ઉમાકાંત પ્રેમાનંદ શાહ

ભારતીય લેખક (૧૯૧૫-૧૯૮૮)

ઉમાકાંત પ્રેમાનંદ શાહ ગુજરાત, ભારતના એક વિદ્વાન હતા.

ઉમાકાંત પ્રેમાનંદ શાહ
જન્મની વિગત૨૦ માર્ચ ૧૯૧૫
મૃત્યુનવેમ્બર ૧૯૮૮
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયલેખક, વિદ્વાન

જીવન ફેરફાર કરો

ઉમાકાંતનો જન્મ ૨૦ માર્ચ ૧૯૧૫ના રોજ વડોદરામાં થયો હતો.[૧] તેમણે 'જૈન કલાના તત્વો' પર શોધનિબંધ રજૂ કરી ડૉક્ટરેટની પદવી મેળવેલ હતી.[૧] તેઓ ૧૯૫૪માં ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, વડોદરાના ડેપ્યુટી ડિરેક્ટર (ઉપ નિદેશક) બન્યા હતા.[૧] તેઓ ૧૯૬૫માં સંસ્થામાં રામાયણ પ્રોજેક્ટના વડા બન્યા હતા.[૧]

શાહનું અવસાન નવેમ્બર ૧૯૮૮માં થયું હતું.[૧]

સંશોધનકાર્ય ફેરફાર કરો

ઉમાકાંત પી શાહને અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓમાં મળીને કુલ ૧૪૭ પ્રકાશનોમાં ૬૨ કૃતિઓ અને ૯૫૧ લાઇબ્રેરી હોલ્ડિંગ્સનો શ્રેય આપવામાં આવે છે.[૨]

જૈન ધર્મ પરની તેમની કૃતિઓમાં "જૈન-રૂપ-મંદના: જૈન મૂર્તિશાસ્ત્ર"નો સમાવેશ થાય છે.[૩]

સંદર્ભ ફેરફાર કરો

ઉદ્ધરણ ફેરફાર કરો

સ્રોત ફેરફાર કરો