શ્રી ઉપવાસીબાપુ ગુરુ રામલખનદાસજી શ્રીરામટેકરી જુનાગઢના શિષ્ય હતા. તેઓ ભોજન લેતા ન હતા, એટલે તેમનું નામ ઉપવાસી બાપુ પડ્યું હતું. તેમનુ સાચું નામ ચત્રભુજદાસજી હતું. તેઓ શ્રીરામના ઉપાસક હતા. નાનપણમાં તેઓ ગુરુ સેવાની સાથેસાથે શ્રીરામટેકરીમાં જે વિદ્યાર્થી રહેતા હતા, તેમના માટે રસોઈ બનાવીને જમાડતા હતા.

આમ ઘણાં વર્ષો ત્યાં સેવા કરી, પછી ગુરુઆજ્ઞા લઇ ત્યાંથી બરડાના ડુંગરમાં ભ્રુગુઋષિનો આશ્રમ આવેલ છે, ત્યાં ગયા હતા. આ આશ્રમ શિવજીનું મંદિર, કાલભૈરવની સ્થાપના તથા કુદરતી સૌન્દર્યથી ભરપુર એવી જ્ગ્યા છે. ત્યાં જઇને બાપુએ અખંડ જ્યોત જલાવી હતી, તે આજે પણ જલે છે, ત્યાં બાપુએ ખુબ જ કઠિન તપ કર્યું. તેઓ સાતેક વર્ષ ત્યાં રહ્યા. જગ્યાને સુંદર બનાવીને તેમના સેવક ભાઈશંકરભાઈને જ્ગ્યા સોંપીને ત્યાંથી તેઓ વાંકાનેર રેલ્વેસ્ટેશન પાસે હનુમાનજીની જ્ગ્યા છે, ત્યાં એકાદ વર્ષ રહીને હનુમાનજીની સેવાપુજા અને તપ કર્યુ.

ત્યાંથી તેઓ મજેવડી ગામમાં આવ્યા. ત્યાં પણ તેમણે ગામના પાદરમાં હનુમાનજીનું મંદિર છે, ત્યાં આશરે એકાદ બે વર્ષ રહ્યા હતા. ત્યાંથી આગળ જઇને તેઓ ઉજડા ગામ ગયા અને થોડોક સમય રહ્યા હતા. ત્યારબાદ પાદરીયા ગયા હતા. ત્યાંથી પગલીયાપિરની જગ્યા છે ત્યાં ગયા હતા. ત્યાંથી નાગબાઈની ધારે ગયા અને ત્યાં નાગબાઇનું મંદિર બનાવ્યું તથા નાગેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ કર્યું.

થોડા વર્ષો આ જગ્યા પર રહ્યા પછી ત્યાંથી ભાદરાગામ ગયા. ત્યાં પણ હનુમાનજીનું મંદિર છે, ત્યાં બાપુ લગભગ અઢારેક વર્ષ રહ્યા હશે. ત્યારબાદ તેઓને ગુર્જર રાજપુત સમાજના આગેવાનો અને દાણીધાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ બાપુને દાણીધારની જ્ગ્યાના મહંત તરીકે જ્ગ્યામાં લઈ આવ્યા.--D.B.Bhatti ૧૫:૦૯, ૧૧ એપ્રિલ ૨૦૦૯ (UTC)