવેક્ષણ માં સન્ ૧૯૪૮ માં દક્ષિણ માં થયેલ ચુંટણીમાં ભાગ લેવાથી ઇનકાર કરી દીધો, જેના પરિણામસ્વરૂપ બે કબ્જા વાળા ક્ષેત્રોમાં અલગ કોરિયાઈ સરકારોનું ગઠન થયું. ઉત્તર અને દક્ષિણ કોરિયા બનેં એ પૂરા પ્રાયદ્વીપ પર સંપ્રભુતા નો દાવો કર્યો જેને પરિણામ સન્ ૧૯૫૦માં કોરિયાઈ યુદ્ધ ના રૂપમાં થયું. સન ૧૯૫૩માં થયેલ યુદ્ધવિરામ બાદ લડ઼ાઈ તો ખતમ થઈ ગઈ, પણ બનેં દેશ હજી પણ આધિકારિક રૂપથી યુદ્ધરત છે, કેમકે શાંતિસંધિ પર ક્યારેય હસ્તાક્ષર નથી કરાયા. બનેં દેશોં ને સન્ ૧૯૯૧ માં સંયુક્ત રાષ્ટ્ર માં સ્વીકાર કરાયા. ૨૬ મે ૨૦૦૯ માં ઉત્તર કોરિયા એ એકતરફી યુદ્ધવિરામ પાછું લઈ લીધું.