ઉમિયામ જળાશય

ભારતમાં સ્થિત સરોવર

ઉમિયામ ઝીલ અથવા ઉમિયામ જળાશયભારત દેશના પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં આવેલ એક જળાશય છે, જેની રચના ઉમિયામ જળ-વિદ્યુત યોજનાના કારણે થઈ છે. ગૌહત્તીથી શિલોંગ જતા માર્ગ પર આ જળાશય શિલોંગથી ૧૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે.

ઉમિયામ જળાશય
ઉમિયામ જળાશય
સ્થાનમેઘાલય
અક્ષાંશ-રેખાંશ25°39′12″N 91°53′03″E / 25.6532°N 91.8843°E / 25.6532; 91.8843Coordinates: 25°39′12″N 91°53′03″E / 25.6532°N 91.8843°E / 25.6532; 91.8843
પ્રકારકૃત્રિમ જળાશય
સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર૨૨૦ ચોરસ કિલોમીટર
બેસિન દેશોભારત
રહેણાંક વિસ્તારશિલોંગ

આ જળાશયને બારાપાની ઝીલ પણ કહેવામાં આવે છે. અહીં પાણીની વિપુલ જળરાશિ છે. આશરે ૧૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલ આ કૃત્રિમ સરોવરની રચના દક્ષિણ ખાસી પર્વતોમાંથી આવતી ઉમિયામ નદીના જળપ્રવાહને અવરોધીને કરવામાં આવી છે, જેના કિનારાના એક ભાગ પર વીજળી ઘર છે.[] અહીં કિનારા પર બનાવેલ ઉદ્યાન ખાતે નૌકાવિહાર, રોઈંગ બોટ, પેડલ બોટ, વોટર સ્કુટર, સ્પીડ બોટ જેવી વિશેષ સવલતોને કારણે પ્રવાસીઓની ભીડ જોવા મળે છે.[]

ચિત્રદર્શન

ફેરફાર કરો
 
નૌકાવિહાર, ઉમિયામ ઝીલ

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Umiam Stage - I Power House PH00820 -". ૨૬ ઓક્ટોબર ૨૦૧૬. મૂળમાંથી અહીં સંગ્રહિત 2016-10-26. મેળવેલ ૨૫ મે ૨૦૧૭.CS1 maint: bot: original URL status unknown (link)
  2. "उमियाम झील - भारतकोश, ज्ञान का हिन्दी महासागर". bharatdiscovery.org (હિન્દીમાં). મેળવેલ ૨૫ મે ૨૦૧૭.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો