ઉબ્બલમડાગુ ધોધ

ભારત દેશના આંધ્ર પ્રદેશ રાજ્યમાં આવેલ એક ધોધ

ઉબ્બલમડાગુ ધોધ (તાડા ધોધ પણ કહેવાય છે) ભારત દેશના આંધ્ર પ્રદેશ રાજ્યના ચિત્તુર જિલ્લામાં આવેલ એક ધોધ છે, જે વનનેસ મંદિર અને શ્રીસીટી નજીક આવેલ છે. બુચીનાઇડુ કાદ્રિંગા અને વરદૈહપાલેમ મંડલ હેઠળ આવતું આ સ્થળ ચેન્નાઇ ખાતેથી 80 kilometres (50 mi) જેટલા અંતરે અને શ્રીકાલહસ્તી ખાતેથી 35 kilometres (22 mi) જેટલા અંતરે આવેલ છે.

ઉબ્બલમડાગુ ધોધ
તાડા ધોધ
તાડા ધોધ
ઉબ્બલમડાગુ ધોધ is located in Andhra Pradesh
ઉબ્બલમડાગુ ધોધ
સ્થાનચિત્તૂર જિલ્લો, આંધ્ર પ્રદેશ
અક્ષાંસ-રેખાંશ13°36′35″N 79°50′34″E / 13.60972°N 79.84278°E / 13.60972; 79.84278
ધોધ નીચે વહેતું પાણી

આ ધોધ સીદ્દુલાઇ કોના નામથી ઓળખાતા એક જંગલમાં સ્થિત છે. ભગવાન શિવ સાથે સંબંધિત આ સ્થળની મુલાકાતે લોકો તેમના સંબંધિત તહેવાર મહા શિવરાત્રી દરમિયાન આવે છે.

પદ‌આરોહણ ફેરફાર કરો

ટાડા ધોધ ચેન્નાઇ શહેરના રહેવાસીઓમાં પદ‌આરોહણ (ટ્રેકિંગ) માટે પ્રખ્યાત બની રહ્યો છે. તમે પાર્કિંગ સુવિધા પાસે વાહન પાર્ક કરી અને જંગલ કેડીમાર્ગ દ્વારા પગપાળા ટાડા ધોધ જઈ શકો છો. કેડીમાર્ગનું કુલ અંતર લગભગ ૧૦ કિલોમીટર જેટલું ઉબડખાબડ જમીન અને ખડકાળ વિસ્તારમાંથી પસાર થાય છે. અહીં સાહસ પ્રેમીઓને વનભ્રમણ માટે માર્ગદર્શક (ગાઇડ) મળે છે.[૧]

સંદર્ભો ફેરફાર કરો

  1. "Tada falls Travel & Trekking guide from Chennai - Trekkerpedia". Trekkerpedia (અંગ્રેજીમાં). 2015-05-22. મેળવેલ 2018-08-28.

બાહ્ય કડીઓ ફેરફાર કરો